________________
-
0
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
ત્યારપછી રાજા વગેરે સર્વે ભગવંતને ત્રણ પ્રદક્ષિણા આપે છે. પછી બલિનો થાળ લાવી ભગવંતના ચરણની સમીપે સન્મુખ બલિને ફેંકવામાં આવે છે. તેમાંથી પડ્યા પહેલાં જ અડધા બલિને દેવો ગ્રહણ કરી લે છે. બાકીના અડધાનો અડધો ભાગ તે બલિના સ્વામી રાજા વગેરે લઈ લે છે. બાકી રહેલ ભાગને સામાન્ય જનસમુદાય ગ્રહણ કરે છે. તે ચોખાનો એક દાણો પણ માથા ઉપર પ્રક્ષેપ કરવાથી પૂર્વના સર્વ રોગ ઉપશાંત થાય છે અને નવા રોગ છ માસ સુધી થતા નથી.
અરિહંત પ્રથમ પોરિસિની દેશના પૂરી કરીને પહેલા ગઢના ઉત્તર દ્વારેથી નીકળીને ઇશાન ખૂણામાં રહેલ દેવછંદકમાં યથાસુખ સમાધિમાં રહે છે. બીજી પોરિસિમાં પહેલા કે અન્ય કોઈ ગણધર અર્થની દેશના આપે છે. તેમ કરવાથી ભગવંતને વિશ્રામ મળે છે અને અરિહંતની ઉપસ્થિતિમાં જ શિષ્યના ગુણની ખ્યાતિ થાય છે તેમજ આચાર્યાદિના ક્રમનું ઉપદર્શન થાય છે.
(પ્રથમ સમવસરણમાં સર્વ વિરતિના ઉદયવાળા જીવોની દીક્ષા થતા ગણધરની સ્થાપના બાદ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની અર્થાત્ તીર્થની સ્થાપના થાય છે.)
– ભગવંતનું સ્વરૂપ કે ગુણવર્ણન :
(આ વર્ણન જગચિંતામણી અને નમોત્થણ સૂત્રમાં આવવાનું છે. તો પણ વિસ્તારથી જાણવાની જિજ્ઞાસાવાળાને આવશ્યક ચૂર્ણિ તથા ઉવવાઈ સૂત્ર-૧૦માં આ માહિતી મળી શકશે. અમોએ પણ અમારા “આગમ-કથાનુયોગ ભાગ-૧માં ભગવંત મહાવીરની કથામાં આ વર્ણન અતિ વિસ્તારથી નોધેલ છે. જે ગ્રંથ ગૌરવભયે અહીં લીધેલ નથી.)
-૦- નિર્વાણ કલ્યાણક રૂપ વિશેષતા :
અરિહંત પરમાત્માની વિશેષતાઓના ભાગ સ્વરૂપે કલ્યાણકોનું વર્ણન અત્રે કરી રહ્યા છીએ, તેમાં છેલ્લું કલ્યાણક છે નિર્વાણ અર્થાત્ અરિહંતોનું મોક્ષગમન.
અરિહંત પરમાત્મા જ્યારે નિર્વાણ પામે ત્યારે પૂર્વે અનશનરૂપ કોઈ બાહ્યતપ અવશ્ય હોય છે. મોહનીય આદિ ચાર કર્મો તો કેવળજ્ઞાન પૂર્વે જ સર્વથા ક્ષય પામ્યા હોય છે. નિર્વાણ પૂર્વે વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચારે કર્મો પણ સર્વથા ક્ષય પામે છે. આ રીતે અરિહંત પરમાત્મા કાળધર્મ પામે, સંસાર સમુદ્રનો પાર પામે, સર્વદુઃખથી મુક્ત થાય ત્યારે તેઓ (૧) પર્ઘક આસને બિરાજમાન હોય (પદ્માસન સ્થિત હોય) અથવા તો (૨) કાયોત્સર્ગ કરતા ઉભા હોય. આ બે સિવાય ત્રીજી અન્ય કોઈ સ્થિતિમાં રહેલા હોતા નથી.
• શક્રાદિ નિર્વાણ મહોત્સવ કઈ રીતે કરે ?
જે સમયે અરિહંત કાળધર્મ પામે, તેમના જન્મ, જરા, બંધન નષ્ટ થાય, તેઓ સિદ્ધ-બુદ્ધ થાય, સર્વ દુઃખોથી મુક્ત થાય અર્થાત્ નિવાર્ણ પામે ત્યારે શક્રનું સિંહાસન ચલાયમાન થતા, અવધિજ્ઞાનના ઉપયોગ વડે શક્રેન્દ્ર અરિહંતનું નિર્વાણ થયાનું જાણે છે. ત્યારે શક્રેન્દ્ર કહે છે કે અતીત, વર્તમાન અને અનાગત શક્રેન્દ્રનો પરંપરાગત