SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫ નવકાર મંત્ર-આચાર્યને નમસ્કાર કેમ ? લક્ષણયુક્ત અને ગણનાયક છે. અહીં કદાચ પ્રશ્ન થાય કે – તેઓ સૂત્ર-અર્થને જાણે તેમાં આપણે નમસ્કાર કરવાની શી જરૂર ? – જુઓ, સૂત્ર અને અર્થનું ખૂબ જ મહત્ત્વ છે. જે દિવસે સૂત્ર અને અર્થનો વિચ્છેદ થશે તે દિવસે શાસનનો પણ વિચ્છેદ થવાનો છે. માટે આચાર્યનું મહત્ત્વ છે. – વળી આચાર્યો જે કંઈ ઉપદેશ આપે છે, તેમાં કદાપી પોતાના ઘરનું કંઈ ન કહે. સુધર્માસ્વામી જેવા ગણધર (આચાર્ય) પણ પોતાના ઉપદેશમાં હવાલો તો ભગવાનો જ આપે. જેમકે – ઉત્તરાધ્યયન સૂત્રમાં એક સામાન્ય ઉપદેશાત્મક શ્લોક છે કે – “જીવોને ચાર પરમ અંગ દુર્લભ છે – (૧) મનુષ્યત્વ, (૨) શ્રુતિ - જિનવચનશ્રવણ, (૩) શ્રદ્ધા - જિનવચનમાં શ્રદ્ધા થવી, (૪) સંયમપૂર્વક વિરમવું તે. આવી સાદી વાત પણ ભગવંતના નામે કહે - જુઓ - ઉપદેશનો આરંભ કરતા પહેલા લખ્યું, “સૂર્ય ને સાસંળ માવા વમરવાર્થ (મેં સાંભળ્યું છે કે, તે આયુષ્યમાન્ ભગવંતે આ પ્રમાણે કહ્યું છે–), છેલ્લે પણ બોલે કે રિવેરિ (તે પ્રમાણે હું કહું છું) અર્થાત્ આચાર્ય પોતાની મેળે કોઈ વાત રજૂ ન કરે. હવે કહો ! શાસનના આવા વફાદારને નમસ્કાર થાય કે નહીં? જિનેશ્વર ભગવંતે તો મોક્ષમાર્ગની સડક બતાવી દીધી. પણ હવે પ્રયાણ કેમ કરશું ? સાથે વળાવીયો જોઈશે, સાધન મેળવી આપનાર જોઈશે, વાહન જોઈશે. આ બધું હોય તો જ માર્ગનો ઉપયોગ થઈ શકે. આ બધું કરે કોણ ? – આચાર્ય ભગવંતો - માટે તેને નમસ્કાર કરો. લઘુ દષ્ટાંત :- ભગવંત મહાવીરે એક વખત ગૌતમ સ્વામીને ઉદ્દેશીને કહ્યું કે જે કોઈ મનુષ્ય સ્વલબ્ધિએ કરીને અષ્ટાપદ પર્વતે જાય (ત્યાંના ચૈત્યોની સ્પર્શના કરે) તે આ જ ભવે મોક્ષે જાય ભગવંત મહાવીરે તો મોક્ષે જવાનો માર્ગ દેખાડી દીધો. આ વાત કર્ણોપકર્ણ સમગ્ર જનસમુદાયમાં ફેલાઈ ગઈ. કૌડિન્ય આદિ તાપસો આ વાત સાંભળી અષ્ટાપદે ગયા. તેમાં કૌડિન્ય સહિત ૫૦૦ તાપસો કે જે એકાંતર ઉપવાસી હતા, તેઓ અષ્ટાપદ પર્વતની પ્રથમ મેખલા (પગથીયા) સુધી પહોંચ્યા, જે દત્ત આદિ બીજા ૫૦૦ તાપસ હતા તેઓ છઠને પારણે છઠ કરતા હતા તેઓ અષ્ટાપદ પર્વતની બીજી મેખલા સુધી પહોંચ્યા. શેવાલ આદિ પ૦૦ તાપસો અઠમને પારણે અઠમ કરતા હતા, તેઓ અષ્ટાપદની ત્રીજી મેખલા સુધી પહોંચ્યા. પણ ત્યાંથી કોઈ આગળ વધી ન શક્યા. ભગવંતે મોક્ષ માર્ગ તો બતાવી દીધો. પણ આગળ કેમ વધવું ? ગણધર - આચાર્ય એવા ગૌતમસ્વામી જ્યારે અષ્ટાપદ તીર્થેથી પાછા ફરતા હતા, ત્યારે તે સર્વે તાપસોને પ્રતિબોધ કર્યા. બધાંએ દીક્ષા ગ્રહણ કરી, દેવતાએ આપેલ મુનિવેશ ગ્રહણ કર્યો અને ભગવંત પાસે પહોંચતા સુધીમાં તો અનુક્રમે ૫૦૦૫૦૦-૫૦૦ એમ ૧૫૦૦ તાપસોને કેવળજ્ઞાન થઈ ગયું. મોક્ષે જવાનો પાસપોર્ટ મળી
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy