________________
તસ્યઉત્તરી સૂત્ર-વિશેષ કથન
૧૭૭
બાહ્ય તપની દૃષ્ટિએ કાયોત્સર્ગ એ એક આસનરૂપ છે. જે કાયકલેશતપનો એક ભાગ છે. યોગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં તે સંબંધે એવો ઉલ્લેખ છે કે, “પર્યકાસન, વીરાસન, વજાસન, પદ્માસન, ભદ્રાસન, દંડાસન, ઉત્કટિકાસન, ગોદોહિકાસન અને હાર્યા એ બધાં આસનો છે. જેમાં વાયરસ આસનનું સ્વરૂપ જણાવતા ત્યાં નોંધ્યું છે કે – બંને ભુજાઓને નીચે લટકતી રાખીને ઉભેલા અથવા બેઠેલા માણસનું કાયાની અપેક્ષા વિનાની સ્થિતિમાં જે રહેવું તે “કાયોત્સર્ગ કહેવાય છે. આ સ્વરૂપની વિવેચના કરતા સ્વોપજ્ઞવૃત્તિમાં આગળ જણાવ્યું કે, ઉર્ધ્વસ્થિત (ઉભા ઉભા) કરાતો કાઉસ્સગ્ગ જિનકલ્પી કે છvસ્થ તીર્થકરોને હોય છે. જ્યારે સ્થીરકલ્પીને તો ઉભેલ-બેઠેલ કે સુતેલ ત્રણે સ્થિતિવાળો કાઉસ્સગ્ન હોઈ શકે છે. માત્ર બંને કાઉસ્સગ્નનું લક્ષણ સમાન છે – સ્થાન, ધ્યાન અને મૌન. તે સિવાયની સર્વે ક્રિયાઓનો ત્યાગ હોય છે.
અત્યંતર તપ રૂપે વિચારીએ તો કાયોત્સર્ગ એક તપરૂપ છે. કેમકે આગળ સૂત્ર-૨૮ નાણંમિ દંસણંમિ. સૂત્રમાં અત્યંતર તપના છ ભેદને દર્શાવતી ગાથામાં રસમ શબ્દથી તેનો ઉલ્લેખ મળે છે. આજ વાતની સાક્ષી ભગવતીજી આદિ આગમ સૂત્રોમાં પણ છે. અત્યંતર તપના છ ભેદોમાં પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને ઉત્સર્ગનો ઉલ્લેખ છે. જેમાં ઉત્સર્ગનો વિસ્તૃત અર્થને બદલે પ્રચલીત અર્થ લઈએ તો તે કાયોત્સર્ગનો સૂચક છે.
આવશ્યક નિર્યુક્તિ-૧૪૬૩માં કાયોત્સર્ગની વ્યાખ્યા કરતા કહ્યું છે કે, કાયોત્સર્ગમાં સુખદુઃખની તિતિક્ષા વડે દેહ અને મતિના જાદ્યની શુદ્ધિ થાય છે, અનુપ્રેક્ષા અર્થાત્ તત્ત્વચિંતન થાય છે. ચિત્તની એકાગ્રતા વડે શુભ ધ્યાન થાય છે.”
જ્યારે કાયોત્સર્ગ કોઈ ખાસ દોષની શુદ્ધિ અર્થે કરવામાં આવે છે ત્યારે કાયોત્સર્ગ પ્રાયશ્ચિત્ત રૂપ છે. પૂર્વે પ્રાયશ્ચિત્ત શબ્દની વ્યાખ્યામાં જોઈ ગયા કે પ્રાયશ્ચિત્તના દશ ભેદમાં કાયોત્સર્ગ એ પાંચમું પ્રાયશ્ચિત્ત છે.
કાયોત્સર્ગ આરાધના રૂપ છે. જેમકે પ્રતિક્રમણમાં મૃતદેવતા, ક્ષેત્રદેવતા, ભવનદેવતા આદિની આરાધનાર્થે, અરિહંત ચૈત્ય અર્થે તેમજ વિશિષ્ટ આરાધનામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ અનેક આરાધનાર્થે કાયોત્સર્ગ કરાય છે.
કાયોત્સર્ગ દોષશુદ્ધિ માટેના સાધન અને ક્રિયારૂપ છે – પ્રસ્તુત ઇર્યાપથ પ્રતિક્રમણમાં, છઠા આવશ્યકમાં જ્ઞાન, દર્શન, ચારિત્રના અતિચારોની વિશેષ શુદ્ધિ માટે, દેવસિક આદિ અતિચાર શુદ્ધિ અર્થે ઇત્યાદિ સ્થાનોમાં કાયોત્સર્ગ સાધન અને ક્રિયારૂપે પ્રવર્તે છે.
આ રીતે કાયોત્સર્ગનું વિશિષ્ટ સ્થાન ભિન્ન ભિન્ન નિમિત્તોમાં જોવા મળે છે. -૦- કાયોત્સર્ગનું હાર્દ અને મહત્ત્વ :
– કાયોત્સર્ગમાં વિધિપૂર્વક ઉભા રહેલાના અંગોપાંગ જેમ-જેમ ભાંગે તેમ-તેમ વિધિપૂર્વક કાઉસ્સગ્ગ કરનારા સુવિહિત આત્માઓ આઠ પ્રકારના કર્મ સમૂહને છેદે છે.
– કાયોત્સર્ગ આત્માને ઉજ્વલ બનાવનારી એક ક્રિયા છે. મહાન દોષરૂપ ભાવઘણની ચિકિત્સા છે, જેમ કરવત જતા-આવતા લાકડાને છેદી નાખે છે. તેમ [1|12|