________________
૧૭૬
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૧
-૦- ફેન્સ એટલે ત્યાગ, વ્યુત્સર્જના, વિવેક કે વર્જન . -૦- છાયો - કાયાનો ઉત્સર્ગ, કાયા સંબંધી પ્રવૃત્તિઓનો ત્યાગ. કાયાને અંગે કરવો જોઈતો યોગ્ય વિવેક
– વ્યાપારવાળી (પ્રવૃત્ત) કાયાનો ત્યાગ કરવો.
– આલોચના અને પ્રતિક્રમણ પછી કાયોત્સર્ગ એ જ ઉત્તરીકરણરૂપ ક્રિયા છે. જે પાપકર્મોના નિર્ધાતન માટેનું સાધન છે.
– શાંત્યાચાર્ય કહે છે કે, “શરીરની ક્રિયાઓ અને શરીરના મમત્વનો ત્યાગ કરવો તે કાયોત્સર્ગ છે.
૦ લઘુ દૃષ્ટાંત :- ચંપાપુરી નગરીમાં જિનદાસ નામે શ્રેષ્ઠી રહેતો હતો. કોઈ વખતે તે કાયોત્સર્ગ કરવા માટે ગામ બહાર જઈને ખંડેરમાં ઉભો છે. ત્યાં જિનદાસ શ્રેષ્ઠીની પોતાની જ પત્ની કર્મયોગે કુછંદે ચડી. પોતાના પ્રિયપાત્ર કોઈ પુરુષ સાથે
વ્યભિચાર કરવા તેણી પણ ઘર બહાર નીકળી. નિર્લજ્જ કામચેષ્ટા કરવા માટે પલંગ લઈને જ આવી. કાયોત્સર્ગ લીન શ્રાવકના એક પગ ઉપર પલંગનો પાયો મૂકાઈ ગયો. અંધકારમાં પત્નીને કંઈ દેખાયું નહીં. એક તરફ પત્નીની વ્યભિચારલીલા ચાલુ હતી, બીજી તરફ ઉપાસકના પગ ઉપર સતત ભારના દબાણથી શારીરિક વેદના પણ અસહ્ય હતી જ. તો પણ કાયોત્સર્ગલીન તે શ્રાવક કિંચિત્ પણ વિચલિત થયા વિના ધર્મધ્યાનમાં લીન રહ્યા. સવાર સુધી આવી વિડંબના સહન કરી, અંતે મૃત્યુ પામી સ્વર્ગે ગયા.
આ રીતે કાયોત્સર્ગ એટલે કાયાની સ્થિરતા. વાણીનું મૌન અને મનથી શુભ ધ્યાનપૂર્વક રહેવું તે કાયાનો ત્યાગ કહેવાય. પણ કાયાનો ત્યાગ એટલે આત્મહત્યા અર્થ સમજવાનો નથી. પાપમાંથી છૂટી જવા માટે કાયાનો સર્વથા ઉત્સર્ગ કરવો તે અજ્ઞાન છે. ખરેખર તો કાયા પ્રત્યેની મમતાનો ત્યાગ કરવો એ જ સાચો કાયોત્સર્ગ છે.
. વિશેષ-કથન :-૦- કાયોત્સર્ગ શું છે ?
અત્રે કાયોત્સર્ગની વિચારણા ઉત્તરીકરણ ક્રિયા રૂપે અને પાપકર્મોના નિર્ધાતન હેતુથી દર્શાવાએલ છે. પણ કાયોત્સર્ગ એક આસન વિશેષ છે, તપ વિશેષ છે, ચૈત્યાદિ નિમિત્ત વિશેષ પ્રાયશ્ચિત્ત વિશેષ, આચાર વિશુદ્ધિ હેતુ પણ છે.
કાઉસ્સગ્ગ શબ્દનો પ્રયોગ તસ્સ ઉત્તરી સાથે સંબંધિત એવા અન્નત્થ૦ સૂત્રમાં પણ થયો છે. સૂત્ર-૧૯ “અરિહંત ચેઈઆણં"માં પણ કાઉસ્સગ્ગ શબ્દ પ્રયોગ બે વખત થયો છે. સૂત્ર-૨૨ પુકૂખરવરદીમાં સૂત્ર-૨૪ વૈયાવચ્ચગરાણમાં, સૂત્ર-ર૭ ઇચ્છામિ ઠામિમાં, સૂત્ર-૪૦, ૪૧, ૪૩ અને ૪૪માં તે-તે દેવતા સંબંધી આદેશ માંગતી વખતે અને મન્નહજિયાણં સૂત્રમાં છવ્વીડ આવસ્મયમેિ પદો અંતર્ગતુ પાંચમાં આવશ્યકરૂપે ઉલ્લેખ છે.
કાયોત્સર્ગ શું છે? તો પ્રથમ ઉત્તર તો એ જ હોય કે તે છ આવશ્યકમાંનું પાંચમું આવશ્યક છે.