________________
તસ્યઉત્તરી સૂત્ર-વિવેચન
૧૭૫ છે, જ્યારે અશુભ કર્મોને પાપકર્મો કહે છે. પણ આ તો માત્ર વ્યવહારનયની દૃષ્ટિએ વાત છે. નિશ્ચયનયથી તો સર્વે કર્મો પાપકર્મો જ કહેવાય છે. કેમકે કર્મ માત્ર આત્માની શક્તિનો રોધ કરે છે. મોક્ષને અટકાવે છે. શુભ કે અશુભ-આશ્રવ માત્ર સર્વથા છોડવા લાયક જ છે.
- યોગશાસ્ત્ર ત્રીજા પ્રકાશમાં પણ પાપકર્મની વ્યાખ્યા કરતા કહ્યું કે– “સંસારના કારણરૂપ જ્ઞાનાવરણીયાદિ કર્મોરૂપી પાપોનો નાશ કરવા માટે". અર્થાત્ અહીં સર્વે કર્મોનો જ નાશ કરવાનું જણાવે છે. માત્ર અશુભ કર્મોનો નહીં
– આવશ્યક સૂત્ર-૩ની વૃત્તિમાં પણ આ પ્રકારની જ વ્યાખ્યા છે– “પાપોનો અર્થાત સંસારનો બંધ કરાવનાર કે સંસારના નિમિત્તભૂત કર્મોનો અર્થાત્ જ્ઞાનાવરણીય આદિ કર્મોના નિર્ધાતન કે વ્યાપત્તિ કે વિનાશ કે નિર્મૂલન કરવાને માટે' એવો અર્થ સમજવો.
– આવશ્યક નિર્યુક્તિ-૧૫૦૯ની વૃત્તિમાં સ્પષ્ટીકરણ કરતા કહે છે કે, સર્વે જ્ઞાનાવરણીય આદિ (આઠ) કર્મ પાપ (કર્મ) જ કહેવાય છે. કેમકે જે કારણથી તે કર્મો વડે જીવ તિર્યંચ નારક, દેવ, મનુષ્યભવ લક્ષણરૂપ સંસારમાં ભટકે છે તથા અલ્પ એવા પણ ભવોપચાડી કર્મ બળેલ દોરડાની માફક બાકી હોય અર્થાત્ સર્વથા બળીને રાખ થઈ ગયા ન હોય તો કેવળી પણ મુક્તિને પામતા નથી. તેથી દારુણ સંસારના ભ્રમણમાં નિમિત્તરૂપ હોવાથી સર્વે કર્મો પાપ કર્મો જ કહેવાય છે.
– નિધાયટ્ટ - નિર્ધાતન કરવા માટે, નાશ કરવા માટે, નિર્બેજ કરવા માટે, નિર્મલ કરવા માટે, ઘાત કરવાની ક્રિયા, તે “ઘાતન' જ્યારે નિરતિશયપણે અર્થાત્ ઉત્કૃષ્ટપણે થતી હોય ત્યારે તેને નિર્ધાતન કહે છે. કોઈપણ વસ્તુનો જ્યારે આત્યંતિક નાશ થાય છે, ત્યારે તેને નિર્ધાતન થયું ગણાય છે. પાપના સંબંધમાં ‘નિર્ધાતન ક્રિયા ત્યારે થઈ ગણાય કે જ્યારે તે નિર્બેજ થાય. પુનઃ પાપ થવાનું કોઈ કારણ બાકી ન રહે તેવી સ્થિતિ ઉત્પન્ન થાય
૦ પાપના સમૂહના નાશ માટે કરવાનું શું ? આલોચના, પ્રતિક્રમણાદિ કર્યા પછી ઉત્તરીકરણ આદિ ચાર કરણ, પછી પાપકર્મોનું નિર્ધાતન કરવા માટે કાર્યોત્સર્ગમાં સ્થિર થવાનું છે–
• ઠામિ કાઉસ્સગ્ગ – કાઉસ્સગ્નમાં કે કાયોત્સર્ગને વિશે સ્થિર થાઉ છું.
- યોગશાસ્ત્ર પ્રકાશ ત્રિીજામાં જણાવે છે કે – ઠામિ એટલે કરું છું અને કાઉસ્સગ્ન એટલે કાયાના વ્યાપારનો ત્યાગ. શારીરિક પ્રવૃત્તિઓનો ત્યાગ કરું છું.
– આવશ્યક સૂત્ર-૩૯ની વૃત્તિ મુજબ - કાયોત્સર્ગમાં રહું છું. કાયોત્સર્ગ એટલે કાયાનો ઉત્સર્ગ, કાયાનો પરિત્યાગ એવો અર્થ છે. ધાતુ (ક્રિયાપદ)ના અનેક અર્થો થાય છે. અહીં ટમ (તિનિ) નો અર્થ “હું કરું છું" એ પ્રમાણે થાય છે. અર્થાત્ “હું કાયાના વ્યાપારનો પરિત્યાગ કરું છું' તેમ જાણવું
-૦- કાય શબ્દનો શાસ્ત્રીય અર્થ - જેમાં અસ્થિ વગેરે પદાર્થોનો સંગ્રહ થયો છે તે અથવા જે અન્નાદિથી વૃદ્ધિ પામે છે તે કાય.