________________
૧૭૪
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
માયાશલ્ય વડે પ્રાયશ્ચિત્ત કરવા છતાં દીર્ધકાળનો સંસાર વધ્યો. વસુદેવ પૂર્વભવમાં નંદીષણમુનિ રૂપે અપ્રતિમ વૈયાવચ્ચ કરેલી પણ તપના પ્રભાવે સ્ત્રીવલ્લભ થવાનું નિયાણું કર્યું તો તે નિયાણ શલ્ય થયું, જેના કારણે સદ્ગતિ અટકી ગઈ. એ જ રીતે મિથ્યાત્વશલ્યના કારણે જમાલી અગિયાર અંગનો જ્ઞાતા હોવા છતાં નિહ્નવ કહેવાયો.
નિ:ન્યિો વ્રતી પાઠ મુજબ શલ્યથી યુક્ત જીવ વ્રતધારી થઈ શકતો નથી. માટે સૂક્ષ્મ ચિંતન વડે શલ્યને શોધી, માયાશલ્ય - નિયાણ શલ્ય - મિથ્યાત્વ શલ્યને દૂર કરવા વડે કાયોત્સર્ગ કરવો જોઈએ. શલ્ય ઉદ્ધરણ અર્થાત્ નિઃશલ્ય થયા વિના કોઈ જીવ મોક્ષ ગયો નથી - જતો નથી અને જવાનો પણ નથી.
૦ ઉત્તરીકરણથી વિસલ્લીકરણની ક્રિયાને વ્યવહારુ દૃષ્ટાંતથી સમજવા માટે પ્રબોધટીકામાં આયુર્વેદના ઉત્તર પરિકર્મનું દૃષ્ટાંત આપે છે.
– જેમ કોઈ માણસના શરીરમાં “શલ્ય” પેસેલ હોય. માનો કે કાંટો કે કાચની કરચ કે લોખંડની કણ જેવું કંઈ પેસી ગયું હોય ત્યારે–
-૧- પ્રથમ એવી દવાઓ લગાડવામાં આવે છે કે જેથી તે ભાગ વધારે સુઝી ન જાય અને તેની અંદર રહેલું શલ્ય જલ્દી ઉપર આવી જાય.
-૨- પછી વિરેચન, લંઘન વગેરે વડે તેના કોઠાની વિશુદ્ધિ કરવામાં આવે છે, જેથી અંદરનું લોહી દૂષિત ન થાય
-૩- શલ્ય ઉપર આવી જતાં તેને ધીમે રહીને ખેંચી કાઢવામાં આવે છે. જેથી બધી જ પીડા મટી જાય.
– આ જ રીતે જ્યારે આત્મામાં શલ્ય પેઠેલું હોય ત્યારે
-૧- પ્રથમ તેને નિંદા, ગ, આલોચના રૂપી પ્રાયશ્ચિત્ત કરણથી ઉપર લાવવામાં આવે છે.
-૨- પછી જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના વડે આત્માની વિશુદ્ધિ કરવામાં આવે છે, જેથી તે શલ્ય બીજી વિકૃત્તિ પેદા કરી શકે નહીં
-૩- નિંદિત, ગર્પિત કે આલોચિત થયેલાં તમામ પાપોને કાયોત્સર્ગ અને ધ્યાનના તાપ વડે આત્મામાંથી એવી રીતે છૂટાં પાડી દેવામાં આવે છે કે જેથી તેમનો બધો જ ઉપદ્રવ દૂર થાય છે.
૦ આ રીતે ઉત્તરીકરણ આદિ ચારે હેતુએ કરીને પછી શું કરવાનું છે ? ત્યાં સૂત્રમાં આગળ જણાવે છે કે - પાપકર્મોનું નિર્ધાતન-નાશ કરવો.
• પાવાણું કમ્માણ નિશ્થાયણઠાએ – પાપકર્મોનો નાશ કરવા માટે,
પ્રાયશ્ચિત્ત, વિશુદ્ધિ અને વિઃશલ્ય એ ત્રણે કરણ કર્યા પછી નિર્મળ થયેલો આત્મા પાપકર્મોના નાશ માટે પુરુષાર્થ કરે. પણ પાપકર્મ એટલે શું ?
સામાન્યતયા પાપકર્મ એટલે અશુભ કર્મો એવો અર્થ થાય છે. રાગ અને દ્વેષની વૃત્તિઓ રૂપી ચિકાશને લીધે કે કષાયોને લીધે પુદગલોની જે વર્ગણાઓ આત્માને વળગે છે અથવા તેમાં તાદાસ્યભાવ પામે છે તેને કર્મ કહેવામાં આવે છે. આ કર્મો બે પ્રકારના હોય છે. શુભ કર્મો અને અશુભ કર્મો. તેમાંના શુભ કર્મોને પુણ્યકર્મ કહે