________________
તસ્યઉત્તરી સૂત્ર-વિવેચન
૧૭૩ સૂત્રમાં ચોથું કરણ મૂકયું વિસર્જીછર.
• વિશલ્લી (કરણ) - શલ્યરહિત થવું, નિઃશલ્ય થવું. – શલ્ય સહિતને શલ્યરહિત થવાની ક્રિયા તે વિશલ્યીકરણ,
-- યોગશાસ્ત્ર પ્રકાશ-૩ મુજબ – “માયા, નિયાણ અને મિથ્યાત્વ નામના ત્રણ શલ્યોથી યુક્ત આત્માને શલ્ય રહિત બનાવવો તે વિસલ્લીકરણ.
– આવશ્યકસૂત્ર-3ની વૃત્તિ મુજબ જેમાંથી માયા આદિ શલ્યો ચાલ્યા ગયા છે તેને વિશલ્ય કહેવાય. આવા વિશલ્યનું કરવું તે વિશલ્યકરણ.
– આવશ્યક નિર્યુક્તિ-૧૫૦૯ મુજબ - એક એક શલ્યની શુદ્ધિ - તે દ્રવ્ય અને ભાવ બે ભેદથી કહી છે – દ્રવ્યશલ્ય તે કાંટો, કાંકરો ઇત્યાદિ અને ભાવશલ્ય તે માયા, નિયાણ અને મિથ્યાત્વ.
- શત્ન એટલે કંપાવવું, ધ્રુજાવવું કે ખટકવું. જે વસ્તુ શરીરમાં પેસતાં શરીરને કંપાવે કે ધ્રુજાવે કે ખટકે છે એટલે કે કોઈ પ્રકારની પીડા ઉત્પન્ન કરે છે તેને શલ્ય કહે છે. કાંટો, તીર, ખીલા-ખીલી, ભાલો, ઝેર, વણ વગેરે ખટકે છે માટે તે શલ્ય કહેવાય છે પણ આ બધાં દ્રવ્ય શલ્ય છે. ભાવથી તો પાપને શલ્યરૂપ કહ્યું છે કેમકે તે પેસી ગયા પછી આત્મામાં પીડા ઉત્પન્ન કરે છે. મહાનિશીથ સૂત્રનું અધ્યયન-૧ “શલ્ય ઉદ્ધરણ'માં જે પાપની નિંદા કે આલોચના કરાયેલ નથી તેને શલ્ય કહ્યું છે. આ શલ્ય આઠે પ્રકારના કર્મોનો બંધ કરાવે છે અને લક્ષ્મણાસાધ્વીની માફક ચીરકાળ સંસારમાં ભ્રમણ કરાવે છે. વળી શલ્યયુક્ત એવા તપ, ક્રિયા, અનુષ્ઠાન ઇત્યાદિ સર્વે નિષ્ફળ જાય છે. આવા શલ્યથી રહિત થવાની ક્રિયાને વિસલ્લીકરણ (જેનું અતિ વિસ્તૃત વર્ણન મહાનિશીથ સૂત્રમાં થયેલ છે.)
શલ્ય નિવારણ એટલે પાપ-દોષ નિવારણ. જે પાપો ભારે હોવાથી હૃદયમાં શલ્યની માફક ખટકતાં હોય, તેને માટે આ શબ્દ વપરાય છે. શ્રી જિનેશ્વર દેવોએ તેને મુખ્ય ત્રણ રૂપે વર્ણવેલ છે – ૧. ધર્મમાં માયાચારને છોડી દો, ૨. ધર્મના ફળની આસક્તિને છોડી દો, ૩. ઊંધી સમજણને છોડી દો. આ ત્રણ દુર્ગુણો જ ખરા શલ્ય છે. આ ત્રણેને શાસ્ત્રીય પરિભાષામાં રજૂ કરીએ તો
(૧) માયાશલ્ય - જો વ્રત-નિયમમાં, આલોચનામાં, પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવામાં કંઈપણ દંભ કે માયાચારને સ્થાન હોય તો તે માયાશલ્ય છે.
(૨) નિયાણશલ્ય – જો વ્રત, નિયમ, તપ, આરાધના, અનુષ્ઠાન, ક્રિયા આદિના પાલન દ્વારા કેવળ મોક્ષપ્રાપ્તિની ઇચ્છા ન હોય અર્થાત્ કોઈ સાંસારિક કે પૌદૂગલિક ઇચ્છા હોય તો તેને નિયાણશલ્ય સમજવું
(૩) મિથ્યાત્વશલ્ય – જો વ્રત, નિયમ, તપ, અનુષ્ઠાન આદિની સર્વ શ્રેષ્ઠતા વિશે નિઃશંક (શ્રદ્ધાવાન) ન હોય તો તે મિથ્યાત્વશલ્ય છે.
આ ત્રણે શલ્યો મોક્ષમાર્ગમાં અંતરાયભૂત છે, ભવારણ્યમાં ભટકાવ્યા કરે છે. માટે દ્રવ્યથી અને ભાવથી આ શલ્યોનું નિવારણ કરવું જેમ લક્ષ્મણા સાધ્વીજીએ આલોચના કરી પ્રાયશ્ચિત્ત લીધું. પણ તે પોતાના બદલે કોઈના નામે લીધું તો તે