________________
૧૭૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ કાયોત્સર્ગ દ્વારા કર્મો કપાઈ જાય છે.
– પ્રતિક્રમણ વડે શુદ્ધ નહીં થયેલા ચારિત્રના અતિચારોની વણચિકિત્સારૂપ કાયોત્સર્ગ વડે યથાક્રમે શુદ્ધિ થાય છે. તેમ ચઉશરણ પન્નામાં જણાવે છે.
– ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન-૨૯, સૂત્ર-૧૧૨૫માં જણાવે છે કે
હે ભંતે ! કાયોત્સર્ગથી જીવને શું પ્રાપ્ત થાય છે ? કાયોત્સર્ગથી જીવ અતીત અને વર્તમાનના પ્રાયશ્ચિત્ત યોગ્ય અતિચારોનું વિશોધન કરે છે. એ રીતે પ્રાયશ્ચિત્ત યોગ્ય અતિચારોની શુદ્ધિ થતાં તે જીવ ભાર ઉતારી નાખેલા મજૂર જેવો હળવો બનીને પ્રશસ્ત અધ્યવસાયોમાં સુખપૂર્વક વિચરે છે.
– શરીરને કોઈ વાંસડાથી છેદે કે તેના પર ચંદનનું વિલેપન કરે. અથવા જીવન ટકે કે તેનો જલદી અંત આવે છતાં જે દેહ ભાવનાથી ખરડાય નહીં અને મનને બરાબર સમભાવમાં રાખે તેને કાયોત્સર્ગ થાય છે. તેમ આવશ્યક નિર્યુક્તિ-૧૪૫૮માં જણાવેલ છે.
-૦- કાયોત્સર્ગનો સમય :
કાયોત્સર્ગનો સમય નક્કી કરવા માટે પહેલાં તેના પ્રકારો જાણવા જોઈએ. કેમકે તેના પ્રકારને આધારે કાયોત્સર્ગનો સમય નક્કી થાય છે.
(૧) ચેષ્ટારૂપ કાયોત્સર્ગ :- જેના શ્વાસોચ્છવાસનું પ્રમાણ નિયત હોય તે ચેષ્ટારૂપ કાયોત્સર્ગ કહેવાય છે. જેમકે ગમનાગમનમાં, પ્રતિક્રમણમાં, કોઈ વિશિષ્ટ આરાધનારૂપે થતા કાયોત્સર્ગમાં. તેમાં પ્રમાણ નિયત હોય.
(૨) અભિભવરૂપ – વિશેષ શુદ્ધિ કે ઉપસર્ગો સહન કરવા માટે ખંડેરમાં, શ્મશાનભૂમિમાં, અરણ્યાદિમાં કે કોઈપણ સ્થળે એકાંતમાં થતો કાયોત્સર્ગ તે અભિભવરૂપ કાયોત્સર્ગ કહેવાય. જે કાયોત્સર્ગનું કાલમાન જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી બારમાસ પર્યન્તનું હોય છે.
-૦- ચેષ્ટારૂપ કાયોત્સર્ગ કાલમાન :
આવશ્યક નિર્યુક્તિ ગાથા-૧૫૩૯માં કાલમાન જણાવતા પાય-સમાસાના એવું પદ મૂક્યું. એક પાદનો એક શ્વાસોચ્છવાસ ગણવો તેમ આ પદમાં જણાવ્યું. આ પાદ એટલે શ્લોકનો ચોથો ભાગ. એ રીતે શ્વાસોચ્છવાસના પ્રમાણને આપણે એક પાદ અનુસાર ગણીને ત્યાં લોગસ્સ સૂત્રની મુખ્યતા સ્વીકારી કાયોત્સર્ગની ગણના લોગસ્સ સૂત્રથી કરવાની પરીપાટીને સ્વીકારેલી છે.
- જેમકે એક ઇરિયાવહી નિમિત્તે ચૈત્યવંદનભાષ્ય ગાથા-૫૮માં પ્રમાણ કહ્યું – રૂરિડરપમા પાસુસાસ અર્થાત્ ૨૫ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાળ કહ્યો. લોગસ્સ સૂત્ર પ્રમાણે આ કાળ વિચારીએ તો-પ્રત્યેક ગાથામાં ચાર પાદ આવે. તેથી છ ગાથા આખી ગણતા ચોવીશ પાદ થાય અને સાતમી ગાથાનો ફક્ત પ્રથમ પાદ ગણતા વે; નિમ્પયરી સુધી ગણતા પચીશ પાદ અર્થાત્ પચીશ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ થશે. તેથી આપણે ઇરિયાવહીનો કાયોત્સર્ગ ચંદસૂનિમ્મલયરા સુધી એક લોગસ્સ પ્રમાણનો કરીએ છીએ.