________________
૧૨૪
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
– અપ્રત્યાખ્યાન કષાયના ઉદયે દેશવિરતિ કે સર્વવિરતિ પ્રાપ્ત થતી નથી.
- અપ્રત્યાખ્યાન કષાય એક વર્ષ સુધી રહે છે. આ કષાય તિર્યંચ ગતિને આપનારો છે. તેના ઉદયે અલ્પ માત્ર પણ પ્રત્યાખ્યાન ન થતું હોવાથી અપ્રત્યાખ્યાની કહેવાય છે.
-૦- પ્રત્યાખ્યાન કષાય :- જે કર્મોના વિપાકથી દેશવિરતિ પ્રાપ્ત થાય પણ સર્વવિરતિ પ્રાપ્ત થતી નથી. તે પ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભ કહેવાય.
- પ્રત્યાખ્યાનાવરણકષાયનો ઉદય સર્વવિરતિ કે મહાવ્રત પ્રાપ્ત થવા ન દે.
– પ્રત્યાખ્યાનીય કષાય ચાર માસ સુધી રહે છે. આ કષાયમાં મરે તે મનુષ્ય થાય છે. સર્વસાવદ્યથી વિરામ પામવું તેનું નામ પ્રત્યાખ્યાન. તેને જે અટકાવે તેનું નામ પ્રત્યાખ્યાન કષાય છે.
-૦- સંજ્વલન કષાયઃ- જે કર્મોના વિપાકની તીવ્રતા સર્વવિરતિનો પ્રતિબંધ કરવા જેટલી સમર્થ તો નથી જ હોતી. પણ સર્વવિરતિમા માલિન્ય કે સ્કૂલન પહોંચાડવાની શક્તિ હોય છે. તેને સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ કહે છે.
– સંજ્વલન ક્રોધાદિ કષાયના ઉદયથી યથાખ્યાત ચારિત્રનો લાભ ન થાય.
– સંજ્વલન કષાય પંદર દિવસ રહે છે. આ કષાયમાં મરે તે દેવગતિમાં જાય છે. કેટલાક કષાયો સર્વ પાપકાર્યોથી વિરક્ત સંવિગ્ર મુનિને પણ “સમ” અર્થાત્ કંઈક ઉત્તેજિત કરે છે. આવા ક્રોધાદિ કષાયને સંજ્વલન કહે છે. શબ્દાદિ વિષયોને કારણે જે વારંવાર સંજ્વલિત-ઉદીત થાય છે માટે તેને સંજ્વલન કષાય કહે છે.
૦ કષાયના સોળ ભેદોનો ઉપસંહાર :- પ્રથમ ક્રોધ, માન, માયા અને લોભ એ પ્રમાણે કષાયના ચાર ભેદો કહ્યા. આ ચારેના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન એ ચાર-ચાર ભેદો કહ્યા. આ રીતે ૪ ૪ ૪ = ૧૬ ભેદો થાય છે. (આ સોળ ભેદો તો આગમોમાં, તત્વાર્થમાં, કર્મગ્રંથાદિમાં સર્વત્ર પ્રસિદ્ધ છે. પણ લોકપ્રકાશ સર્ગ-૩ના શ્લોક-૪રરમાં તો એમ પણ કહ્યું કે... વત:દર્વિથા રૂતિ. ઉક્ત સોળ પ્રકારના કષાયના પ્રત્યેકના ચાર-ચાર ભેદો ગણતાં ચોસઠ ભેદો થાય છે. આ વાતને લોકપ્રકાશના કર્તા સર્ગ-૩ના શ્લોક-૪૨૩ થી સ્પષ્ટ કરતા કહે છે કે – જેમ કોઈ શિષ્ટ માણસ પણ ક્રોધાદિ કારણે દુષ્ટતા ધારણ કરે છે તેમ સંજ્વલન કષાય પણ ક્યારેક અનંતાનુબંધીતા ધારણ કરે છે. આ પ્રમાણે બધા ભેદો જાણવા. તેથી કરીને જેના અનંતાનુબંધી ક્ષીણ થઈ ગયા છે. એવા કૃષ્ણ વાસુદેવ આદિની અનંતાનુબંધીભાવિની દુર્ગતિ ઘટી શકે અને બાહુબલિને બારમાસ પર્યન્ત માન રહ્યું તો પણ છેવટે કેવળજ્ઞાન થયું તે પણ સંજવલનની ઉચિતતાને કારણે સમજવું)
દશવૈકાલિક સૂત્ર (ગાથા) ૩૮૭ થી ૩૮૯ :- સાધક જો પોતાના આત્માનું હિત ઇચ્છતો હોય તો (અનંતાનુબંધી આદિ ચારે પ્રકારના) ક્રોધ, માન, માયા અને લોભ એવા ચારે દોષોને નિશ્ચયરૂપથી છોડી દે. (કેમકે) ક્રોધ પ્રીતિનો નાશ કરે છે, માન વિનયનો નાશ કરે છે, માયા મિત્રતાનો નાશ કરે છે. લોભ તો સર્વે સદ્ગણોનો વિધ્વંશ કરે છે. (તેથી) ઉપશમ વડે ક્રોધને જીતે, મૃદુતાથી માનને જીતે, સરળતાથી