________________
પંચિંદિય સૂત્ર-વિવેચન
૧૨૫
માયાનો નાશ કરે અને સંતોષ વડે લોભને જીતે (એ રીતે સર્વે કષાયોથી મુક્ત બને.)
ક્રોધાદિ ચારે કષાયના સોળ ભેદોની દૃષ્ટાંતસહ સમજૂતી :-૦- ક્રોધ :- ચાર દૃષ્ટાંતથી ચાર ભેદ
(૧) ફાટી ગયેલા પર્વતની રૂખા (તીરાડ) સમાન એવો અનંતાનુબંધી ક્રોધ છે. જે મરણ પર્યન્ત રહે છે. કોઈ ઉપાયે દૂર થતો નથી.
(૨) ભીની જમીન પર સૂર્યના કિરણો આદિથી રેખા પડી જાય તો એવો અપ્રત્યાખ્યાની ક્રોધ વરસાદ વરસે ત્યારે ભૂંસાતી રેખાની જેમ દૂર થાય છે.
(૩) રેતીમાં ઉત્પન્ન થયેલ રેખા સમાન પ્રત્યાખ્યાની ક્રોધ પવનના વાયરા જેવા નિમિત્તથી દૂર થાય છે.
(૪) પાણીમાં પડેલ રેખા સમાન સંજ્વલન ક્રોધ તુરંત નાશ પામે છે. -૦- માન :- ચાર દૃષ્ટાંતથી ચાર ભેદ– (૧) પત્થરના સ્તંભ સમાન અનંતાનુબંધી માન, કોઈ રીતે ન નમે. (૨) અસ્થિ-હાડકાં સમાન અપ્રત્યાખ્યાની માન, મહાકષ્ટ નમે છે. (૩) કાષ્ઠ-લાકડાં સમાન પ્રત્યાખ્યાની માન, ઉપાય કરવાથી નમે. (૪) નેતરની લતા સમાન સંજ્વલન માન સહેલાઈથી નમે છે. -૦- માયા :- ચાર દૃષ્ટાંતથી ચાર ભેદ :(૧) ઘન-કઠિન વંશીમૂળ સમાન અનંતાનુબંધી માયા. કદી દૂર ન થાય. (૨) મેંઢા-ઘેટાના શીંગડા સમાન અપ્રત્યાખ્યાની માયા. અતિ કષ્ટ દૂર થાય (૩) બળદના મૂત્રની ધાર સમાન પ્રત્યાખ્યાની માયા. પવનાદિથી દૂર થાય. (૪) વાંસના છોલ સમાન સંજ્વલન માયા. સહેલાઈથી દૂર થાય -૦- લોભ :- ચાર દૃષ્ટાંતથી ચાર ભેદ :(૧) કીરમજી કે લાક્ષારંગ સમાન અનંતાનુબંધી લોભ. કદી દૂર ન થાય. (૨) ગાડાના પૈડાની મસી સમાન અપ્રત્યાખ્યાની લોભ અતિ કષ્ટ દૂર થાય. (3) દીવાની મેષ-કાજળ સમાન પ્રત્યાખ્યાની લોભ, થોડી મહેનતે જાય. (૪) હળદરના રંગ સમાન સંજ્વલન લોભ, તુરંત દૂર થાય છે.
(આ ચારે ભેદ વિસ્તારથી જાણવા અમારું તત્ત્વાર્થાધિગમ સૂત્ર-અભિનવ ટીકા પુસ્તક જોવું. ઠાણાંગ સૂત્ર-૩૦૮, ૩૩૩માં પણ આ ચાર ભેદોનો થોડો જુદી રીતે ઉલ્લેખ છે. કયા કષાયના ઉદયે કઈ ગતિ મળે છે, તે સંબંધી પૂર્વે કરાયેલ કથન પણ
વ્યવહાર નયથી જાણવું નિશ્ચયથી નહીં એક વાત નિશ્ચિત છે કે જેના સર્વ પ્રકારના કષાયો સર્વથા નાશ પામ્યા હોય તે મૃત્યુ બાદ મોક્ષમાં જ જાય.)
• કષાયના સોળ ભેદ-બીજી રીતે :- પન્નવણા સૂત્ર-૪૧૪ + વૃત્તિ, ઠાણાંગ સૂત્ર-૨૬૩.
(૧) સ્વપ્રતિષ્ઠિત ક્રોધ - કોઈ પોતાનો દોષ જાણી દુઃખ પામી પોતાની જાત ઉપર ક્રોધ કરે, તે સ્વપ્રતિષ્ઠિત ક્રોધ છે.
(૨) અન્ય પ્રતિષ્ઠિત ક્રોધ - કોઈ અન્ય આપણો તિરસ્કાર આદિ કરે તેથી