________________
૧૨૬
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
આપણને જે ક્રોધ ચડે તે અન્ય પ્રતિષ્ઠિત ક્રોધ છે.
(૩) ઉભય પ્રતિષ્ઠિત ક્રોધ :- એવા જ અપરાધના સંબંધમાં જો બીજા પ્રત્યે અને પોતા પ્રત્યે ક્રોધ ઉત્પન્ન થાય તો તે ઉભયપ્રતિષ્ઠિત ક્રોધ છે.
(૪) અપ્રતિષ્ઠિત ક્રોધ :- અન્યના આક્રોશ વિના તેમજ પોતાનો પણ કંઈ દોષ ન હોવા છતાં અર્થાત્ નિમિત્ત વિના જ જો કોઈને ક્રોધ ચડે તો તેને અપ્રતિષ્ઠિત ક્રોધ કહે છે. જે ક્રોધમોહનીયના ઉદયથી કારણ વિના જ ઉત્પન્ન થાય છે.
આ જ પ્રમાણે માન, માયા અને લોભ કષાય માટે પણ સમજવું • કષાય ઉત્પત્તિ સ્થાનો :- (પન્નવણા સૂત્ર-૪૧૪, ઠાણાંગ સૂત્ર-૨૬૩)
ક્રોધાદિ કષાયની ઉત્પત્તિના ચાર સ્થાનો કહ્યા છે – ક્ષેત્ર, વાસ્તુ, શરીર અને ઉપધિ. જેમાં ક્ષેત્ર અર્થાત્ સ્વ-સ્વ ઉત્પત્તિ સ્થાન, વાસ્તુ એટલે ઘર, શરીર-દુ સંસ્થિત કે વિરૂપ અને ઉપધિ અર્થાત્ ઉપકરણ સમજવા. આ જ વાત એકેન્દ્રિયાદિને ભવાંતર અપેક્ષાએ જાણવી.
• કષાયના ચાર પ્રકારો-બીજી રીતે :- (પન્નવણા સૂત્ર-૪૧૬, ઠાણાંગ સૂત્ર-૨૬૩)
ક્રોધાદિ કષાય અન્ય ચાર રીતે પણ જણાવેલ છે –
(૧) આભોગ નિવર્તિત–આભોગ એટલે જ્ઞાન જેમકે – ક્રોધનો વિપાક જાણે. તેનાથી નિવર્સેલ (૨) અનાભોગ નિવર્તિત – જે આવા જ્ઞાનથી રહિત હોય અને ક્રોધાદિ કષાય કરે. (૩) ઉપશાંત :- ક્રોધાદિ કષાયોની અનુદય અવસ્થા હોવી અને (૪) અનુપશાંત - ઉપશાંત ન હોય તે.
• કષાયનું ફળ :- જીવે ક્રોધ, માન, માયા, લોભ (એ ચાર) વડે કે એ ચાર કારણોથી આઠે કર્મપ્રકૃતિઓનો ચય, ઉપચય, બંધ, ઉદીરણા, વેદના અને દેશ નિર્જરા કર્યા છે - કરે છે અને કરશે.
• કષાયના બે ભેદ :- (વંદિતુ સૂત્ર ગાથા-૪ની વૃત્તિ)
કષાયના બે ભેદ છે. (૧) અપ્રશસ્ત અને (૨) પ્રશસ્ત. ક્રોધ, માન, માયા અને લોભ ચારે કષાયો અપ્રશસ્ત કે પ્રશસ્ત બંને સ્વરૂપે જણાવેલા છે. ભગવંતની આજ્ઞા અનુસાર કે તેમણે પ્રરૂપેલા માર્ગના સંદર્ભમાં થતા ક્રોધાદિ કષાય તે પ્રશસ્ત કષાય કહે છે. જ્યારે ઇષ્ટ પદાર્થોમાં રાગ અને અનિષ્ટ પદાર્થોમાં વેષને કારણે થતી પ્રવૃત્તિ-જન્ય કષાયોને અપ્રશસ્ત કષાય કહે છે.
-૦- લઘુદષ્ટાંત :- ક્રોધ આદિ ચારે કષાયો પ્રશસ્ત કે અપ્રશસ્ત હોઈ શકે છે. તેમાં અહીં પ્રશસ્ત માયાનું દૃષ્ટાંત રજૂ કરેલ છે –
આર્ય રક્ષિત સૂરીજીના (સંસારી) પિતા સોમદેવે આચાર્ય મહારાજના કહેવાથી દીક્ષા તો લીધી, પણ બે વસ્ત્ર, કુંડિકા, જનોઈ, ઉપાનહનો ત્યાગ ન કર્યો. કોઈ વખતે આચાર્ય મહારાજે બાળકોને શીખવાડી રાખેલ. તે મુજબ બાળકો બોલ્યા કે ચાલો આ છત્રીધારી સિવાય બધાં મુનિને વંદન કરીએ ત્યારે સોમદેવમુનિએ પૂછયું કે મને કેમ વંદન કરતા નથી. બાળકોએ કહ્યું દીક્ષા લીધેલાંને છત્ર ક્યાંથી હોય ? તેથી