________________
પંચિંદિય સૂત્ર-વિવેચન
૧૨૭
સોમદેવમુનિએ છત્ર છોડી દીધું. એમ કરતા ધોતી સિવાય બધાંનો ત્યાગ કર્યો. ત્યારપછી આચાર્યએ ધોતી મૂકાવવા માટે માયા કરી
કોઈ સાધુનું મૃતક (મડ૬) પરઠવવાનું હતું. આર્યરક્ષિત સૂરિએ કહ્યું કે, જે આ મૃતકનું વહન કરે તેને મહાનું ફળ પ્રાપ્ત થશે. પૂર્વે સંજ્ઞા કરાયેલા સાધુ બોલ્યા કે અમે મૃતકને વહન કરીશું ત્યારે સોમદેવમુનિએ કહ્યું કે, જો ઘણી નિર્જરા થતી હોય તો આ મૃતકનું હું વહન કરીશ. ત્યારે આચાર્યએ કહ્યું કે, તમને ઉપસર્ગ થશે. બાળકો નગ્ન કરી દેશે જો તે સહન કરવા તમે સમર્થ હો તો મૃતક વહન કરો. જ્યારે તેમણે મૃતક વહન કર્યું ત્યારે પહેલાથી શીખવ્યા મુજબ બાળકોએ ધોતી ખેંચી કાઢી, પછી આચાર્યએ ચોલપટ્ટો પહેરાવ્યો. એ રીતે પ્રશસ્ત માયા પૂર્વક તેમને માર્ગે લાવ્યા.
-૦- કષાય વિવેચનને અંતે :- કષાય પ્રશસ્ત હોય કે અપ્રશસ્ત અંતે તો છોડવા લાયક જ છે. અપ્રશસ્ત કષાયોના નિવારણ માટે કદાચ આરંભે પ્રશસ્ત કષાયભાવ સ્વીકાર્ય બની શકે છે. જેમ વીતરાગભાવ પૂર્વે અપ્રશસ્ત રાગને છોડવા અરિહંતાદિ પરત્વેનો પ્રશસ્તરાગ ઉપયોગી છે તેમ પણ અંતે તો અપ્રશસ્ત અને પ્રશસ્ત બંને કષાયો છોડ્યા પછી જ કેવળજ્ઞાન અને કેવળદર્શન થાય છે.
અહીં પણ શબ્દ મૂકેલ છે સાવ મુક્યો તેનો અર્થ કર્યો કષાયથી મુક્ત. ચારે પ્રકારના કષાયોથી મૂક્ત થયેલા એવા અમારા ગુરુ છે.
• ઇસ અઠારસ ગુણેહિં સંજુરો :
આ અઢાર ગુણો વડે યુક્ત. આ એટલે કયા ? જે ઉપર કહ્યા તે– પાંચ ઇન્દ્રિયોનું સંવરણ, નવ બ્રહ્મચર્યની ગતિ અને ચાર કષાયથી મુક્ત. આ પ્રમાણે ૫ + ૯ + ૪ = ૧૮, આ અઢાર ગુણોથી યુક્ત એવા. અહીં સૂત્રને અંતે આવતો હ મન્સ શબ્દ બધે જ જોડવાનો છે. તેથી પહેલી ગાથાને અંતે એમ કહી શકાય કે - મારા ગુરુ (આચાર્ય) આ અઢાર ગુણો વડે યુક્ત છે. પછી બીજી ગાથામાં બીજા અઢાર ગુણો જણાવે છે–
• પંચ મહલ્વય જુત્તો :- પાંચ મહાવ્રતોથી યુક્ત, પંચ મહાવ્રતધારી.
આ વાક્યમાં “પંચ” શબ્દ સંખ્યાવાચી છે. તે મહાવ્રતોની સંખ્યાનો નિર્દેશ કરે છે. અલબત આ પાંચની સંખ્યા વર્તમાનકાલીન આપણા શાસનને આશ્રિને કહેવાયેલ છે. કેમકે પ્રથમ અને છેલ્લા તીર્થંકરના શાસનમાં મહાવ્રતોની સંખ્યા પાંચની છે. પણ મધ્યના બાવીશ તીર્થકરો અને મહાવિદેહ ક્ષેત્રમાં સ્થિત કોઈપણ તીર્થંકરના શાસનમાં ચતુર્યામ ધર્મ કહેલો છે. ત્યાં ચતુર્યામ એટલે ચાર મહાવ્રતો એવો અર્થ થાય છે. તે આ પ્રમાણે છે – (ઠાણાંગ સૂત્ર-૨૮૦) – (૧) સર્વથા પ્રાણાતિપાતથી વિરમવું, (૨) સર્વથા મૃષાવાદથી વિરમવું, (૩) સર્વથા અદત્તાદાનથી વિરમવું અને (૪) સર્વથા બહિદ્વાદાનથી વિરમવું
આ સૂત્રની વૃત્તિમાં અભયદેવસૂરિજી “બહિદ્વાદાન”નો અર્થ બે પ્રકારે કરે છે - (૧) મૈથુન-પરિગ્રહ વિશેષ અર્થાત્ મૈથુન અને પરિગ્રહ એ બંને વ્રતો આ ચોથા વ્રતમાં સમજી લેવા કે જે પહેલા છેલ્લા તીર્થંકરના શાસનમાં અલગ-અલગ ચોથા અને