SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ નવકાર મંત્ર-અરિહંતના કલ્યાણકો ૫૭ વંદન કરી, તીર્થને તથા શ્રમણોને નમસ્કાર કરી, સર્વે શ્રમણોની પાછળ ઉભી રહે છે. પણ બેસતી નથી. ત્યારપછી પૂર્વ ધારેથી જ પ્રવેશીને સર્વે શ્રમણીઓ અરિહંતને પ્રદક્ષિણા આપી, વંદના કરી પૂર્વવત્ અગ્નિખૂણામાં વૈમાનિક દેવીઓની પાછળ ઉભા રહે છે, બેસતા નથી. આ રીતે અશિખૂણે ત્રણ પર્ષદા થઈ. ભવનપતિ, પછી જ્યોતિષ્ક, પછી વ્યંતરની દેવીઓ દક્ષિણ દ્વારેથી પ્રવેશ કરી, અરિહંતને પ્રદક્ષિણા દઈ, વંદન કરી નૈઋત્ય ખૂણે ઉભી રહે છે. આ રીતે નૈઋત્ય ખૂણે ત્રણ પર્ષદા થઈ. ભવનપતિ દેવો, પછી જ્યોતિષ્ક દેવો, પછી વ્યંતર દેવો પશ્ચિમ દ્વારેથી પ્રવેશ કરી, અરિહંતને પ્રદક્ષિણા દઈ, વંદના કરી, પૂર્વવત્ વાયવ્ય ખૂણામાં બેસે છે. એ રીતે ત્રણ પર્ષદા વાયવ્ય ખૂણામાં થઈ વૈમાનિક દેવો, મનુષ્ય અને મનુષ્ય સ્ત્રીઓ ઉત્તર દિશાના દ્વારેથી પ્રવેશીને અરિહંતને પ્રદક્ષિણા દઈ, વંદના કરી, પૂર્વવત્ યથાક્રમે ઇશાન ખૂણામાં બેસે છે. એ રીતે ઇશાન ખૂણામાં ત્રણ પર્ષદા થઈ. – બાર પર્ષદા વિષયક કંઈક સ્પષ્ટીકરણ : ૧. ઉક્ત પર્ષદ કથન સર્વ સામાન્ય છે. કોઈપણ અરિહંતના સર્વ પ્રથમ સમવસરણમાં શ્રમણ અને શ્રમણીના સ્થાન ખાલી હોય છે. ૨. આવશ્યક નિર્યુક્તિ પ૬૦ની ચૂર્ણિ અને વૃત્તિ મુજબ દેવ-દેવીનો જે પરિવાર જેની નિશ્રામાં આવેલ હોય તે તેમની-તેમની સાથે જ રહે છે. 3. આવશ્યક વૃત્તિકાર જણાવે છે કે મૂલ ટીકાકારે ભવનપતિ આદિ દેવી સંબંધે બેસે છે કે ઉભી રહે છે તેવો કોઈ સ્પષ્ટ નિર્દેશ કરેલો નથી. પણ ત્રિષષ્ઠી શલાકા આદિ ગ્રંથો, પૂર્વાચાર્યોના ઉપદેશથી રચિત પટ્ટક આદિ ચિત્રકર્મને આશ્રિને દેવી ઉભી રહે છે તેમ કહ્યું છે. ૪. બાવર મા ૧૧૬ થી ૧૧૯ મુજબ બારે પર્ષદા “બે હાથની અંજલિ જોડીને રહે છે. તેમ સમજવું. ૫. પર્ષદામાં દેવો અને મનુષ્યોની સ્થિતિની વિશેષતા જણાવતા નિર્યુક્તિકાર જણાવે છે કે - જો અલ્પદ્ધિવાળા ત્યાં પ્રથમથી આવેલા હોય તે મહાદ્ધિવાળા જે કોઈ આવે તેને નમસ્કાર કરે છે. જો મહાઋદ્ધિવાળા પહેલાથી આવેલાં હોય તો પછી આવનારા અલ્પદ્ધિવાળા તેમને નમન કરીને આગળ જાય છે. ૬. અરિહંતના પ્રભાવથી સમવસરણમાં કોઈને કોઈ પ્રતિબંધ હોતો નથી. કોઈ જાતની વિકથા નથી. પરસ્પર વિરોધી જીવને કોઈની ઈર્ષ્યા કે ભય હોતો નથી. કોઈ કોઈને કષ્ટ કે પીડા આપતા નથી. - સમવસરણમાં ત્રણ ગઢની બહાર તથા પ્રથમ ગઢથી ચડતી વખતે તિર્યંચો, મનુષ્યો, દેવો બધાનું આવાગમન સાથે જ હોય છે. જન્મજાત વૈરી એવા તિર્યંચોના વૈર પણ શાંત થઈ જાય છે.
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy