________________
૨૮૫
જગચિંતામણિ-સૂત્ર
-બિંબાઈ પણમામિ
(૫)
છત્તીસ સહસ અસિઈ, સાસય(આ પાઠ પ્રચલિત પરંપરા મુજબ અહીં નોંધેલ છે, તેમાં અનેક સ્થાને પાઠાંતરો મળે છે, જેની નોંધ ‘વિશેષ કથન'માં કરેલ છે. તેમજ તે-તે પદોના વિવેચન સાથે પણ જણાવેલ છે.
# સૂત્ર-અર્થ :
હે ભગવંત ! આપ સ્વઇચ્છાપૂર્વક આજ્ઞા આપો (કે) હું ચૈત્યવંદના કરું. (ત્યારે ગુરુ ભગવંત કહે રેહ), (શિષ્ય કહે-) હું (એમ જ) ઇચ્છું છું અર્થાત્ આપની આજ્ઞા સ્વીકાર કરું છું.
જગતમાં (ભવ્ય જીવોને) ચિંતાતમણિરત્ન સમાન ! જગતના નાથ ! જગતના ગુરૂ ! જગતનું રક્ષણ કરનારા !, જગતના (સર્વ જીવના) નિષ્કારણ બંધુ (સમાન) !, જગતના (મોક્ષમાર્ગના) સાર્થવાહ, જગતના (સર્વ પદાર્થોનાં સ્વરૂપને) જાણવામાં વિચક્ષણ ! અષ્ટાપદ પર્વત પર (ભરત ચક્રવર્તી દ્વારા સ્થપાયેલી) પ્રતિમા યુક્ત, આઠેય કર્મોનો નાશ કરનારા !, અપ્રતિહત (કોઈથી હણાય નહીં તેવા અબાધિત) (૧) શાસનવાળા, હે (ઋષભાદિ) ચોવીસે જિનેશ્વરો ! (આપ) જયવંતા વર્તો.
કરાય છે.
જ્યાં (અસિ‚ મસિ અને કૃષિ રૂપ) કર્મ વ્યવહાર ચાલે છે એવી કર્મભૂમિઓમાં ઉત્કૃષ્ટ (એવા વજ્રઋષભનારાચ) સંઘયણવાળા જિનોની સંખ્યા વધુમાં વધુ ૧૭૦ની હોય છે. અર્થાત્ ૧૭૦ તીર્થંકરો વિચરતા પ્રાપ્ત થઈ શકે છે. વધુમાં વધુ નવ ક્રોડ કેવળજ્ઞાનીઓ (તથા) વધુમાં વધુ નવ હજાર ક્રોડ એટલે કે ૯૦ અબજ સાધુઓ પ્રાપ્ત થઈ શકે છે. અર્થાત્ હોય છે. વર્તમાનકાળે ૨૦ તીર્થંકરો, ૨ ક્રોડ કેવળજ્ઞાની મુનિઓ, ૨૦૦૦ ક્રોડ અર્થાત્ ૨૦ અબજ સાધુઓ છે કે જેમની નિત્ય પ્રાતઃકાળમાં સ્તુતિ (૨) હે સ્વામી ! (આપ) જય પામો ! જય પામો ! શત્રુંજયે રહેલા હે ઋષભદેવ !, ઉજ્જયંત (ગીરનાર) પર (બિરાજમાન) હે નેમિજિન પ્રભુ !, સત્યપુર (સાંચોર) નગરના શણગારરૂપ હે મહાવીર સ્વામી !, ભરૂચતીર્થમાં (બિરાજતા) હે મુનિસુવ્રતસ્વામી !, મુહરિ ગામમાં (બિરાજમાન) દુઃખ તથા પાપનો નાશ કરનારા હે પાર્શ્વ પ્રભુ ! (આપ જયવંતા વર્તા). બીજા (પાંચે) મહાવિદેહમાંના તીર્થંકર ભગવંતો તથા ચાર દિશાઓ અને ચાર વિદિશાઓમાં જે કોઈ તીર્થંકરો ભૂતકાળમાં થઈ ગયા હોય, વર્તમાનકાળમાં વિચરતા હોય છે અને ભાવિમાં હવે પછી થનારા હોય, તે સર્વેને (3) પણ હું વંદન કરું છું.
ત્રણ લોકમાં રહેલા ૮ કરોડ, ૫૭ લાખ, ૨૮૨ (૮,૫૭,૦૦,૨૮૨) શાશ્વત ચૈત્યોને હું વંદના કરું છું. (અહીં ગાથામાં ૯૭ હજાર, ૫૬ લાખ, ૮ ક્રોડ, ૩૨૮૨ એમ જણાવે છે તે બધાંનો સરવાળો કરો એટલે ૮ ક્રોડ + ૫૬ લાખ + ૯૭૦૦૦ + ૩૨૮૨ = ૮,૫૭,૦૦,૨૮૨ થાય છે.
(૪)
ત્રણ લોકમાં રહેતા ૧૫ અબજ, ૪૨ ક્રોડ, ૫૮ લાખ, ૩૬ હજારને એંશી (૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦) શાશ્વત બિંબોને હું પ્રણામ કરું છું.