________________
૨૧૮
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
અર્થાત્ ઇન્દ્રે વારંવાર ભગવંતની માતાની વસ્ત્રો અને આભુષણોથી પૂજા કરી માટે વાસુપૂજ્ય કહેવાયા અથવા વસુ એટલે રત્નો. ભવગંત ગર્ભમાં આવ્યા બાદ વૈશ્રમણે વારંવાર રત્નો વડે રાજકુલને પૂછ્યું - પૂર્ણ કર્યું માટે તેમનું નામ વાસુપૂજ્ય રખાયું. વસુપૂજ્ય રાજાના પુત્ર હોવાથી વાસુપૂજ્ય કહેવાયા. સકલાર્હત્ સ્તોત્ર ગાથા-૧૪ :
-
—
-
૦ વાચ્યાર્થ :- વિશ્વ પર મહાન્ ઉપકાર કરનારા, તીર્થંકર નામકર્મને બાંધનારા તથા સુર, અસુર, મનુષ્યો વડે પૂજ્ય એવા શ્રી વાસુપૂજ્યસ્વામી તમને પવિત્ર કરો. ૦ રહસ્યાર્થ :- કોઈપણ અરિહંતે પૂર્વે તીર્થંકર નામકર્મ બાંધેલ હોય છે. પ્રકૃષ્ટ પુન્ય પ્રકૃતિરૂપ આ કર્મના ઉદયે પ્રત્યેક અરિહંતો વડે જગત્ પર મહાન્ ઉપકાર થાય છે. આ કર્મના કારણે જ તેઓ સુર, અસુર અને મનુષ્યો વડે પૂજાય છે. આવા દેવપૂજિત અરિહંતોના નામ, આકૃતિ, દ્રવ્ય, ભાવ વડે તેઓ ત્રણે જગને પવિત્ર
કરે છે.
(૧૩) વિમલ :- ભરતક્ષેત્રની આ ચોવીસીના તેરમાં તીર્થંકર :૦ સામાન્ય અર્થ જેમના મલ ચાલ્યા ગયા છે તે વિમલ.
જેમના જ્ઞાન આદિ નિર્મલ થયા છે તે વિમલ
– શરીરની અશુચિ અને કર્મરૂપ મેલ એમ બંને પ્રકારનો મલ જેમનો નાશ પામી ગયો છે. તેથી તેઓ વિમલ કહેવાય છે. આ સર્વે અર્થોમાં પ્રત્યેક અરિહંત ‘વિ-મલ’ જ કહેવાય છે.
-
૦ વિશેષ અર્થ :- ભગવંત માતાના ગર્ભમાં આવ્યા પછી ભગવંતની માતાનું શરીર અને બુદ્ધિ અત્યંત નિર્મલ થયા માટે તેમનું નામ વિમલ રાખ્યું.
ભગવંત સુમતિનાથ નામ માટે રજૂ થયેલ વિશેષ કારણ જેવું જ કારણ અહીં પણ જાણવું. ફક્ત તે પ્રસંગમાં અહીં થોડો ફર્ક છે - બે સ્ત્રીઓને પુત્ર માટે વિવાદ થયો. કૃતવર્મા રાજા તેનો ન્યાય કરી શકતા ન હતા. ત્યારે શ્યામા માતાએ ગર્ભના પ્રભાવે ઉત્પન્ન થયેલ વિમલ બુદ્ધિ વડે કહ્યું કે, આ રાજમહેલના આંગણમાં આ હમણાં જ ઉગેલું વૃક્ષ છે અને મારા ગર્ભમાં મહાબુદ્ધિથી યુક્ત પુત્ર છે. મારો પુત્ર જ્યારે યૌવનને પામશે ત્યારે આ શ્રેષ્ઠ વૃક્ષની છાયામાં આ તમારા વિવાદનો નીવેડો લાવશે, એમાં જરાપણ શંકા રાખવા જેવી નથી. તેથી તેટલા કાળ સુધી તમે શાંત રહો. તે વાત જે પુત્રની માતા ન હતી તે શૌક્ય સ્ત્રીએ સ્વીકારી લીધી, પણ જે સાચી માતા હતી તે સ્ત્રી પોતાના પુત્ર માટે એક મુહૂર્તનો પણ વિલંબ સહન કરી શકતી ન હતી. ત્યારે તેણીએ કહ્યું કે, આ પ્રમાણે અમે બંને વિક્ષુબ્ધ અને વિરુદ્ધ ચિત્તવાળા છીએ. તેથી સાથે રહેવાથી ઘર તૂટી જશે. માટે તેને જે ભાગ જોઈતો હોય તે આપી દો. પણ હે દેવી ! મને મારો પુત્ર સોંપી દો. ત્યારે શ્યામાદેવીએ સાચી માતાને પુત્ર સોંપી દીધો અને ન્યાય કર્યો. આ બુદ્ધિ ગર્ભના પ્રભાવે પ્રાપ્ત થઈ હોવાથી ભગવંતનું નામ વિમલ રાખવામાં આવ્યું.
– સકલાર્હત્ સ્તોત્ર ગાથા-૧૫ :