________________
લોગસ્સ સૂત્ર-વિવેચન
૨૧૯ ૦ વાચ્યાર્થ :- ત્રિભુવનમાં રહેલા પ્રાણીઓનાં ચિત્તરૂપી જલને સ્વચ્છ બનાવવા માટે કતકપુલના ચૂર્ણ જેવી શ્રી વિમલનાથ પ્રભુની વાણી જયવંતી વર્તે છે.
૦ રહસ્યાર્થ :- અહીં અરિહંત પરમાત્માની વાણીના સામર્થ્યને રજૂ કરાયેલ છે. જેમ કતકવૃક્ષના ફળોનું ચૂર્ણ ગમે તેવા ગંદા પાણીને નિર્મળ બનાવી દે છે, તેમ અરિહંતોની વાણી ગમે તેવી મલિન ચિત્તવૃત્તિઓને નિર્મળ બનાવી દે છે. વળી વાણીના પાત્રીશ અતિશયોને કારણે સર્વે કોઈ અરિહંતની વાણી જગતમાં જયવંતી વર્તે છે.
(૧૪) અનંત :- ભરતક્ષેત્રની આ ચોવીસીના ચૌદમાં તીર્થકર :૦ સામાન્ય અર્થ :- અનંત કર્મોના અંશોને જિતે તે અનંત. – અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ જેમનામાં છે તે અનંત.
- જેમના જ્ઞાન, બળ, વીર્ય અનંત છે, શાશ્વત કાળ રહેનારું સુખ પણ અનંત છે તેથી તે જિનેશ્વર અનંત કહેવાય છે.
- ઉક્ત ત્રણે અર્થને વિચારતા સર્વ કોઈ તીર્થકરોમાં આ બધાં અર્થો મોજુદ હોય છે, તેથી સર્વે અરિહંતો “અનંત’ જ કહેવાય છે.
૦ વિશેષ અર્થ :- ભગવંત ગર્ભમાં આવ્યા બાદ ભગવંતના માતાએ વિચિત્ર રત્નોથી યુક્ત, જેનો અંત જ ન દેખાતો હોય તેવી અતિવિશાળ માળા સ્વપ્નમાં જોઈ, તેથી તેમનું અનંત નામ રખાયું.
– સકલાર્હત્ સ્તોત્ર ગાથા-૧૬ :
૦ વાચ્યાર્થ :- કરુણારૂપી જલ વડે સ્વયંભૂરમણ સમુદ્રની સ્પર્ધા કરનાર અનંતનાથ પ્રભુ તમને અનંત સુખ-સંપત્તિ આપો.
૦ રહસ્યાર્થ :- આ સ્તુતિમાં અરિહંતોની કરુણાનું અ-માપપણું જણાવ્યું છે. સ્વયંભૂરમણ જેવા અફાટ સમુદ્ર કરતા પણ જેનું કરુણારૂપી જલ વધુ વિસ્તારવાળું છે તેવા અરિહંત એવી ગુણ સ્તવના કરીને અનંત સુખસંપત્તિ આપનારા થાઓ તેવી પ્રાર્થના કરાઈ છે.
(૧૫) ઘર્મ :- ભરતક્ષેત્રની આ ચોવીસીના પંદરમાં તીર્થકર :
૦ સામાન્ય અર્થ :- દુર્ગતિમાં પડતા પ્રાણીઓના સમૂહને ધારણ કરવાથી તેઓ “ધર્મ' કહેવાયા.
– ધર્મના ફળભૂત અતિશયિત રૂપાદિ ગુણોનો સમૂહ તેમને વરેલો છે. તેઓ ધર્મને બતાવનારા છે, સાક્ષાત્ ધર્મનું મૂર્તિમંત સ્વરૂપ જેવા છે. તેથી તેઓ ધર્મદિન કહેવાયા.
– આ બંને અર્થો સર્વ કોઈ અરિહંતમાં ઘટે છે. માટે સર્વે અરિહંતોને ધર્મજિન કહી શકાય છે.
૦ વિશેષ અર્થ :- ભગવંત ગર્ભમાં આવ્યા બાદ તેમની માતાને ધર્મમાં અધિક ઉત્સાહ જાગવા લાગ્યો, તેણી વિશેષ પ્રકારે દાન, દયા આદિ ધર્મવાળા બન્યા. તેથી ખુશ થયેલા તેમના પિતાએ ભગવંતનું “ધર્મ' એવું નામ રાખ્યું
- સકલાર્પતગ ગાથા-૧૭ :