________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
૦ વાચ્યાર્થ :- પ્રાણીઓને ઇચ્છિત વસ્તુ મેળવવામાં કલ્પવૃક્ષ સમાન અને ધર્મની દાન, શીલ, તપ, ભાવ એ ચાર ભેદ દેશના આપનારા એવા શ્રી ધર્મનાથ પ્રભુની અમે ઉપાસના કરીએ છીએ.
૨૨૦
૦ રહસ્યાર્થ :- અરિહંતોને કલ્પવૃક્ષની ઉપમા આપી છે. જેમ કલ્પવૃક્ષ ઇચ્છિત વસ્તુને દેવામાં સમર્થ છે તેમ કોઈપણ અરિહંતની ભક્તિ, ઉપાસના આદિ મનોવાંછિત પૂર્ણ કરનારા બને છે. પછી અરિહંતોની દેશનાનું સ્વરૂપ કહે છે અરિહંતો ચાર પ્રકારના ધર્મની પ્રરૂપણા કરીને જીવોને મોક્ષમાર્ગે ચડાવે છે. તેવા સર્વે અરિહંતોની અમે ઉપાસના કરીએ છીએ.
(૧૬) શાંતિ :- ભરતની આ ચોવીસીના સોળમાં તીર્થંકર :
૦ સામાન્ય અર્થ :- શાંતિનો યોગ કરનારા, શાંતિને કરનારા અથવા તો શાંતિ સ્વરૂપ તેઓ શાંતિ જિન કહેવાય છે.
- પ્રશમભાવને શાંતિ કહેવાય છે. ભગવંત અને શાંતિ એકરૂપ થઈ ગયા છે. તેથી તેમનું નામ શાંતિ છે. આ શાંતિનો ભાવાર્થ રાગદ્વેષથી રહિત થાય છે.
૦ વિશેષ અર્થ :- હસ્તિનાપુર નગરમાં કોઈ ક્ષુદ્ર દેવતાના કોપના દોષથી મહામારીનો ઉપદ્રવ ફાટી નીકળેલો. પ્રભુ જ્યારે અચિરા માતાના ગર્ભમાં આવ્યા ત્યારે જેમ સૂર્યના ઉગવાથી અંધકાર નાશ પામે તેમ ભગવંતના પ્રભાવથી આ મહામારીનો ઉપદ્રવ તુરંત જ શાંત થઈ ગયો. નગરમાં શાંતિ થઈ, તેથી ખુશ થયેલા વિશ્વસેન રાજાએ ત્રણ લોકને વિશે મુગટ સમાન એવા આ ભગવંતનું ‘શાંતિ’ એ પ્રમાણે નામ કર્યું સકલાર્હત્ સ્તોત્ર-ગાથા-૧૮ :
૦ વાચ્યાર્થ :- અમૃતતુલ્ય ધર્મદેશના વડે દિશાઓનાં મુખ ઉજ્વલ કરનાર તથા હરણ લંછનને ધારણ કરનાર શ્રી શાંતિજિન તમોને અજ્ઞાન નિવારણાર્થે થાઓ. ૦ રહસ્યાર્થ :- અરિહંતોની ધર્મદેશનાનું માહાત્મ્ય જણાવતા કહ્યું કે તે અમૃત સમાન મધુર હોય છે. પ્રત્યેક દિશાઓ આ અમૃતમય વાણીરૂપી જ્યોત્સના વડે પ્રકાશીત થાય છે. તથા જે રીતે મૃગલાંછન યુક્ત એવો ચંદ્ર રાત્રિના અંધકારને શાંત કરે છે (નિવારે છે) તે રીતે અરિહંત રૂપી ચંદ્ર પણ અજ્ઞાનરૂપી અંધકારને શાંત કરે છે. તેથી આવા અરિહંત તમારા પણ અજ્ઞાનની શાંતિ કરનારા (નિવારનારા) થાઓ. (૧૭) કુંથુ :- ભરતક્ષેત્રની આ ચોવીસીના સત્તરમાં તીર્થંકર.
૦ સામાન્ય અર્થ :- ‘કુ' એટલે પૃથ્વી. ત્યાં રહેનાર (વિચરનાર) તે કુંથુ. આ અર્થમાં સર્વે અરિહંતો ‘કુંથુ' જ કહેવાય કેમકે તેઓ વિચરણશીલ છે.
૦ વિશેષ અર્થ :- ભગવંત ગર્ભમાં આવ્યા, ત્યારપછી તેમના માતાએ સ્વપ્નમાં મનોહર ઊંચા મહાપ્રદેશમાં રહેલા રત્નમય સ્તૂપ જોયેલો હતો. તેના આધારે ભગવંતનું ‘કુંથુ' એવું નામ રાખ્યું.
સકલાર્હત્ સ્તોત્ર-ગાથા-૧૯ :
૦ વાચ્યાર્થ :- અતિશયોની ઋદ્ધિથી યુક્ત અને સુર, અસુર તથા મનુષ્યોના સ્વામીઓના એક માત્ર સ્વામી એવા કુંથુનાથ ભગવાન્ તમને લક્ષ્મીને માટે થાઓ.
-
—