________________
લોગસ્સ સૂત્ર-વિવેચન
૦ રહસ્યાર્થ :- અરિહંતોના અતિશયો રૂપી ઋદ્ધિનો ઉલ્લેખ કરીને આગળ જણાવ્યું કે, સુર, અસુર, મનુષ્યોના સ્વામી એવા સુરેન્દ્ર-અસુરેન્દ્ર તથા નરેન્દ્રોના પણ જો કોઈ એકમાત્ર નાથ હોય તો તે અરિહંત પરમાત્મા છે. આવા પૃથ્વી પર વિચરીને રહેલા ભગવંતો મોક્ષરૂપી લક્ષ્મી આપો.
(૧૮) અર :- ભરતક્ષેત્રની આ ચોવીસીના અઢારમાં તીર્થંકર—
૦ સામાન્ય અર્થ :- સર્વોત્તમ મહાસત્ત્વશાળી કુળમાં જે ઉત્પન્ન થાય અને તેની અભિવૃદ્ધિને માટે થાય તેને વૃદ્ધ પુરુષોએ ‘અર' નામ આપ્યું છે.
न राति इति अर જે જીવોને નથી આપતા શાપ કે નથી આપતા વરદાન,
―
-
તેવા જિનેશ્વરો રાગદ્વેષથી રહિત હોવાથી ‘અર' કહેવાય છે.
આ બંને અર્થો સર્વે અરિહંતોને લાગુ પડે છે, કેમકે સર્વે અરિહંત વૃદ્ધિને કરનારા અને રાગદ્વેષ રહિત હોય છે. તેથી તેઓ સર્વે ‘અર' કહેવાય.
-
૨૨૧
૦ વિશેષ અર્થ :- ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારપછી તેમના માતાએ સ્વપ્નમાં સર્વ રત્નમય અતિ સુંદર અને મહાપ્રમાણવાળો ચક્રનો આરો જોયો તેથી તેમના માતાપિતાએ ભગવંતનું ‘અર' એવું નામ રાખેલું.
સકલાર્હત્ સ્તોત્ર ગાથા-૨૦ :
૦ વાચ્યાર્થ :- (કાળચક્રના) ચોથા આરારૂપી ગગનમંડલમાં સૂર્યરૂપ એવા શ્રી અરનાથ ભગવંત તમને ચતુર્થ પુરુષાર્થરૂપ એવી મોક્ષલક્ષ્મીને આપો.
૦ રહસ્યાર્થ :- અહીં ‘ચતુર્થ આરો’ શબ્દથી ઉત્સર્પિણી અવસર્પિણી આદિ કાલચક્રનો નિર્દેશ કર્યો છે. ભરત-ઐરવત ક્ષેત્રને આશ્રીને કહીએ તો સામાન્યતયા સર્વે અરિહંતો ચોથા આરામાં થાય છે. વળી પુરુષાર્થના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર ભેદોમાં ચોથો પુરુષાર્થ મોક્ષ છે. તે પ્રાપ્ત કરવામાં અરિહંતોનો અનુગ્રહ અપેક્ષિત છે - તે પ્રાર્થના કરેલી છે.
-
(૧૯) મલ્લિ :- ભરતક્ષેત્રની આ ચોવીસીના ઓગણીસમાં તીર્થંકર સામાન્ય અર્થ :- પરીષહો આદિ મલ્લોને જીતવાથી ‘મલ્લિ’.
– મોહ વગેરે મલ્લોને મથી નાંખનાર શુક્લધ્યાન નામનો મક્ષ જેમના પરિગ્રહમાં વિદ્યમાન છે તેથી તે જિનેશ્વર ‘મલ્લિ’ કહેવાય છે.
―
સર્વે કોઈ અરિહંતો રાગ-દ્વેષરૂપી મલ્લનું મથન કરે છે તેમજ સર્વેને શુક્લધ્યાનરૂપી મલ વિદ્યમાન હોય છે. તેથી આ બંને અર્થોમાં સર્વે અરિહંતો ‘મલ્લિ’ કહેવાય છે.
સકલાર્હત્ સ્તોત્ર ગાથા-૨૧ :
૦ વાચ્યાર્થ :- સુરો, અસુરો અને મનુષ્યોના અધિપતિરૂપ, મયૂરો માટે નવા મેઘ સમાન તથા કર્મરૂપી વૃક્ષને મૂળથી ઉખેડવા માટે ઐરાવણ હાથી સમાન એવા મલ્લિનાથની અમે સ્તુતિ કરીએ છીએ.
૦ રહસ્યાર્થ :- જેની સ્તુતિ કરીએ છીએ તે અરિહંતોના ત્રણ વિશેષણો અહીં નોંધ્યા છે – (૧) તેઓ સુર-અસુર અને મનુષ્યોના નાથ-સ્વામી છે. (૨) મયૂરો