________________
૨૧૭
લોગસ્સ સૂત્ર-વિવેચન થઈ ગયો તેથી ભગવંતનું ‘શીતલ” એવું નામ રાખ્યું.
- સકલાર્હત્ સ્તોત્ર ગાથા-૧૨ :
૦ વાચ્યાર્થ :- પ્રાણીઓના પરમાનંદરૂપ કંદને પ્રગટાવવા માટે નવીન મેઘ સ્વરૂપ તથા સ્યાદ્વાદરૂપી અમૃતને વરસાવનાર શીતલનાથ પ્રભુ તમારું રક્ષણ કરો.
૦ રહસ્યાર્થ :- આ સ્તુતિ દ્વારા જણાવે છે કે, અરિહંતો પરમાનંદરૂપી કંદને પ્રગટાવવામાં નૂતન-મેઘ સમાન હોય છે. કેમકે જ્યાં જ્યાં અરિહંતો વિચરે છે ત્યાં
ત્યાં દુષ્કાળ, રોગ, મારી, ભય આદિ શાંત થઈ જાય છે જેનાથી લોકો પ્રસન્નતા અનુભવે છે. વળી અરિહંતોની વાણી સ્યાદ્વાદથી યુક્ત અને પાત્રીશ ગુણોથી યુક્ત હોવાથી અમૃત ઝરતી હોય તેવી લાગે છે. જેના વડે સર્વે કોઈ અરિહંતો પ્રાણીઓને દુર્ગતિથી રક્ષણ કરનારા થાય છે.
(૧૧) શ્રેયાંસ :- ભરતક્ષેત્રની આ ચોવીસીના અગીયારમાં તીર્થકર :
૦ સામાન્ય અર્થ :- સમસ્ત ભવનનું શ્રેયસ્ અર્થાત્ કલ્યાણને કરનારા તે શ્રેયાંસ. આ તથા હવેનો અર્થ સર્વે અરિહંતને માટે પણ સ્વીકાર્ય જ છે.
- શ્રેય : અર્થાત્ પ્રશંસનીય અંશો - દેહના અવયવો જેમના છે તે શ્રેયાંસ.
૦ વિશેષ અર્થ :- ભગવંતના કુળમાં પરંપરાગત એવી એક શય્યા હતી. આ શય્યા દેવતાથી અધિષ્ઠિત હતી. તેની હંમેશા પૂજા થતી હતી. જે તેના પર ચઢે તેને દેવતા ઉપસર્ગ કરતો હતો. આ રીતે કુલ દેવતાના પ્રભાવથી તે શય્યા અપરિભોગ્યા - કોઈ ભોગવી શકે નહીં તેવી હતી. કુલદેવતા પોતાના સ્વજન સિવાય ત્યાં કોઈ સુવે તે સહન કરતા નહીં. ભગવંત ગર્ભમાં આવ્યા પછી વિષ્ણુમાતાને તે શય્યા પર સૂવાનો દોદ (ઇચ્છા) થયો. માતા જેવા તે શય્યા પર ચયા કે ગર્ભના પ્રભાવે તે દેવતા ચીસ પાડીને ત્યાંથી નાસી ગયા, આ રીતે તે અરિહંત પરમાત્માના નિમિત્તે દેવની પરીક્ષા કરવામાં આવી.
– સકલાર્હત્ સ્તોત્ર ગાથા-૧૩ :
૦ વાચ્યાર્થ:- જેમનું દર્શન ભવરોગથી પીડાતા પ્રાણીઓને વૈદ્યના દર્શન જેવું છે તથા જેઓ નિઃશ્રેયસ અર્થાત્ મુક્તિરૂપી લક્ષ્મીના પતિ છે, તેવા શ્રી શ્રેયાંસ પ્રભુ તમને શ્રેય (મુક્તિ)ને માટે થાઓ.
૦ રહસ્યાર્થ :- અરિહંત ભગવંતોની સ્તુતિ કરતા અહીં બે વાત મૂકી છે. (૧) પ્રત્યેક અરિહંતો ભવરૂપી રોગનો નાશ કરનારા હોય છે. તેથી તેઓ ભવ-વૈદ્ય કહેવાય છે. જેમ વૈદ્યનું દર્શન માત્ર રોગીને આનંદ આપી જાય છે તેમ ભગવંતનું દર્શન માત્ર પણ મુમુક્ષુને પ્રસન્નતા આપે છે. (૨) અરિહંત મુક્તિરૂપી લક્ષ્મીના સ્વામી છે તેથી તમને પણ મુક્તિ માટે નિમિત્તરૂપ છે.
(૧૨) વાસુપૂજ્ય :- ભરતક્ષેત્રની આ ચોવીસીના બારમાં તીર્થકર :
૦ સામાન્ય અર્થ :- વસુ અર્થાત્ દેવોને પૂજ્ય તે વાસુપૂજ્ય. સર્વે કોઈ અરિહંત ઇન્દ્રાદિકને પૂજ્ય હોવાથી તે સર્વે “વાસુપૂજ્ય' કહેવાય છે.
૦ વિશેષ અર્થ :- ભગવંત જ્યારે માતાના ગર્ભમાં આવ્યા ત્યારે વાસવે