________________
૨૧૬
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ (૯) સુવિધિ :- ભરતક્ષેત્રની આ ચોવીસીના નવમાં તીર્થકર –
– આ તીર્થકરના બે નામો અહીં નોંધાયા છે – સુવિધિ અને પુષ્પદંત. ચોવીસમાંથી આ એક જ પરમાત્માના બે નામોનો ઉલ્લેખ શા માટે સૂત્રમાં થયો છે ? તે સંબંધમાં આવશ્યક નિર્યુક્તિ કે વૃત્તિમાં કોઈ જ ખુલાસો જોવા મળતો નથી. માત્ર તે નામનું કારણ ગ્રંથોમાં જોવા મળે છે. જેમાં કોઈ સુવિધિને વિશેષણ માને છે તો કોઈ પુષ્પતને વિશેષણ માને છે. તો કોઈ આ બંને એક જ તીર્થકરના બે અલગ-અલગ નામો છે તેવું જણાવે છે.
૦ સામાન્ય અર્થ :- જેમની વિધિ એટલે કે સર્વ કાર્યોમાં કૌશલ્ય સુંદર છે તેથી તેને સુવિધિ કહે છે.
– વિધિ અર્થાત્ શાસ્ત્રમાં બતાવેલી ક્રિયા, જેમની સુંદર છે તે “સુવિધિ’. આ અર્થ સર્વે અરિહંતોને લાગુ પડે છે તેથી સર્વે અરિહંત ‘સ-વિધિ' કહી શકાય,
૦ વિશેષ અર્થ :- ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારે ભગવંતના માતા સર્વ વિધિમાં કુશળ બન્યા માટે ભગવંતનું સુવિધિ નામ રખાયું.
– મચકુંદના પુષ્પો જેવી શ્વેતદંત પંક્તિ હોવાથી તે પુષ્પદંત પણ કહેવાયા. આ અર્થ સામાન્ય અને વિશેષ એવા બંને અર્થો ધરાવે છે.
– સકલાર્હત્ સ્તોત્ર ગાથા-૧૧ :
૦ વાચ્યાર્થ :- જેઓ કેવળજ્ઞાનની સંપત્તિ વડે સમગ્ર જગને હાથમાં રહેલાં આમળાના ફળની માફક જોઈ રહેલા છે તથા જે અચિંત્ય એવા માહાભ્ય (પ્રભાવ)ના નિધિ સમાન છે તેવા સુવિધિનાથ ભગવંત તમને બોધિની પ્રાપ્તિ કરાવનારા થાઓ.
૦ રહસ્યાર્થ :- સર્વે કોઈ અરિહંતો કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી સર્વે દ્રવ્યોના સર્વ પર્યાયાને કે ભાવોને જુએ છે અને જાણે છે. તેથી જેમ હાથમાં રહેલ આમળાને આખો આખો જોઈ શકાય છે, તેમ તેઓ વિશ્વની તમામ વસ્તુઓને જોઈ શકે છે. વળી તેઓ કલ્પનાતીત માહાસ્યથી ભરપુર હોય છે. આવા સર્વે કોઈ અરિહંતની ઉપાસના બોધિબીજની પ્રાપ્તિ કરાવે છે.
(૧૦) શીતલ :- ભરતક્ષેત્રની આ ચોવીસીના દશમાં તીર્થકર :
૦ સામાન્ય અર્થ :- સમગ્ર પ્રાણીઓના સંતાપનું હરણ કરનારા તથા શીતળતાજન્ય આહૂલાદને ઉત્પન્ન કરનારા હોવાથી શીતલ કહેવાય છે.
- જેમના વચન શીતલ છે, જેમની લેણ્યા શીતલ છે તે કારણથી તેઓ શીતલનાથ કહેવાય છે. જો કે આ બંને વ્યાખ્યાનુસાર સર્વે કોઈ અરિહંત પરમાત્મા શીતલ' જ કહેવાશે.
૦ વિશિષ્ટ અર્થ :- ભગવંતના પિતા દૃઢરથ રાજાને પૂર્વે શરીરમાં પિત્તદાહ ઉત્પન્ન થયો હતો. તેઓએ અનેક વૈદ્યોની બોલાવીને ઉપચાર કરાવ્યા. કેટલાંયે ઔષધોનું સેવન કર્યું પણ તેમનો પિત્તદાહ કિંચિત્ પણ શાંત થતો ન હતો. પણ જ્યારે ભગવંત નંદારાણીના ગર્ભમાં આવ્યા, ત્યારપછી જ્યારે ભગવંતના માતા નંદારાણીએ ભગવંતના પિતા દૃઢરથ રાજાને સ્પર્શ કર્યો ત્યારે ભગવંતના પ્રભાવથી તે પિત્તદાહ તુરંત જ શાંત