________________
લોગસ્સ સૂત્ર-વિવેચન
૨ ૧૫ ઉન્મેલા કરીને જણાવ્યું કે તેઓ અંતરંગ શત્રુનું મથન કરવામાં એટલા બધાં કોપાયમાન થઈ ગયા કે અરિહંત પરમાત્માઓનું શરીર તે કોપ વડે રક્તવર્ણય થઈ ગયું. સર્વે કોઈ અરિહંતો પોતાના આંતરશત્રુને જીતવા માટે પ્રબળ પુરુષાર્થ કરનારા હોય છે. તેથી સર્વે “પદ્મ-પ્રભહોય છે.
(૭) સુપાર્શ્વ :- ભરતક્ષેત્રની આ ચોવીસીના સાતમાં તીર્થકર – ૦ સામાન્ય અર્થ :- જેમના પડખાં શોભન-સુંદર છે તે “સુપાર્થ'.
– પાર્થ એટલે શરીરનો એક અવયય જેને પડખાં કહે છે. તે જેમના સુંદર છે તે. આ અર્થમાં સર્વે કોઈ અરિહંત “સુ-પાર્થ જ હોય છે.
૦ વિશેષ અર્થ :- જે અરિહંત ગર્ભમાં આવ્યા, ત્યારે તે ગર્ભના પ્રભાવથી માતાનો પાર્થભાગ સુંદર-શોભન બન્યો માટે તેમનું નામ સુપાર્શ્વ રાખ્યું.
– સકલાર્હત્ સ્તોત્ર ગાથા-૯ :
૦ વાચ્યાર્થ - ચતુર્વિધ સંઘ-રૂપી આકાશમંડળમાં સૂર્ય સમાન અને મોટા ઇન્દ્રોથી પૂજાયેલા ચરણવાળા શ્રી સુપાર્શ્વનાથ જિનેન્દ્રને નમસ્કાર હો.
૦ રહસ્યાર્થ:- અરિહંત પરમાત્માને નમસ્કાર કરતાં જણાવ્યું કે, મોટા ઇન્દ્રોએ પણ જેમના ચરણની પૂજા કરેલી છે અને શ્રમ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વર્ણ સંઘરૂપી ગગન મંડલમાં તેઓ દેદીપ્યમાન સૂર્ય જેવા છે. કેમકે સૂર્યની માફક તેઓ પણ જ્ઞાનપ્રકાશ આપનારા હોય છે. આ ગુણ સર્વે કોઈ અરિહંતમાં અંતર્લિન હોય છે, માટે તેમને નમસ્કાર કર્યા છે.
(૮) ચંદ્રપ્રભ :- ભરતક્ષેત્રની આ ચોવીસીના આઠમાં તીર્થકર :૦ સામાન્ય અર્થ :- ચંદ્રના જેવી સૌમ્ય પ્રભા-કાંતિ જેમની હોય છે તે.
– જેમના દેહની પ્રભા, કાંતિ, જ્યોખ્ખા ચંદ્ર સદશ છે તેથી તેઓ “ચંદ્રપ્રભ કહેવાય છે, સર્વે કોઈ અરિહંત ચંદ્ર જેવા સૌમ્યુલેશ્ય હોવાથી તેઓ બધાં “ચંદ્ર-પ્રભ” જ કહેવાય છે.
૦ વિશેષ અર્થ :- જ્યારે ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારે તેમની માતાને ચંદ્રનું પાન કરવાનો દોહદ (ઇચ્છા) થઈ. વળી ભગવંત ચંદ્ર સમાન વર્ણવાળા હતા તેથી તેમનું નામ ચંદ્રપ્રભ રાખવામાં આવ્યું.
– સકલાર્હત્ સ્તોત્ર ગાથા-૧૦ :
૦ વાચ્યાર્થ :- ચંદ્રના કિરણોના સમૂહ જેવી શ્વેત અને જાણે મૂર્ત થયેલા શુક્લધ્યાનથી બનાવી હોય તેવી શુક્લ ચંદ્રપ્રભસ્વામીની મૂર્તિ (આકૃતિ) તમને લક્ષ્મીને માટે (આત્મલક્ષ્મીની વૃદ્ધિ કરનારી) થાઓ.
૦ રહસ્યાર્થ :- અરિહંત પરમાત્માની સ્તુતિ દ્વારા અહીં જણાવ્યું છે કે, અરિહંતોની આકૃતિ-મૂર્તિ પણ જાણે શુક્લધ્યાન સાકાર થયું હોય તેવી સત્ત્વ-ભરપૂર હોય છે. તેનું દર્શન માત્ર પણ (આર્દ્રકુમાર કે શય્યભવ સૂરિજીની માફક) આત્મલક્ષ્મીની વૃદ્ધિ કરનારું થાય છે. એવી કોઈપણ અરિહંત-મૂર્તિ અથવા કાયા પ્રાણીમાત્રને વિશિષ્ટ ફળદાયી બને છે.