________________
૨૧૪
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ ચિંતાનું કારણ પૂછ્યું. ત્યારે રાજાએ ઝઘડાની વાત કરી, તે વખતે ગર્ભમાં આવેલા ભગવંતના પ્રભાવથી સુમંગલા રાણીને એવી નિશ્ચયકારી સુંદર મતિ ઉત્પન્ન થઈ કે જેના પ્રભાવે તેણીએ એવો ન્યાય આપ્યા કે તમે ધન અને પુત્ર બંનેના બબ્બે ભાગ કરીને બંને શોક્યોને કહે કે વહેંચી લે. તે ન્યાય સાંભળીને પુત્રની જે સાચી માતા ન હતી તેણીએ આ ન્યાયને કબુલ કરી લીધો. પણ પુત્રની જે સાચી માતા હતી તેણીએ કહ્યું કે, હે દેવી ! આવી આજ્ઞા ન કરો. તમે બધું જ ધન મારી શોક્યને આપી દો, પણ મને મારો પુત્ર સોંપી દો, જેથી હું તેને જીવતો તો જોઈ શકું. ત્યારે રાજાએ તે સ્ત્રીને સગી માતા જાણી પુત્ર અને ધન બંને તેને સોંપી દીધા અને શોક્ય સ્ત્રીને જૂઠી છે તેમ જાણીને દેશનિકાલ કરી. આવી સુંદર બુદ્ધિ ગર્ભના પ્રભાવે ઉત્પન્ન થઈ હોવાથી રાજાએ આ ભગવંતનું નામ “સુમતિ' રાખ્યું.
– સકલાર્હત્ સ્તોત્ર ગાથા-૭ :
૦ વાચ્યાર્થ :- જેમના ચરણના નખોની પંક્તિઓ દેવોના મુગટરૂપી સરાણના અગ્રભાગથી ચકચકિત થઈ છે, તે ભગવાન્ સુમતિસ્વામી તમને મનો-વાંછિત આપો.
૦ રહસ્યાર્થ :- અરિહંતો દેવાધિદેવ હોય છે. અનેકાનેક દેવો તેમના ચરણમાં નમે છે તે વાત આ સ્તુતિમાં જણાવી છે. એવા દેવાધિદેવ સર્વે અરિહંતો કે જેમની મતિ શોભન-સુંદર છે, તેમની ભક્તિ કરવાથી સર્વે પ્રાણીઓના મનમાં વાંછિત-ઇચ્છિત પરિપૂર્ણ થાય છે.
(૬) પદ્મપ્રભ :- ભરતક્ષેત્રની આ ચોવીસીના છઠા તીર્થકર.
૦ સામાન્ય અર્થ :- નિષ્પકતા ગુણને આશ્રીને પદ્મ (કમલ)ના જેવી જેમની પ્રભા છે તે પદ્મપ્રભા
– જો કે કમળ ઘણાં પ્રકારનું હોય છે. છતાં પણ અહીં લાલ કમળનો જ અધિકાર છે, તેના જેવી કાંતિ જેમની છે (અંતરંગ શત્રુના મથન માટે કોપયુક્ત થયેલા હોવાથી લાલવર્ણ સદેશ પ્રભાવાળા) તે પદ્મપ્રભ
– નિષ્પકતાનો ગુણ અને અંતરંગ શત્રુના મથન માટે કોપયુક્ત થવાથી રક્તવર્ણીય કાંતિયુક્ત દેહ આ બંને વિશેષણ સર્વે કોઈ અરિહંતને પણ લાગુ પડે જ છે, તેથી સર્વે અરિહંત “પદ્ય-પ્રભ” કહેવાય છે.
૦ વિશેષ અર્થ :- ભગવંત ગર્ભમાં આવ્યા બાદ માતાને કમલની શય્યામાં સુવાનો દોહદ (ઇચ્છા) થઈ, જે દેવતાએ પૂર્ણ કરી, વળી ભગવંતનો વર્ણ પણ પદ્મ સદશ હતો માટે તેમનું નામ પદ્મપ્રભ રખાયું.
- જો કે વાસુપૂજ્ય સ્વામીનો વર્ણ પણ લાલ (રક્ત) જ છે, છતાં સુશીમા માતાને પદ્મ-કમળની શય્યામાં સૂવાનો જે દોહદ થયો તેથી પદ્મપ્રભ નામ થયું.
- સકલાત્ સ્તોત્ર ગાથા-૭ :
૦ વાચ્યાર્થ :- અંતરના શત્રુઓને હણવા માટે ક્રોધના આવેશથી જાણે લાલ થઈ હોય તેવી શ્રી પપ્રભસ્વામીની કાયાની કાંતિ તમારી આત્મલક્ષ્મીને પુષ્ટ કરો.
૦ રહસ્યાર્થ :- અરિહંત પરમાત્માની સ્તુતિ કરતાં તેમની રક્તવર્ણ કાંતિની