________________
લોગસ્સ સૂત્ર-વિવેચન
૨૧૩
સિંચવા માટે નીક સમાન છે, તે શ્રી સંભવનાથ ભગવંતની વાણી જયવંતી વર્તે છે. ૦ રહસ્યાર્થ :- જેમનાથી સુખની પ્રાપ્તિ થાય તેવા અરિહંતની વાણીની પ્રશંસા કરતા જણાવ્યું કે, ભવ્યજીવોને જો બગીચાની ઉપમા આપીએ તો અરિહંતોની આ વાણીને પાણીની નીક સમાન ગણવી જોઈએ. કેમકે જેમ પાણીની નીક વડે જેમ બગીચામાં સર્વ વનસ્પતિને પુષ્ટ કરે છે, તેમ સર્વે અરિહંતની વાણી ભવ્યજનોમાં સદાચાર આદિ સંસ્કારોને પુષ્ટ કરે છે.
(૪) અભિનંદન :- ભરતક્ષેત્રની આ ચોવીસીના ચોથા તીર્થંકર– ૦ સામાન્ય અર્થ :- દેવેન્દ્રો આદિથી અભિનંદન કરાયા તેથી અભિનંદન. અભિનંદે છે અર્થાત્ પોતાના રૂપ વગેરે ગુણો વડે સમગ્ર ત્રિભુવનને જેઓ આનંદ આપે છે, તેથી સર્વે અરિહંત અભિનંદન કહેવાય.
૦ વિશેષ અર્થ :- જે ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારથી અત્યંત ભક્તિથી યુક્ત સૌધર્મેન્દ્રએ આવી-આવીને માતાનું વારંવાર અભિનંદન કર્યું. તેથી તેમનું નામ અભિનંદન રખાયું.
સકલાર્હત્ સ્તોત્ર-ગાથા-૬ -
૦ વાચ્યાર્થ :- અનેકાંતમતરૂપી સમુદ્રને ઉન્નસિત કરવા માટે ચંદ્ર સ્વરૂપ એવા ભગવાન્ અભિનંદન અમને પરમ આનંદ આપો.
-
www.
૦ રહસ્યાર્થ :- અરિહંતોની દેશનામાં અનેકાંત શૈલી હોય છે. તથા સર્વ પ્રાણીઓ ને અનંદ-આનંદ આપવાની તેમની અપૂર્વ શક્તિ હોય છે. અરિહંતોની વાણી સદા સાપેક્ષ અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવને જોઈને યોજાયેલી હોય છે. વળી અરિહંતોની બલવતી પુન્ય પ્રકૃતિને કારણે તેમના દર્શન, વંદન, શ્રવણ કે માત્ર નામસ્મરણ પણ પરમ આનંદ આપે છે. આ વાત સર્વ કોઈ અરિહંતમાં સમાનપણે સત્ય છે. તેથી “અમને પરમ આનંદ આપો'' પ્રાર્થના બધા પાસે થઈ શકે છે.
(૫) સુમતિ :- ભરતક્ષેત્રની આ ચોવીસીના પાંચમાં તીર્થંકર.
૦ સામાન્ય અર્થ :- જેમની મતિ શોભન-સુંદર છે તે સુમતિ
પાપના આચારોના નિમિત્તમાંથી મોક્ષ સન્મુખ શુભ તિ જેમની થઈ છે તે સુમતિ. આ રીતે સર્વે અરિહંતો સુ-મતિ જ છે.
૦ વિશેષ અર્થ :- આ ભગવંત ગર્ભમાં આવ્યા બાદ જેમના માતા સર્વ અર્થોના નિશ્ચય કરવામાં મતિ સંપન્ન થયા અને બે શોક્યો વચ્ચેના ઝઘડાનું સમાધાન કર્યું. તેથી ભગવંતનું નામ સુમતિ રાખવામાં આવ્યું.
કોઈ વણિક પરદેશ ગયેલો, લાંબા કાળ સુધી પાછો આવ્યો નહીં. મૃત્યુ પામ્યો પછી તેની બંને પત્નીઓ એટલે કે શોક્યો વચ્ચે વ્યવહાર બંધ થયો. બંને શોક્ય વચ્ચે એક જ પુત્ર હતો. તેથી બંનેનો તે બાળકને ગ્રહણ કરવાનો આગ્રહ હતો. તે બંને વચ્ચે પુત્ર માટે ઝઘડો થયો. આ ઝઘડાનો ન્યાય કરાવવા તેણી બંને મેઘરાજા પાસે આવી. રાજા ચિંતાતુર થયો કે આ બંનેમાંથી બાળકની સગી મા કોણ ? અને સાવકી મા કોણ ? તે નિર્ણય કઈ રીતે કરવો ? ત્યારે સુમંગલા રાણીએ રાજાને
—
-