SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૧ ભાવ અરિહંતોના સ્વીકાર માટે અહીં કેવલી પદ મૂકેલ છે. – હેમચંદ્રાચાર્યજી, દેવેન્દ્રસૂરિજી આદિ - અહીં કેવલી' પદથી માત્ર ભાવ અરિહંતોને જ ગ્રહણ કરવા અર્થાત્ જ્યારે તેઓ અરિહંત થઈને જ વિચરતા હોય તે અરિહંતોને ગ્રહણ કરવા, પણ રાજ્યવસ્થા કે મુનિ અવસ્થામાં વિચરતા અરિહંતો ન લેવા. કારણ કે તે અવસ્થામાં તે ભાવ અરિહંત નથી પણ દ્રવ્ય અરિહંત છે. જ્યારે અહી આ સૂત્ર માત્ર ભાવઅરિહંતોની જ સ્તુતિ છે. (આ વ્યાખ્યાનુસાર તો પ શબ્દથી ગ્રહણ કરતા અન્ય તીર્થકરોમાં પણ ઐરાવતની વર્તમાન ચોવીસી અને મહાવિદેહના વિહરમાન જિનો જ ગ્રહણ થશે.) ૦ પ્રથમ ગાથાને અંતે શ્રી હરિભદ્રસૂરિએ રજૂ કરેલ તાર્કિક વિચારણા: (ભૂમિકા :- અરિહંત દેવો નિયમથી જિન હોય છે. કેમકે તેઓ રાગ અને ષના વિજેતા હોય છે. રાગ-દ્વેષનો સંપૂર્ણ વિજય થતા મોહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મની સર્વ પ્રકૃત્તિઓનો સર્વથા ક્ષય થાય છે. તેમ થતાં તે કેવલી બને છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં જ તેઓ લોકના સંપૂર્ણ સ્વરૂપનો પ્રકાશ કરે છે તેથી લોક-ઉદ્યોતકર બને છે. ત્યારે તે ચતુર્વિધ શ્રી સંઘની સ્થાપના કરે છે અને એ રીતે ધર્મતિર્થ પ્રવર્તન થાય છે.) – નીજ ધોતા એમ કહેવાથી ધમતિર્થકર પદ આવી જ જાય છે. તો પછી તેને અલગ શા માટે મૂક્યું ? – લોકનો ઉદ્યોત તો અવધિજ્ઞાની, વિર્ભાગજ્ઞાની પણ કરે. કેમકે તેઓ સમસ્તલોકના પ્રકાશક નથી, તો પણ લોકના અમુક ભાગને તો પ્રત્યક્ષ જુએ જ છે. તેથી તે પણ લોકઉદ્યોતકર કહી શકાય. એ જ રીતે સૂર્ય-ચંદ્ર પણ લોકપ્રકાશક છે. પણ આ બધાંનું ગ્રહણ ન કરવા “ધર્મતિર્થકર' પદ મૂક્યું, જેથી આ બધાંનો વ્યાખ્યામાંથી આપોઆપ લોપ થઈ જાય. – તો પછી થતિસ્થયને એકલું જ મૂકવું હતું ને ? “લોગસ્સ ઉજ્જો અગરે પદની શું આવશ્યકતા હતી ? – જો કોઈ મોટી નદી, સરોવર આદિ જળાશયોમાં સહેલાઈથી અને નિર્ભીકપણે ઉતરવા માટે આરો બનાવે છે, તો તે પણ તીર્થ કહેવાય છે. એ તીર્થને કોઈ પુણ્યપ્રાપ્તિ માટે ધર્મબુદ્ધિએ બનાવેલ હોય તો તે પણ ધર્મતીર્થકર કહેવાશે. તે શું તેમનું કીર્તન કરવાનું ? – ન જ કરાયને ? માટે અહીં લોગસ્સ ઉજ્જો અગરે પદ પણ જરૂરી છે. – તો પછી નિને પદની શું જરૂર છે ? કેમકે લોકના ઉદ્યોતકર અને ધર્મતીર્થકર તો જિન હોવાના જ. – અન્ય મતાવલંબીઓ પણ તેમના માનેલા ઈશ્વરને લોકઉદ્યોતકર તથા ધર્મતીર્થકર માટે જ છે. તેમનું ગ્રહણ ન થઈ જાય માટે અહીં જિન શબ્દ મૂક્યો છે. તેઓની માન્યતા મુજબના ઈશ્વર જ્યારે તીર્થનો નાશ કે સંહાર થતો હોય ત્યારે ફરી સંસારમાં જન્મ ધારણ કરી પાછા આવે છે. હવે જન્મ લેવા માટે કર્મનું હોવું જરૂરી છે. જેમને રાગાદિ જન્ય સર્વ કર્મોનું બીજ સર્વથા બળી ગયેલ હોય તેઓ ફરી જન્મ ધારણ જ કઈ રીતે કરી શકે ? જેઓ રાગાદિના સંપૂર્ણ વિજેતા છે તે જ જિન
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy