________________
લોગસ્સ સૂત્ર-વિવેચન
૨૦૭
પ શબ્દથી અન્ય સર્વે અરિહંતોનું પણ ગ્રહણ કરવું. આ વાતથી એવું તારણ આપી શકાય કે, પિ શબ્દથી ભરત ક્ષેત્રની વર્તમાન ચોવીસીના ચોવીસ અરિહંતો સિવાયના આ જ ભરતક્ષેત્રના પૂર્વે થયેલા સર્વે અરિહંતો પાંચે ઐરાવત ક્ષેત્ર અને પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં થયેલા તથા આ ભરત સિવાયનાં ચારે ભરત ક્ષેત્રમાં થયેલા સર્વે અરિહંતોનું પણ હું કીર્તન કરીશ - સ્તવના કરીશ તે વાતને સમજી લેવી.
ટૂંકમાં પિ શબ્દથી ચોવીસ સિવાયના સર્વે અરિહંતો ગ્રહણ થાય છે.
અહીં વરવવં શબ્દથી ચોવીસ અરિહંતોની નામપૂર્વક સ્તવના જણાવે છે, તે રીતે ઉપ શબ્દથી બાકીના અરિહંતોની ભાવસ્તવના જણાવે છે. કેમકે બાકીના અરિહંતોને માત્ર સ્મરણમાં લાવીને તેમની સ્તુતિ કરી છે.
• કેવલી :- કેવળજ્ઞાની, જેનામાં કેવલીપણું વિદ્યમાન છે તે–
‘અરિહંત'ના વિશેષણ રૂપે પૂર્વે લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિર્થીયરે અને જિણે ત્રણ શબ્દો નોંધાયા, પછીનું આ ચોથું વિશેષણ છે – વત્ની. આ પદ બીજી વિભક્તિ બહુવચનમાં આવેલું છે.
સામાન્યથી એમ કહેવાય કે જેમને કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રાપ્ત થયું હોય, તેમને કેવલી કહેવામાં આવે છે. તેમના બે પ્રકારો છે એક સામાન્ય કેવલી અને બીજા અરિહંત કેવલી. અહીં પ્રયોજાયેલ વત્ની શબ્દ અરિહંત કેવલીના અર્થમાં જ ગ્રહણ કરવાનો છે.
વર્ત શબ્દ કેવળ પામનાર, પૂર્ણતા પામનાર આદિ અર્થ સૂચવે છે. જેનામાં કેવલ હોય તે કેવલી. તેનામાં કેવલ શબ્દથી જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણેની પૂર્ણતા સમજવાની છે. નિર્યુક્તિકાર પણ કહે છે કે, સંપૂર્ણ એવા પંચાસ્તિકાયાત્મક લોકને જાણે છે તથા જુએ છે. તેમજ જે કેવલચારિત્રી તથા કેવલજ્ઞાની છે તે કારણથી કેવલી કહેવાય છેઅહીં જાણવું શબ્દથી વિશેષરૂપે જાણવું તે કેવળજ્ઞાન અને જોવું શબ્દથી સામાન્યરૂપે જાણવું તે કેવલદર્શન એમ સમજવાનું છે.
અન્યત્ર વત્ની શબ્દ ફક્ત “જેમને કેવળજ્ઞાન છે તે" એવા અર્થમાં પણ વપરાયેલો જોવા મળે છે. તો વળી લોગસ્સ સૂત્રની વ્યાખ્યા કરતા ગ્રંથોએ વેવની શબ્દથી અહીં ભાવઅરિહંતોને ગ્રહણ કરવાનું પણ કહ્યું છે.
૦ “કેવલી અરિહંતનું વિશેષણ છે તો તેને અલગ કેમ મૂક્યું ? – કેવલી પદને જુદું મૂકવા માટે પૂર્વાચાર્યોએ રજૂ કરેલ વિવફા આ પ્રમાણે છે.
- શ્રીમાનું હરિભદ્રસૂરિજી – ‘કેવલી' એ વિશેષણ એટલા માટે છે કે જેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે તેવા આત્માઓ જ લોક ઉદ્યોતકર, ધર્મતીર્થકર અને જિન એવા અરિહંત હોય છે, બીજા નહીં. એવો નિયમ કરવા દ્વારા સ્વરૂપ સમજાવવા માટેનો જ આ પ્રયોગ છે.
- આચાર્ય શાંતિસૂરિજી – છદ્મસ્થ અવસ્થામાં રહેલા જિનોનો સમાવેશ અહીં ન થાય તે માટે કેવલી' પદ મૂકવામાં આવ્યું છે. વળી નામ આદિ ભેદથી ભિન્ન પણ જિનવરો અરિહંત તરીકે સંભવી શકે છે, તેથી (નામ, સ્થાપના અને દ્રવ્ય નહીં પણ)