SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૧ પૂર્વક) હું સ્તવના કરીશ. - ફિક્સ એ પ્રતિજ્ઞા કે સંકલ્પ વાક્ય છે. હું સ્તવના કરીશ પણ કોની ? એ પ્રશ્નનો સંબંધ “અરિહંતોની સાથે જોડાયેલા છે. અહીં જે કીર્તન કરવાનું છે તે નામથી અને ગુણોથી કીર્તન કરવાનું છે. નિર્યુક્તિકાર કહે છે કે – આ કીર્તન કરવાનું કારણ એ છે કે – દેવતા, મનુષ્યો અને અસુરો સહિત સમગ્ર લોક માટે કીર્તનીય એવા તે અરિહંતોએ દર્શન, જ્ઞાન, ચારિત્ર તથા તપરૂપ વિનય દર્શાવ્યો છે. તેમના આ ગુણોને લક્ષમાં રાખીને તેમનું કીર્તન કરવામાં આવેલ છે. અહીં અરિહંત પરમાત્માના ચાર વિશેષણો આરંભે મૂક્યા છે – (૧) લોગસ્સ ઉજ્જો અગરે, (૨) ધમ્મતિ€યરે, (૩) જિર્ણ, (૪) કેવલી જેમાં અરિહંતના ગુણોનું કીર્તન પણ થાય જ છે. વળી પુર્વ મU મથુકા પછી પણ અરિહંતના ગુણોની કીર્તન દર્શાવતા પદો છે. નામ કીર્તનનો વિષય - ૩૪મનિમ્ર થી શરૂ થયો અને આ અવસર્પિણી કાળના આ ભરતક્ષેત્રના ચોવીશ તીર્થકરોના નામોના ઉચ્ચારણપૂર્વક તેમનું સ્મરણ કરાયું તે નામ કીર્તન છે. આ રીતે જે શિરણં શબ્દથી પ્રતિજ્ઞા રજૂ કરી, તે સૂત્રમાં બંને અર્થમાં સાર્થક છે. • ચઉવીસ :- ચોવીશને, ઋષભ આદિ મહાવીર પર્યન્ત અરિહંતોને અહીં “ચોવીસને’ એમ સંખ્યા વાંચતા એવો પ્રશ્ન થઈ શકે કે કયા ચોવીસનું ગ્રહણ કરવાનું? ચોવીસ અરિહંતોનું. પણ એવી તો અનંતી ચોવીસીઓ થઈ. ભાવિમાં પણ અનંત ચોવિસી થવાની છે. વળી ભરત અને ઐરાવતની ચોવીસી પણ જુદી છે. જંબૂદ્વીપ-ધાતકી ખંડ આદિની પણ ચોવીસી જુદી છે. તો અહીં કોને ગ્રહણ કરવા ? આ પ્રશ્નના સમાધાન માટે નિર્યુક્તિકારે જણાવ્યું કે, ચોવીસ સંખ્યા હવે પછી કહેવાનારા ઋષભ આદિ અરિહંતો માટેની સમજવી. એટલે કે જંબૂલીપના આ ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીમાં થયેલા ઋષભથી લઈને વર્ધમાન પર્યંતના અરિહંતો માટે અહીં વડવી શબ્દ વપરાયો છે. આજ વાતના સમર્થન માટે ચૈત્યવંદન મહાભાષ્યમાં પણ કહ્યું છે કે, વડવાં સંખ્યા ભારત વર્ષમાં થયેલા અરિહંતો માટે છે. વળી અનંતી ચોવીસીના પ્રત્યેક અરિહંતોના નામો આપણે જાણતા પણ નથી અને જેટલા જાણમાં છે તે સર્વેના નામોચ્ચારણ નિત્ય કરીને તેમની સ્તવના કરવી પણ શક્ય નથી, માટે આસન્ન ઉપકારી અરિહંતો લીધા. • પિ :- પિ - પણ, અને વળી (અર્થાત્ બીજા પણ અરિહંતોની). સૂત્રમાં વપરાયેલો પિ શબ્દ જે ‘પિ' અવ્યય છે. તેના અનેક અર્થો છે. તેમાંથી અહીં સમુચ્ચય અર્થ સમજવાનો છે. આ પિ શબ્દથી શો અર્થ કરવો, તે સમજવા માટે આવશ્યઋનિર્યુક્ટ્રિ માં સ્પષ્ટીકરણ આપ્યું કે પિ શબ્દથી ઐરાવતક્ષેત્ર અને મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા અરિહંતોનું પણ ગ્રહણ કરી લેવું. આ જ શબ્દ માટે અન્ય સાક્ષીપાઠો દ્વારા એવું સ્પષ્ટ કથન થઈ શકે છે કે,
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy