SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ નવકાર મંત્ર-સાધુ ૧૦૫ નવકારમંત્ર નહીં પણ પંચ પરમેષ્ઠીનું માહાભ્ય જણાવે છે. નવકાર મંત્ર તો ૬૮ અક્ષરનો, નવ પદનો અને આઠ સંપદાનો જ છે. ‘શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્રની રત્નશેખરસૂરીશ્વરજી રચિત અર્થદીપિકા ટીકામાં નવકાર મંત્રના વિવેચનમાં સાક્ષી પાઠમાં જણાવે છે કે – “વUTSાટ્ટિનવયવ અર્થાત્ નવપદયુક્ત શ્રી નવકાર મંત્રના અડસઠ વર્ણ અને આઠ સંપદા છે. તેમાં પ્રથમના સાતપદ પ્રમાણ સાત સંપદા છે અને છેલ્લા બે પદ પ્રમાણની સત્તર વર્ણની એક સંપદા છે. એ પ્રમાણે કુલ આઠ સંપદા છે. નવકાર મંત્રના પાંચ પદોના પાત્રીસ વર્ણ અને તે પાંચ પદો ઉપરની ચાર પદોવાળી ચૂલિકાના તેત્રીશ વર્ણ મળીને સ્પષ્ટ એવા અડસઠ વર્ષે આ નવકાર મંત્ર સમાપ્ત થાય છે. આ જ વાત પ્રવચન સારોદ્વાર શ્લોક છ૯માં પણ લખી છે. શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર-વૃત્તિ (અનુવાદ)માં જણાવે છે કે – નવકાર મંત્ર કોઈ શ્લોકબદ્ધ કે છંદબદ્ધ નથી જ. છતાં કોઈ છેલ્લા ચાર પદ રૂપ ચૂલિકાને સિલોગો કે પ્રાચીન અનુરુપ રૂપે ઓળખાવે છે. સત્ય શું ? તે બહુશ્રુતો જાણે. હવે નવકાર મંત્રના આ ચૂલિકારૂપ ચાર પદની વિવેચના કરીએ છીએ– • એસો પંચ નમુક્કારો :- આ પાંચ(ને કરવામાં આવેલો) નમસ્કાર... -૦- એસો :- આ. આ એટલે ઉપર વર્ણવેલા અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. -૦- પંચ - પાંચ. આ સંખ્યાવાસી શબ્દ છે તે ઉક્ત અરિહંતાદિ પંચ પરમેષ્ઠીને સૂચવવા માટેનો અંક છે. -૦- નમુક્કારો :- નમસ્કાર. “નમો શબ્દથી કહેવાયેલ વાતને દૃઢ કરે છે. -૦- આખા પદનો સમુદિત અર્થ :- આ પાંચ નમસ્કાર અર્થાત્ આ પાંચને કરવામાં આવેલો નમસ્કાર. આ પદનો સંબંધ પછીના ત્રણે પદો સાથે જોડાયેલો છે. કેમકે ધ્વ પાવપ્પUIો - સર્વ પાપનો નાશ કરે છે, પણ નાશ થાય કઈ રીતે ? - આ પંચ પરમેષ્ઠીને કરાયેલા (ભાવ) નમસ્કારથી. એ જ રીતે છેલ્લા બે પદમાં કહ્યું કે, સર્વે મંગલોમાં આ પ્રથમ (ઉત્કૃષ્ટ) મંગલ છે. પણ પ્રથમ મંગલ શું છે ? - આ પાંચને કરાયેલ નમસ્કાર. અહીં gg: પડ્યું - “એસો પંચ” એમ કરીને એકવચન વાપરેલ છે, તે એકવચન હેતપૂર્વકનું છે. તેનું રહસ્ય એ છે કે પાંચને સામુદાયિક નમસ્કાર જેમાં કરવામાં આવ્યો છે એવો “નમસ્કારરૂપી શ્રુતસ્કંધ” (સર્વ પાપનો નાશ કરનાર છે) એક પણ પદને ગૌણ કરો, પાંચમાંના એક પણ પરમેષ્ઠીની અવમાનના કે અવગણના કરો, તો આ નમસ્કાર કલ્યાણકારી થશે નહીં એ રીતે વચનભેદથી (એકવચનથી) ગર્ભિત સૂચન કરે છે. પ્રશ્ન :- આવશ્યક નિર્યુક્તિ આદિમાં જણાવેલ છે કે – સિદ્ધ અને સાધુ એ માત્ર બે પદથી પણ દેવ અને ગુરુને નમસ્કાર થઈ જ જવાનો છે. તો પછી બે પદનો સંક્ષેપ નમસ્કાર કેમ ન કર્યો ? -૦- ટીકાકાર મહર્ષિ તેનું સમાધાન આપે છે કે, જેમ માણસ માત્રને નમસ્કાર કરવાથી રાજા વગેરેના નમસ્કારનું ફળ મળતું નથી. તેમ સાધુ માત્રને નમસ્કાર કરવાથી
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy