________________
૧૦૬
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
અરિહંતાદિના નમસ્કારનું ફળ મળતું નથી. તેથી આ નમસ્કાર ભિન્ન ભિન્ન પદને ધારણ કરનાર પદનું નામ લઈને કરવો જોઈએ. પણ જુદા જુદા અરિહંતોનું નામ લઈને કરવાની જરૂર નથી કેમકે તેમ કરવું શક્ય નથી. અનંતા અરિહંતો થયા. કેટલાનું નામ લઈ શકાય ? માટે આ પાંચ (ગુણ આશ્રિત) પદો યોગ્ય જ છે.
જૈન શાસનમાં કોઈ છત્રછાયા હોય તો તે અરિહંતાદિ પંચ પરમેષ્ઠીની જ છે. માટે આ પાંચને નમસ્કાર (રૂપ કારણ) કહ્યું. સાધુ જીવનથી તેનો આરંભ થાય છે અને સિદ્ધ અવસ્થાને પામવાથી પૂર્ણાહૂતિ થાય છે.
• આ પદનું મહત્ત્વ અને પછીના પદ સાથેનો સંબંધ :
અરિહંતાદિ પાંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવાથી વીતરાગતા અને તેને પ્રાપ્ત કરાવનારા સાધનો પ્રત્યે સદ્ભાવ પ્રગટે છે. એ સદ્ભાવ વડે નિર્મળ બનેલી બુદ્ધિ સત્ અને અસના જ્ઞાનરૂપ વિવેકને ધારણ કરે છે. જેના પરિણામે સંવર અને નિર્જરારૂપ ચારિત્રધર્મમાં સ્થિર થવાય છે. આવું ઉત્તમ ચારિત્ર સર્વ પાપોનો સમૂલ નાશ કરનારું છે. તેથી આ પાંચ નમસ્કાર વડે - હવે પછીના પદો સાર્થક બને છે.
૦ સવ્વ પાવપ્પણાસણો :- સર્વ પાપનો વિનાશ કરનાર. સર્વે | બધાં | સઘળાં.
सव्व
पाव
પાપ / અશુભ કર્મો.
--
-
-
प्पणासण વિનાશ કરનાર, પ્રકૃષ્ટરૂપે નાશ કરનાર.
આ પદનો સંબંધ પૂર્વ પદ સાથે છે. (આ પાંચને કરેલ નમસ્કાર સઘળા પાપ અર્થાત્ અશુભકર્મનો વિનાશ કરનારો છે. શ્રી અભયદેવ સૂરિજી મહારાજ પણ કહે છે કે પંચ પરમેષ્ઠીને કરવામાં આવેલ નમસ્કાર સર્વ પાપનો નાશક છે, સર્વ વિઘ્નોનો નાશક છે.
આ નમસ્કારની ક્રિયા એકવાર કરો, ૧૦૮ વખત કરો કે સતત ચાલુ રહે તેમ રટણ કરો પણ લક્ષ્ય એક જ હોય - કર્મક્ષય, કર્મનો નાશ, જો સર્વે પાપના નાશનો મુળ મુદ્દો જ ન રહે તો અરિહંત, સિદ્ધ આદિને નમસ્કાર કરવાનું કશું ફળ રહે ખરું ? કહ્યું છે કે “હજારો પાપ કરી અને સેંકડો જીવોની હત્યા કરી આ (નવકાર) મંત્રને જપીને તિર્યંચર્ચા પણ સ્વર્ગે ગયા છે.' તો પછી મનુષ્ય માટે આ વિધાન સવ્વ પાવળળાસણો કેમ સાર્થક ન બને ? પદ્મરાજગણિ મહારાજા પણ કહે છે. “સંપૂર્ણ પણ સય સાગરના પાતક જાયે દૂર;
ઇહ ભવ સર્વ કુશળ મન વંછિત, પરભવ સુખ ભરપુર.'' શ્રી નવકાર જપો મન રંગે.
નમસ્કાર મંત્રનો એક અક્ષર પણ મન, વચન, કાયાથી ગણતાં સાત સાગરોપમની સ્થિતિના અશુભ કર્મોનો નાશ કરે છે. એક પદ ગણવાથી પચાસ સાગરોપમના અશુભ કર્મોનો નાશ થાય છે અને સમગ્ર નવકાર મહામંત્ર શુભ ભાવથી ગણવામાં આવે તો ૫૦૦ સાગરોપમની સ્થિતિના અશુભ કર્મોનો નાશ થાય છે. તેથી નમસ્કાર કરવાનું ફળ આ ચૂલિકા પદમાં સવ્વ પાવળળાતો કહીને સાથે જ જણાવી દીધું છે.