SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૩૨ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ પ્રતિજ્ઞા, મહત્ત્વ, ભૂલ થવાના કારણો ઇત્યાદિ સર્વે વિગતો માટે પાક્ષિકસૂત્રની વૃત્તિ જોવી. પાંચ મહાવ્રતના દઢીકરણ માટેની પચ્ચીશ ભાવના આચારાંગ સૂત્ર-૫૩૬ થી પ૪૦ ઇત્યાદિથી જોવી.) આવા પાંચ મહાવ્રતના ધારક મારા ગુરુ છે. એ પ્રમાણે પૂર્વે ૧૮ અને આ પાંચ એમ ૨૩ ગુણ થયા. હવે બીજા પાંચ ગુણને કહે છે– • પંચવિહાયાર-પાલણ-સમન્ધો :- પાંચ પ્રકારના આચાર પાળવાને સમર્થ અથવા પાંચ પ્રકારના આચારને સારી રીતે પાળનાર. - પંચવિધ - આ સંખ્યાવાચી શબ્દ છે. તે આચારના ભેદોની સંખ્યા જણાવે છે. - આયાર – “આચાર' - “વાક્ય"નો આ મહત્ત્વનો શબ્દ છે જેની વ્યાખ્યા અહીં આગળ બતાવામાં આવેલી છે. – પાલન સમત્વો - પાલન કરવામાં સમર્થ. શું પાલન કરવામાં ? તો પાંચ આચારનું પાલન કરવામાં સમર્થ શબ્દ કોનું વિશેષણ છે ? ગરનું અહીં ગાથાનો છેલ્લો શબ્દ જોડવાનો છે. ગુરુમન્સ અર્થાત્ આ પાંચ પ્રકારના આચારને પાળવામાં સમર્થ - એ મારા ગુરુ છે. પંચ-આચાર :- આચાર શબ્દના અર્થ માટે જુઓ સૂત્ર-૧ નવકારમંત્રમાં “આચાર્ય પદ”. –આચારના પાંચ ભેદ પ્રસિદ્ધ છે. જેનો સામાન્ય અર્થ અહીં આપેલ છે. – આચારના ભેદ અને જ્ઞાનાચાર આદિ પાંચે આચારના પ્રત્યેકના આઠ-આઠ પેટાભેદોનું વિસ્તૃત વર્ણન હવે પછીના સૂત્ર-૨૮ - “નાસંમિ દંસણમિ"માં આવવાનું છે. તે ત્યાંથી જોવું ૦ પંચાચારનો સામાન્ય અર્થ : - જ્ઞાનાચાર :- જે ક્રિયા કે નિયમોને અનુસરવાથી પરિણામે જ્ઞાનની વૃદ્ધિ થાય તેને જ્ઞાનાચાર કહે છે. જેવા કે કાળ, વિનય આદિ. – પોતે જ્ઞાન ભણે - ભણાવે, ભણતો હોય તેને દેખીને રાગ ધરે. – દર્શનાચાર :- નિઃશંકિત, નિષ્કાંક્ષિત આદિ જે ક્રિયા કે નિયમોને અનુસરવાથી શ્રદ્ધારૂપ દર્શનગુણની વૃદ્ધિ થાય તેને દર્શનાચાર કહે છે. (અહીં દશવૈકાલિક વૃત્તિમાં એક સ્પષ્ટતા કરી છે કે દર્શન શબ્દ સમ્યગ્દર્શનના અર્થમાં લેવો. ચક્ષુ-અચલ આદિ દર્શનના અર્થમાં નહીં આ જ વાત સ્થાનાંગ સૂત્ર-૮૪ની વૃત્તિમાં પણ છે.) – પોતે સમકિત પાળે, પળાવે, સમકિતથી પડતાને સ્થિર કરે. - ચારિત્રાચાર :- સમિતિ, ગુપ્તિ રૂપ ક્રિયા કે નિયમોને અનુસરવાથી ચારિત્રની જે વૃદ્ધિ થાય તેને ચારિત્રાચાર કહે છે. – પોતે ચારિત્ર પાળે, પળાવે ચારિત્ર પાળનારની અનુમોદના કરે. – તપાચાર :- બાહ્ય અત્યંતર ભેદથી કહેવાયેલ જે ક્રિયા અથવા નિયમોને અનુસરવાથી તપની વૃદ્ધિ થાય તેને તપાચાર કહે છે.
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy