________________
પંચિંદિયસૂત્ર-પંચ મહાવ્રત
આજ્ઞા ન હોય, તો તે પાણી ન ખપે કેમકે ત્યાં ગુરુ અદત્ત લાગે છે. (આવું અદત્ત ગ્રહણ ન કરવું.) ૦ લઘુ દૃષ્ટાંત :
તે કાળે, તે સમયે ગ્રીષ્મઋતુના સમયમાં જેઠ મહિનામાં અંબડ પરિવ્રાજકે પોતાના ૭૦૦ અંતેવાસી સાથે પ્રયાણ કર્યું. માર્ગમાં અટવી આવી. આ અટવી નિર્જન અને આવાગમનથી રહિત હતી. સાથે લીધેલ પાણી ખૂટી ગયું. તે પરિવ્રાજકો તરસથી વ્યાકુળ થઈ ગયા. પણ તેમને કોઈ પાણી આપનાર ન દેખાયું ત્યારે પરસ્પર આ પ્રમાણે વાત કરી - અહીં પાણી તો ઘણું છે, પણ આપણને કોઈ પાણી આપનાર નથી. આપણે અદત્ત-નહીં અપાયેલ વસ્તુનું ગ્રહણ કરવાનું કલ્પતું નથી. આપત્તિકાળમાં પણ આપણી પ્રતિજ્ઞા તોડવી ન જોઈએ. તેથી ગંગામહાનદીના કિનારે રેતીનો સંથારો કરી સંલેખના કરીએ. ત્યારપછી તેઓએ ત્યાં સંલેખના કરી, ભોજન-પાનનો ત્યાગ કર્યો. પાદપોપગમન અનશન કર્યું. સમાધિ મૃત્યુ પામી પાંચમાં બ્રહ્મલોક કલ્પે દેવરૂપે ઉત્પન્ન થયા. પણ પાણીનું અદત્તાદાન પાપ સેવ્યું નહીં.
૦ મૈથુન :- (તત્ત્વાર્થ સૂત્ર-૭/૧૧−) સ્ત્રી-પુરુષનું મિથુન કર્મ કે જે
અબ્રહ્મ છે.
૧૩૧
દ્રવ્યથી રૂપોમાં અર્થાત્ નિર્જીવ પ્રતિમાઓ આદિમાં કે આભૂષણો અને શણગાર રહિત ચિત્રોમાં અને રૂપસહગતમાં એટલે સજીવ સ્ત્રી-પુરુષોના શરીરમાં અથવા આભૂષણ અલંકારાદિ શોભા સહિત ચિત્રાદિ રૂપોમાં તે દ્રવ્ય મૈથુન. ક્ષેત્રથી ઉર્ધ્વ-અધો કે તીર્છા ત્રણે લોકમાં તે ક્ષેત્ર મૈથુન, કાળથી અતીત આદિ કાળ કે રાત્રિ-દિવસમાં અને ભાવથી રાગ કે દ્વેષથી સ્ત્રી-પુરુષના યુગલની કે કામરાગજનિત પ્રવૃત્તિ તે મૈથુન.
૦ પરિગ્રહ :- (તત્ત્વાર્થ સૂત્ર-૭/૧૨) સચેતન કે અચેતન કોઈપણ પદાર્થ પરત્વેની મૂર્છા કે મમત્ત્વ બુદ્ધિ તેને પરિગ્રહ કહે છે.
દ્રવ્યથી સચિત્ત, અચિત્ત કે મિશ્ર સર્વ દ્રવ્યમાં, ક્ષેત્રથી સર્વલોકમાં, કાળથી અતીત આદિ કાળ કે રાત્રિ-દિવસમાં, ભાવથી અલ્પમૂલ્ય કે બહુમૂલ્યવાળા કોઈપણ પદાર્થમાં રાગથી કે દ્વેષથી મમત્ત્વ કરવું કે મૂર્છા, ગૃદ્ધિ અથવા આસક્તિ હોવી તે પરિગ્રહ.
-૦- વિરમણ :- ઉક્ત હિંસા, મૃષા, ચોરી, મૈથુન અને પરિગ્રહ એ પાંચે દોષોથી સર્વથા અટકવું તે. વિરમળ એટલે સમ્યગ્ જ્ઞાન અને શ્રદ્ધાપૂર્વક નિવર્તવું કે અટકવું અથવા તો પ્રત્યાખ્યાનપૂર્વક તે પાપોનો ત્યાગ કરવો. (ઠાણાંગ સૂત્ર-૪૨૫માં કહ્યું છે કે–) પ્રાણાતિપાત-હિંસાથી પરિગ્રહ સુધીના પાંચના સેવનથી જીવ દુર્ગતિમાં જાય છે અને પ્રાણાતિપાત વિરમણથી પરિગ્રહ વિરમણ સુધીના પાંચ વિરમણોથી જીવ સગતિમાં જાય છે.
(આ રીતે પાંચ મહાવ્રતસંબંધી વિવેચન સંક્ષેપમાં કર્યું છે. તેને વિસ્તારથી જાણવા માટે અમારું તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૭ સૂત્ર-૧ થી ૫, ૮ થી ૧૨ અવશ્ય જોવા ત્યાં ઘણો જ વિસ્તાર કરાયેલો છે. પાંચ મહાવ્રતના અર્થ,