________________
૧૩૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧. પ્રાણાતિપાત અને ભાવથી, રાગ કે દ્વેષથી હિંસા તે ભાવપ્રાણાતિપાત જાણવો.
૦ મૃષા :- જેને અસત્ય કે અમૃત પણ કહે છે.
– (તત્ત્વાર્થ સૂત્ર-૭/૯) શાસ્ત્રવિહિત સત્યને અન્યથા સ્વરૂપે કહેવું અથવા પ્રમાદથી અયથાર્થ કહેવું તે અસત્ય કે મૃષાવાદ છે.
દ્રવ્યથી જીવ અજીવ આદિ સર્વ દ્રવ્યોમાં અને તેના તે તે ધર્મ અધર્મ આદિ ભાવો વગેરે સર્વ વિષયોમાં વિપરીત બોલવું તે દ્રવ્ય મૃષાવાદ, ક્ષેત્રથી લોકને વિશે કે અલોકને વિશે અસત્ય બોલવું તે ક્ષેત્ર મૃષાવાદ. કાળથી અતીત આદિ અથવા રાત્રે કે દિવસે કાળ સંબંધી અસત્ય તે કાળમૃષાવાદ, ભાવથી ભાયિકાદિ ભાવોને અંગે અથવા કષાય નોકષાયથી કે રાગ કે દ્વેષથી અસત્ય બોલવું તે ભાવ મૃષાવાદ.
મૃષાવાદને ચાર પ્રકારે પણ (ઠાણાંગ સૂત્ર-૪૨૩ આદિમાં) જણાવેલ છે. ૧. સભાવપ્રતિષેધ :- વસ્તુના સ્વરૂપનો અપૂલાપ કરવો. જેમકે-આત્મા નથી.
૨. અસદ્ભાવોભાવન - અસત્ પદાર્થોનું નિરૂપણ કરવું, જેમકે – આત્મા અંગુઠા જેવડો છે કે તે માત્ર હૃદયમાં રહે છે ઇત્યાદિ.
૩. અર્થાન્તરોક્તિ :- વસ્તુ જે સ્વરૂપે હોય તેનાથી ભિન્ન સ્વરૂપે કહેવી જેમકે - ગાયને ઘોડો કે ઘોડાને ગાય કહેવી. નકલી વસ્તુને અસલી કહેવી ઇત્યાદિ.
૪. ગણ્ડ/નિંદા :- સત્ય હોવા છતાં હિંસા, કઠોરતા આદિથી યુક્ત વચન કહેવું જેમકે - આંખ ન હોય તેવાના કારણો કહેવો. શત્રુને મારો એમ કહેવું ઇત્યાદિ.
૦ ચોરી :- જેને તેય કહે છે. તે અદત્ત-આદાન.
(તત્ત્વાર્થ સૂત્ર-૭/૧૦) પ્રમાદથી કે જાણી જોઈને બીજાની (માલિકીની) નહીં આપેલી વસ્તુને ગ્રહણ કરવી તે ચોરી કે અસ્તેય છે.
દ્રવ્યથી લેવા યોગ્ય કે પાસે રાખવા યોગ્ય સચિત્ત-અચિત્ત દ્રવ્ય, ક્ષેત્રથી ગામ, નગર, અરણ્ય અર્થાત્ સજન કે નિર્જન કોઈપણ સ્થળેથી, કાળથી અતીત આદિ કે દિવસ-રાત્રિમાં અને ભાવથી રાગદ્વેષ મોહને કારણે સ્વામી દ્વારા ન અપાયેલ વસ્તુને ગ્રહણ કરવી તે
આ અદત્ત વસ્તુને પણ વીતરાગ પરમાત્માએ ચાર ભેદે કહી છે– (૧) સ્વામી અદત્ત :- વસ્તુના માલિકની રજા સિવાય વસ્તુ લેવી તે. (૨) જીવ અદત્ત :- સચિત્ત વસ્તુ હોય તો તે જીવની રજા સિવાય લેવી. (૩) તીર્થકર અદત્ત :- તીર્થકરે જેની આજ્ઞા ન આપી હોય તે વસ્તુ ગ્રહણ
કરવી.
(૪) ગુરુ અદત્ત :- ગુરુ એ અનુજ્ઞા આપેલ ન હોય, તે વસ્તુ ગ્રહણ કરવી.
જેમકે – કોઈ ગૃહસ્થ પાણી ન વહોરાવે તો સાધુ ન લે. કેમકે સ્વામી અદત્ત છે. ગૃહસ્થ પાણી આપે પણ સચિત્ત હોય તો ન લે કેમકે જીવ અદત્ત છે. ગૃહસ્થ અચિત્ત પાણી આપે પણ સાધુ નિમિત્તે અચિત્ત કરાયેલ છે તો પણ ન લે કેમકે ત્યાં તીર્થકર અદત્ત લાગે. ગૃહસ્થ અચિત્ત એવું પાણી, તે પણ આધાકર્મ આદિ દોષથી રહિત હોય અને આપે, પણ ગુરુ ભગવંતે તે ઘરને શય્યાતર કર્યું હોવાથી ગુરુની