________________
પંચિંદિયસૂત્ર-પાંચ મહાવ્રત
૧૨૯
પહેલું વ્રત જાણવું.
-૦- સર્વથા મૃષાવાદ વિરમણ :– બીજા મહાવ્રતમાં મૃષા-અસત્યથી અટકવું - સર્વથા મૃષાવાદનો ત્યાગ કરવો.
– ક્રોધથી, લોભથી, ભયથી કે હાસ્યથી કોઈપણ પ્રકારે બોલાતા સર્વ અસત્યવચન (મૃષાવાદ) મન, વચન કે કાયાથી બોલું નહીં, બીજાને બોલવા પ્રેરણા ન કરું, મૃષાવાદ બોલનારની અનુમોદના કરું નહીં. એ રીતે સર્વથા અસત્યવચનથી અટકવું તે સર્વથા મૃષાવાદ વિરમણ નામે બીજું વ્રત જાણવું.
-૦- સર્વથા અદત્તાદાન વિરમણ :
– ત્રીજા મહાવ્રતમાં ચોરીથી અટકવું - સર્વથા અદત્તઆદાન (નહીં આપેલી વસ્તુને ગ્રહણ કરવા)નો ત્યાગ કરવો.
– થોડું કે ઘણું નાનું કે મોટું, સજીવ કે નિર્જીવ એવું કંઈ પણ અણદીધેલુંમાલિકે આપ્યા વગરનું મનથી, વચનથી કે કાયાથી લેવું નહીં, બીજા દ્વારા લેવડાવવું નહીં, તે રીતે લેનારની અનુમોદના કરવી નહીં. એ રીતે સર્વથા અણદીધેલી વસ્તુ ન લેવી તેને સર્વથા અદત્તાદાન વિરમણ નામે ત્રીજું વ્રત જાણવું
-૦- સર્વથા મૈથુન વિરમણ :
– ચોથા મહાવ્રતમાં મૈથુન-વિષયસેવનથી અટકવું - સર્વથા મૈથુન એટલે કે કામસંગનો ત્યાગ કરવો.
– દેવ-મનુષ્ય કે તિર્યંચ શરીર સંબંધે મનથી-વચનથી કે કાયાથી મૈથુન સેવું નહીં, સેવડાવવું નહીં કે મૈથુન સેવનારની અનુમોદના કરવી નહીં એ રીતે સર્વથા મૈથુનવિષયસેવનથી અટકવું તે સર્વથા મૈથુન વિરમણ નામે ચોથ વ્રત જાણવું
-૦- સર્વથા પરિગ્રહ વિરમણ :– પાંચમાં મહાવ્રતમાં પરિગ્રહથી અટકવું - સર્વથા પરિગ્રહનો ત્યાગ કરવો.
– થોડો કે ઘણો, નાનો કે મોટો અને સચિત્ત કે અચિત્ત એવા કોઈ પણ પ્રકારના (પદાર્થનો) પરિગ્રહ મનથી, વચનથી કે કાયાથી સ્વયં કરવો નહીં, બીજા પાસે કરાવવો નહીં કે પરિગ્રહ કરનારની અનુમોદના કરવી નહીં. એ રીતે સર્વથા પરિગ્રહ ન કરવો તે સર્વથા પરિગ્રહ વિરમણ નામે પાંચમું વ્રત જાણવું
-૦- હિંસા આદિ પાંચેનો અર્થ અને દ્રવ્યાદિ ભેદે વ્યાખ્યા :- (અહીં આ અર્થ અને વ્યાખ્યા સંક્ષેપથી રજૂ કર્યા છે. વિસ્તારથી જાણવા તત્વાર્થ અને પાક્ષિક સૂત્રની ટીકા જોવી)
૦ હિંસા :- (તત્ત્વાર્થસૂત્ર-૭/૫) પ્રમાદયોગથી પ્રાણનો નાશ કરવો તે હિંસા.
– સ્પર્શાદિ પાંચ ઇન્દ્રિય, મન, વચન, કાયબળ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય આ દશ પ્રાણમાંના કોઈપણ પ્રાણનો વિયોગ તે પ્રાણાતિપાત.
દ્રવ્યથી પૃથ્વી, અપુ, તેઉ, વાયુ વનસ્પતિ અને ત્રસ એ છ કાય પૈકી કોઈપણ જીવની હિંસા તે દ્રવ્ય પ્રાણાતિપાત, ક્ષેત્રથી ચૌદ રાજલોક રૂપ સર્વલોકમાં હિંસા તે ક્ષેત્ર પ્રાણાતિપાત, કાળથી અતીત આદિ અથવા દિવસે કે રાત્રે હિંસા તે કાળ