________________
પંચિંદિયસૂત્ર-પંચાચાર
૧૩૩
– બાર ભેદથી પોતે તપ કરે, કરાવે, તપ કરનારની અનુમોદના કરે.
– વીર્યાચાર :- સંયમના પાલન માટે બાલ, વીર્ય અને પરાક્રમનો બને તેટલો વધારે ઉપયોગ કરવો તેને વીર્યાચાર કહે છે.
- ઉક્ત જ્ઞાનાદિ ચારે આચારમાં પોતાની શક્તિનો ઉપયોગ કરે. ધર્માનુષ્ઠાનમાં વિર્ય ન ગોપવે.
સંક્ષેપમાં કહીએ તો જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ, તપ અને વીર્યને લગતા સુવિડિત આચરણોને પંચાચાર કહે છે. (અહીં એક સ્પષ્ટતા કરી દઈએ કે - નારંમિ દંસણંમિ. સૂત્ર-૨૮, પાક્ષિક અતિચાર, ઠાણાંગ સૂત્ર-૮૪ની વૃત્તિ આદિ શાસ્ત્રોમાં જ્ઞાનાચાર પ્રથમ મૂકેલ છે. પણ દશવૈકાલિક નિર્યુક્તિ-૧૮રમાં દર્શનાચાર પ્રથમ મૂકેલ છે) પાંચે આચારની વિશેષ વ્યાખ્યા સૂત્ર-૨૮માં જોવી.
આવા પંચાચારના પાલનમાં સમર્થ એવા મારા ગુરુ. છત્રીશ ગુણોમાંના આ પાંચ ગુણો કહ્યા. એ રીતે અઠાવીશ ગુણોનું વર્ણન થયું
• પંચસમિઓ :- પાંચ સમિતિઓથી યુક્ત, પાંચ સમિતિઓનું પાલન કર્તા | (સમિતિ સંબંધી વ્યાખ્યા સ્થાનાંગ, સમવાયાંગ, જંબૂતીપ પ્રજ્ઞપ્તિ, આવશ્યક વૃત્તિ, શ્રમણ સૂત્ર-અવસૂરિ, પાક્ષિક સૂત્રવૃત્તિ, તત્ત્વાર્થ પ્રવચન સારોદ્ધાર, પડાવશ્યક સૂત્રાણિ, પંચાશક આદિમાં સમિતિની વિશદ વ્યાખ્યાઓ છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં તો આખું ચોવીસમું અધ્યયન છે. અહીં તો માત્ર આ સંદર્ભોનો સંક્ષેપ રજૂ કર્યો છે.)
-૦- પાંચ શબ્દ સંખ્યાસૂચક છે, જે પાંચ સમિતિઓનું કથન કરે છે. -૦- સમિતિ :- સમિતિ એટલે શું?
સન્ એટલે સમ્યક્ અને તિ એટલે પ્રવૃત્તિ. સખ્ય પ્રવૃત્તિ તે સમિતિ અથવા એકાગ્ર પરિણામવાળી સુંદર ચેષ્ટા તે સમિતિ અથવા સમ્યક્ પ્રકારના ઉપયોગપૂર્વકની જે પ્રવૃત્તિ તે સમિતિ અથવા સંગત પ્રવૃત્તિ અથવા શોભન એકાગ્ર પરિણામ પૂર્વકની ચેષ્ટા કે ક્રિયા. જેના પાંચ ભેદોનો અહીં ઉલ્લેખ છે. (જો કે સ્થાનાંગ-સૂત્ર-૭૦૮, કલ્પસૂત્ર આદિમાં સમિતિના આઠ ભેદોનો પણ ઉલ્લેખ છે.)
-૦- પાંચ સમિતિ :- ઇર્યા, ભાષા, એષણા, આદાનનિક્ષેપ, ઉત્સર્ગ. (૧) ઇર્ષા સમિતિ – ઇર્યા એટલે માર્ગ. સમિતિ એટલે ઉપયોગપૂર્વક.
સમ્યક્ ઉપયોગથી ગમન કરવું. સંયમની રક્ષાને ઉદ્દેશીને આવશ્યક કાર્ય માટે યુગપ્રમાણ અર્થાત્ સાડા ત્રણ હાથ ભૂમિનું નિરીક્ષણ કરવા પૂર્વક તેમજ જ્યાં લોકોનું ગમનાગમન થતું હોય, સૂર્યનો પ્રકાશ પડતો હોય તેવા માર્ગે ધીમી ગતિથી જવું. ચાલતી વખતે કોઈ જીવ-જંતુને ક્લેશ ન થાય તે માટે સાવધાની રાખવી કે જેથી જીવ વિરાધનાદિ થકી થતો આસ્રવ રોકાય અને તેટલે અંશે સંવર થાય તેને જ્ઞાનીએ ઇર્યા સમિતિ કહી છે.
(૨) ભાષા સમિતિ :
- ભાષા એટલે બોલવું. સમિતિ એટલે ઉપયોગપૂર્વક, સમ્યક્ ઉપયોગ પૂર્વક બોલવું તે.