________________
૧ ૩૪
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ – સમ્યક્ પ્રકારે નિરવદ્ય – નિર્દોષ ભાષા બોલવી. જે સત્ય સ્વપરને હિતકારી, પરિમિત, સંદેહ રહિત હોય. આવશ્યકતા હોય તો જ બોલાયેલું હોય. અર્થાત્ પ્રયોજનયુક્ત હોય, સંશયરહિત અને શ્રોતાને નિશ્ચય કરાવનારું હોય એટલે કે જેના શબ્દો અને અર્થ બરાબર સ્પષ્ટ સમજાય તેવું અને જીવ વિરાધના ન થાય તે રીતે બોલાયેલા વચનને ભાષા સમિતિ કહે છે. આ પ્રકારે સમ્યક્ ભાષા સમિતિથી જીવ વચનયોગજન્ય આસ્રવથી અટકે છે. તથા તેટલે અંશે સંવર થાય છે.
(૩) એષણા સમિતિ :
– સંયમજીવનની યાત્રામાં આવશ્યક એવા નિર્દોષ સાધનો મેળવવામાં સાવધાનતા પૂર્વક પ્રવર્તવું તે એષણા સમિતિ
– એષણા શબ્દમાં ત્રણ બાબતો મૂકી છે. ગવેસણા - શોધવું ગ્રહષણામેળવવું. ગ્રામૈષણા-વાપરવું.
– સંયમ નિર્વાહ માટે જરૂરી આહાર (અન્ન-પાણી), વસ્ત્ર, પાત્ર, ઔષધ, શય્યા, સંસ્મારક, મુહપત્તિ, રજોહરણાદિ જે કોઈ ધર્મોપકરણ છે તેને શાસ્ત્રોક્ત વિધિ મુજબ, બેંતાલીશ દોષરહિતપણે શોધવા, મેળવવા અર્થાત્ આગમોક્ત વિધિથી યાચના કરવી, વાપરવા. (જેમકે આહાર, ઉત્પાદન, ઉદ્ગમ અને એષણાના સર્વ દોષોથી રહિત છે કે નહીં ? તે શોધવું, પછી સ્વામી અદત્ત-જીવ અદત્ત-તીર્થંકર અદત્ત કે ગુરુ અદત્ત ન લાગે તે રીતે તેની યાચના કરી મેળવવું પછી માંડલીના અંગાર, ધુમ, સંયોજનાદિ પાંચે દોષ ન લાગે તે રીતે વાપરવો.) તેને એષણા સમિતિ કહે છે.
– આ એષણા સમિતિથી અદત્તાદાન આદિ અનેક દોષોથી થતાં આસ્રવનો નિરોધ થાય છે અને તેટલે અંશે સંવરની પ્રવૃત્તિ થાય છે.
(૪) આદાન-નિક્ષેપ સમિતિ :
– આદાન એટલે ગ્રહણ કરવું અને નિક્ષેપ એટલે મૂકવું. સમ્યક્ ઉપયોગ પૂર્વક વસ્તુ માત્રને બરાબર જોઈ-પ્રમાર્જીને લેવી કે મૂકવી તે.
– આવશ્યક કાર્યને માટે વસ્ત્ર, પાત્ર, આસન, સંથારો, પીઠફલક, દંડ આદિ જે કોઈ ધર્મ-ઉપકરણને લેવા કે મૂકવાનો પ્રસંગ આવે ત્યારે તેને ચક્ષુ વડે પ્રમાર્જીતપાસીને અને રજોહરણ વડે પ્રતિલેખિત-પડિલેહણ કરીને લેવા તેમજ ભૂમિ આદિ જે
સ્થાને મૂકે ત્યારે તે સ્થાનની પણ પ્રમાર્જના-પડિલેહણા કરીને મૂકવા. તેમજ આ ક્રિયા કરતી વખતે બીજી કોઈ પ્રવૃત્તિમાં ઉપયોગ ન રાખી કેવળ લેવા-મૂકવાની પ્રવૃત્તિમાં જ સમ્યક્ ઉપયોગવાળા રહેવું તે આદાન-નિક્ષેપ સમિતિ છે.
આ સમિતિ દ્વારા જીવવિરાધનાદિ ન થાય તે રીતે જયણાપાલનનું મહત્ત્વ હોવાથી તે આશ્રવ નિરોધ કરનારી કે સંવરની પ્રવૃત્તિ છે.
(૫) પારિષ્ઠાપનિકા સમિતિ :- તત્વાર્થસૂત્રકાર તેને ઉત્સર્ગ સમિતિ કહે છે.
- બીજા શબ્દોમાં તે “ઉચ્ચારપ્રશ્રવણખેલજલ્લસિંઘાણ પરિષ્ઠાપનિકા સમિતિ કહી છે.
– ઉત્સર્ગ એટલે ત્યાગ. પારિષ્ઠાપનિકા એટલે પરઠવવું તે.