________________
પંચિંદિયસૂત્ર-પાંચ સમિતિ
૧૩૫
– વિષ્ટા, મૂત્ર, લીંટ, કફ, શરીરનો મેલ, બિનઉપયોગી થયેલા અને વાપરવા માટે લાયક નહીં તેવા વસ્ત્ર, પાત્ર આદિ કે સકારણ આહાર વગેરે સ્થાવર કે ત્રણ જીવોથી જીવાકૂલ કે સચિત્ત ન હોય તેવી નિર્દોષ ભૂમિમાં ઉપયોગપૂર્વક અને નિરવદ્ય વિધિથી તેમજ શાસ્ત્રોક્ત રીતે ભૂમિનું નિરીક્ષણ-પ્રમાર્જન કરીને ત્યાગ કરવો કે પરઠવવું તેને પારિષ્ઠાપનિકા સમિતિ કહી છે.
- આવી પારિષ્ઠાપના સમિતિથી જીવ વિરાધનાદિ કર્મ-આશ્રવ થતો નથી.
(આ સિવાય મનસમિતિ, વચનસમિતિ અને કાય સમિતિ એ પ્રમાણે ત્રણ બીજી સમિતિનો ઉલ્લેખ પણ આવે છે. જેને મન, વચન, કાયાની સમ્યક્ ઉપયોગપૂર્વકની પ્રવૃત્તિ સમજવી)
ગુર (આચાર્ય)ના છત્રીશ ગુણોમાં પાંચ સમિતિથી યુક્ત એવા આ પાંચ ગુણોથી કુલ તેત્રીશ ગુણોની વ્યાખ્યા થઈ. છેલ્લે બાકી રહેલા ત્રણ ગુણ તે ત્રણ પ્રકારની ગુપ્તિનું હવે વર્ણન કરીએ છીએ
(પાંચે સમિતિના વિસ્તૃત વર્ણન માટે ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન-૨૪ની વૃત્તિ તથા તત્વાર્થ સૂત્ર. અધ્યાય-૯/સૂત્ર-પની સિદ્ધસેનીય ટીકા જોવી).
• તિગુત્તો :- ત્રણ ગુપ્તિથી યુક્ત, ત્રણ ગુપ્તિનું પાલન કરનાર,
– તત્ત્વાર્થસૂત્ર-અધ્યાય-૯/સૂત્ર-૪ :- “મન, વચન, કાયા એ ત્રણ યોગોનો સમ્યગૂ નિગ્રહ એ ગુપ્તિ છે. અર્થાત્ માત્ર યોગનો નિગ્રહ એ ગુપ્તિ નથી પણ સમ્યક દર્શનપૂર્વક કે પ્રશસ્તપણે મન, વચન, કાયાના યોગોની પ્રવૃત્તિ રોકવી તે ગુતિ છે.
લઘુ દૃષ્ટાંત :- ચિલાતીપુત્ર એ ધન્યશ્રેષ્ઠીને ત્યાં ધાડ પાડી. તેની પુત્રી સુષમાને લઈને ચિલાતીપુત્ર ભાગ્યો. અટવીમાં પોતાના સાથીથી છુટો પડીને એકલો થઈ ગયો. પાછળ ધન્યશ્રેષ્ઠી અને તેના પાંચ પુત્રો સુષમાને છોડાવવા આવી રહ્યા હતા. તેમને અત્યંત નજીક આવેલા જાણીને સુષમાનું મસ્તક ધડથી અલગ કરી દીધું. તેના એક હાથમાં લોહી નીતરતું ખગહતું. બીજા હાથમાં મરેલ સુષમાનું મસ્તક હતું. ચિલાતિપુત્ર દોડ્યે જતો હતો. સુષમાના મસ્તકમાંથી વહેતા લોહીથી ચિલાતિપુત્રનું શરીર લોહી તરબોળ થઈ ગયું.
માર્ગમાં કાયોત્સર્ગે રહેલા મુનિને જોયા. તુરંત ચિલાતિપુત્ર એ ધર્મોપદેશ આપવા કહ્યું. મુનિએ પાત્રની યોગ્યતા જાણી માત્ર ત્રણ શબ્દો કહ્યા, “ઉપશમ, વિવેક, સંવર'. પૂર્વભવે પાળેલ સાધુપણું ચિલાતીપુત્રની અંતરદૃષ્ટિ ખોલી ગયું. ખગ અને મસ્તક ફેંકી દીધા. કાયોત્સર્ગમાં જોયેલા મુનિની માફક તે પણ મૌનપૂર્વક સ્થિર ઉભો રહી ગયો. મનથી મૌન થઈ ગયા. વચનથી મુનિએ આપેલ ત્રિપદીને રટવા લાગ્યા. કાયાને સ્થિર કરી દીધી. લોહીની ગંધે અનેક કીડીઓ આવીને પગથી મસ્તક સુધી ચિલાતીપુત્રને કરડવા લાગી. તેના શરીરને ચાળણી જેવું કરી નાંખ્યું. અઢી દિવસ તીવ્ર વેદનાને સહન કરી, મરીને આઠમાં દેવલોકે ગયા.
એ રીતે સમ્યક્ યોગપૂર્વક મન, વચન, કાયાના યોગોના નિડરૂપ ગુપ્તિના પાલનથી ઘોર હિંસાના પરિણામ છોડીને દેવલોકને પામ્યા