________________
પંચિંદિય સૂત્ર-વિવેચન
૧૧૭
વિવેચન :- આ સૂત્ર તેના આરંભના શબ્દ પંવિવિયવ ને કારણે પંચિંદિય સૂત્ર નામે લોક પ્રસિદ્ધ છે. તેને ગુરુસ્થાપના સૂત્ર કહેવામાં આવે છે. આ સૂત્રમાં પંચ, નવ, ચઉ, અઠારસ, છત્તીસ એ સંખ્યાવાસી શબ્દો અને ઇંદિય, સંવરણ, ખંભચેર, ગુત્તિ, કસાય, મડબ્લય, આચાર, ગુરુ આદિ શબ્દોની વિવેચના જોવાની છે.
• પંચિંદિય સંવરણો :
પંચિંદિય એટલે શું? પાંચ ઇન્દ્રિયોનો સમૂહ. ઇન્દ્રિયોની સંખ્યા પાંચ કહી છે. તેમાં આરંભે પં શબ્દ છે તે સંખ્યાનો નિર્દેશ તો કરે જ છે. પણ તત્ત્વાર્થભાષ્યકાર જણાવે છે કે – આ પં શબ્દ નિયમને માટે છે. પં શબ્દ દ્વારા છે, સાત આદિ ઇન્દ્રિયની સંખ્યાનો નિષેધ સમજવાનો છે. ઇન્દ્રિયો પાંચ જ છે તેવું સિદ્ધ કરવા માટે “પંચ” શબ્દ વપરાયેલ છે. અથવા જીવના ઉપયોગના નિમિત્તભૂત પાંચ જ ઇન્દ્રિયોને સૂત્રકાર ઉપદેશે છે. તેથી કોઈ એક પ્રાણીને વધુમાં વધુ પાંચ ઇન્દ્રિયો જ હોય. એ રીતે જૈનેતરોની પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિય એવી દશ ઇન્દ્રિયોની માન્યતાનો પણ છેદ ઉડી જાય છે. મનને છઠી ઇન્દ્રિય કહેનારનો મત પણ અહીં સ્વીકાર્ય બનતો નથી.
ઇન્દ્રિયનો અર્થ – “જેનાથી જ્ઞાનનો લાભ થઈ શકે તે”. સામાન્યથી ઇન્દ્રનો અર્થ જીવ કે આત્મા થાય છે. તેને ઓળખવાની નિશાની તે ઇન્દ્રિય કર્મની પરતંત્રતા હોવા છતાં અનંતજ્ઞાનાદિ શક્તિઓનો સ્વામી ઇન્દ્ર-આત્મા કહેવાય છે. આ ઇન્દ્રભૂત આત્માના અર્થ ગ્રહણ કરવામાં કારણભૂત “ઇન્દ્રિય" કહેવાય છે. વિશેષાવશ્યકભાષ્ય ર૯૯૩ આદિમાં કહ્યું છે કે
સર્વ ભોગ, સર્વ ઉપલબ્ધિ અને પરમ ઐશ્વર્યના વિસ્તારથી જીવ ઇંદ્ર કહેવાય છે. તેના લિંગાદિ લક્ષણથી અહીં શ્રોત્રાદિ ભેદવાળી પાંચ ઇન્દ્રિયો સમજવી. ઠાણાંગ સૂત્ર-૪૮૧ની વૃત્તિ તથા તત્વાર્થસૂત્ર વૃત્તિમાં પાંચ અભિપ્રાયથી ઇન્દ્રિયનો અર્થ જણાવેલ છે.
– ઇન્દ્રલિંગમ્ - ઇન્દ્રનું જ્ઞાપક કે બોધક ચિહ્ન તે ઇન્દ્રિય. – ઇન્દ્રદિષ્ટમ્ - ઇન્દ્ર દ્વારા પોતાના કાર્યમાં સૂચિત રીતે પ્રવર્તે તે ઇન્દ્રિય – ઇન્દ્રદ્રષ્ટમ્ - ઇન્દ્ર દ્વારા જોવાયેલ કે દર્શન ઉપલબ્ધિથી ગ્રહણ કરેલ છે. - ઇન્દ્રસૃષ્ટમ્ - ઇન્દ્ર દ્વારા ઉત્પન્ન થયેલ તે ઇન્દ્રિય
– ઇન્દ્રજીષ્ટમ્ - ઇન્દ્ર દ્વારા સેવિત-શબ્દાદિ વિષય ગ્રહણ કરે તે ઇન્દ્રિય. અહીં પાંચે વ્યાખ્યામાં ઇન્દ્રનો અર્થ જીવ કે આત્મા લેવો.
પંચિંદિય :- (પન્નવણા સૂત્ર-૪૨૧, ઠાણાંગ સૂત્ર ૪૮૧ વૃત્તિ, તત્ત્વાર્થ અધ્યાય-૨ સૂત્ર-૧૫,૨૦, લોકપ્રકાશ, શ્રાદ્ધગુણ, પ્રવચન સારોદ્વાર આદિ મુજબ)
હે ભગવંત ! ઇન્દ્રિયો કેટલી કહેલી છે ? હે ગૌતમ ઇન્દ્રિયો પાંચ કહી છે. તે આ પ્રમાણે – સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય, આ પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં કાબુ રાખવો તે ઇન્દ્રિય સંવરણ કહેવાય
લઘુદષ્ટાંત :- સ્થૂલભદ્ર કોશાગણિકામાં મોહિત થયા, બાર વર્ષ તેણીની