SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ -સૂત્ર-૨) પંચિંદિય-સૂત્ર ગુરુ સ્થાપના સૂત્ર v સૂત્ર-વિષય : આ સૂત્રમાં આચાર્ય મહારાજના છત્રીશ ગુણોનું વર્ણન છે. સ્થાપનાચાર્ય રૂપે સ્થાપના કરતી વખતે આ સૂત્ર બોલાય છે. ગુરુ/આચાર્ય મહારાજ ન હોય ત્યારે સ્થાપનાચાર્ય કે પુસ્તક કે નવકારવાળી ઇત્યાદિને ઊંચા સ્થાને સ્થાપીને તેની સામે ક્રિયા કરવા નવકારમંત્રપૂર્વક આ સૂત્રનું ઉચ્ચારણ કરાય છે. | સૂત્ર-મૂળ :પંચિંદિય-સંવરણો, તહ નવવિહ-ગંભચેર ગુત્તિધરો; ચઉવિડ-કસાય-મુક્કો, ઈઅ અઠારસગુણહિં સંજુરો.-૧પંચ-મહવ્વય-જુતો, પંચવિહાયાર-પાલણ-સમન્થો; પંચ-સમિઓ તિ-ગુત્તો, છત્તીસગુણો ગુરુ મજુઝ. -- સૂત્ર-અર્થ : પાંચ ઇન્દ્રિયોના વિષયોને કાબૂમાં રાખનાર તથા નવ વાડોથી બ્રહ્મચર્યનું રક્ષણ કરનાર, ચાર પ્રકારના કષાયોથી મુક્ત, એ રીતે અઢાર ગુણવાળા, (તથા) પાંચ મહાવ્રતોને ધારણ કરનાર, પાંચ પ્રકારના આચાર પાળવામાં સમર્થ, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત એ છત્રીશ ગુણવાળા મારા ગુરુ છે. શજ્ઞાન :પંચિંદિય - પાંચ ઇન્દ્રિય સંવરણો - કાબૂમાં રાખનાર તહ - તથા નવવિડ - નવ પ્રકારની બભચેર - બ્રહ્મચર્ય, શીલવંત ગુનિઘરો - ગુપ્તિને ધારણ કરનાર ચઉવિડ - ચાર પ્રકારના કસાય - ક્રોધ આદિ કષાય મુક્કો - મુક્ત ઇઅ - એ રીતે, એ પ્રમાણે અઠારસ - અઢાર ગુણેડુિં - ગુણો વડે સંજુરો - યુક્ત, સહિત પંચ - પાંચ મહબ્લય - મહાવ્રત જુવો - યુક્ત, સહિત પંચવિડ - પાંચ પ્રકારના આયારો - આચાર પાલણ - પાળવાને સમત્વો - સમર્થ છત્તીસ - છત્રીશ ગુણો - ગુણ (વાળા) ગુરુ - ગુરૂ, (આચાર્ય) મજુઝ - મારા
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy