________________
અન્નત્થ સૂત્ર-વિવેચન
આદિ ઉત્પન્ન થાય ત્યારે પોતાના સ્થાનેથી ખસીને અન્ય સ્થાને જવું ઇત્યાદિ કારણથી અપૂર્ણ કાઉસ્સગ્ગ હોવા છતાં કાઉસ્સગ્ગનો ભંગ થયો ગણાતો નથી.
૧૮૯
(૪) ડક્ક/ડંશ :- પોતાને કે બીજા સાધુ વગેરેને સર્પે દંશ દીધો હોય કે સર્પ કરડે ત્યારે કાઉસ્સગ્ગ પૂર્ણ થયા પહેલા ખસી જાય કે સહસા ‘નમો અરિહંતાણં'નું ઉચ્ચારણ કરી દે તો કાઉસ્સગ્ગનો ભંગ થતો નથી.
વનારૂ - શબ્દથી આ ચાર આગારોને સૂચવેલ છે. તેથી ઊસસિએણં આદિ બાર આગાર અને આ ચાર અન્ય આગાર મળીને કુલ સોળ આગાર અર્થાત્ અપવાદ કાયોત્સર્ગમાં કહ્યા છે.
૦ RTIર :- આગાર એટલે ‘આકાર'. આ શબ્દ અહીં પ્રકારના અર્થમાં વપરાયેલ છે. જે કાયોત્સર્ગના અપવાદરૂપે સમજવાનો છે.
આવશ્યક સૂત્ર-૩૯ની વૃત્તિ, ચૂર્ણિ, આવશ્યક નિયુક્તિ-૧૫૧૬ની વૃત્તિ, યોગશાસ્ત્ર પ્રકાશ-૩માં આગાર શબ્દની વ્યાખ્યા કરતા કહ્યું કે, મર્યાદિત રીતે કરાય, મર્યાદિતરૂપે ગ્રહણ થાય તે આકાર. સર્વથા તે કાયોત્સર્ગના અપવાદ રૂપ પ્રકારો તરીકે ઓળખાય છે. તે અપવાદો વિદ્યમાન હોય તો પણ કાઉસ્સગ્ગનો ભંગ થયો ગણાતો નથી.
• અભગ્ગો અવિરાહિઓ :- અભગ્ન-ભાંગેલો નહીં તેવો અને અવિરાધિત ન વિરાધેલો, અખંડિત-ખંડિત નહીં થયેલો તેવો.
ઉપરોક્ત સોળ આગારમાંનો કોઈપણ આગાર-અપવાદ સેવાય તો મારો કાઉસ્સગ્ગ ભંગ ન થાઓ. અહીં ભંગ શબ્દનો અર્થ આવશ્યક વૃત્તિમાં સર્વથા નાશિત એવો કર્યો છે.
અવિરાધિત અર્થાત્ વિરાધના ન પામેલ, ખંડિત ન થયેલ તેને આવશ્યક વૃત્તિકાર દેશથી-અમુક અંશે ભગ્ન એમ કહે છે.
જે વસ્તુ તદ્દન તુટી-ફુટી જાય તેને ભાંગેલી કહેવાય અને જે વસ્તુ અમુક જ અંશે તુટે કે ફૂટે તેને ખંડિત કહેવાય, જેમકે કોઈ ઘડો હોય, તે ફૂટીને કકડે-કકડા થઈ ગયો હોય તો તે ભાંગી ગયો કહેવાય અને તેનો એક કાંઠો કે અન્ય થોડો ભાગ તુટેલ હોય તો તેને ખંડિત થયો કહેવાય. એ જ વાત ‘અભગ્ગો-અવિરાહિઓ'' માટે જાણવી. ♦ હજ્જ મે કાઉસ્સગ્ગો :- મારો કાયોત્સર્ગ હોજો અથવા થજો. આ આખા વાક્યનો સંબંધ અન્નત્ય થી વિહિત્રો સુધીના શબ્દો સાથે જોડાયેલો છે. અત્યાર સુધીમાં જે સોળ આગારો વર્ણવ્યા છે તે આગારો અપવાદોનું સેવન થવા છતાં મારો કાયોત્સર્ગ અભગ્ન કે અવિરાધિત હોજો - તેવો ભાવ સમજવાનો છે.
• જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ :- જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરીને અર્થાત્ ‘નમો અરિહંતાણં’ બોલીને ન પારું - ન પૂર્ણ કરું – (ત્યાં સુધી આ કાયોત્સર્ગ ચાલુ રહે)
અહીં મુખ્ય વિષય છે - કાયોત્સર્ગનો સમય ‘હાયોત્સર્ગ સમય વિશેની ચર્ચા સૂત્ર-૬ ‘તસ્સ ઉત્તરી'ના ‘વિશેષકથન'માં વિસ્તારથી થઈ જ ગઈ છે. પણ અહીં આ