________________
લોગસ્સ સૂત્ર-વિવેચન
૨૧૧
સ્તોત્રની ગાથાઓ. ચોવીસ તીર્થંકર ભગવંતોની હેમચંદ્રાચાર્યજી મહારાજે સુંદર સ્તુતિ કરી છે. વળી પ્રતિક્રમણ સૂત્રમાંનું એક સૂત્ર છે. પખિ, ચોમાસી, સંવત્સરી પ્રતિક્રમણમાં ચૈત્યવંદનરૂપે બોલાય છે તેમજ આ ચોવીસે જિનની સ્તુતિ સામાન્ય અને વિશેષ એવા બંને અર્થો ધરાવે છે તેથી તેની આ વિશેષતા અહીં સામેલ કરી છે.
આ રીતે ચોવીસ તીર્થકરોના નામનું વિવેચન કરતા – તેમનું નામ, ક્રમ, સામાન્ય અર્થ, વિશેષાર્થ, સકલાત્ અંતર્ગત્ સ્તુતિ એ પાંચ વસ્તુનો સમાવેશ કરેલ છે.
(૧) ઋષભ :- ભરત ક્ષેત્રની આ ચોવીસીના પહેલા તીર્થકર.
સામાન્ય અર્થ :- જે પરમ પદ પ્રત્યે ગમન કરે તે ઋષભ, ઋષભ શબ્દ વિકલ્પ “વૃષભ” પણ કહેવાય છે. વૃષભ' એટલે દુઃખથી દાઝેલી દનિયા ઉપર દેશનારૂપી જળનું વર્ષણ કે સિંચન કરનાર.
- વૃષભ એટલે શ્રેષ્ઠ બળદ કે જે દુઃખે કરીને વહન કરી શકાય તેવા, ભારને વહન કરવા માટે સમર્થ હોય, તે જ રીતે દુઃખેથી વહી શકાય તેવી ધર્મધુરાને વહન કરવા માટે પરમાત્મા સમર્થ હોય છે તેથી તેમને ઋષભ કહેવાય છે અથવા વૃષ એટલે ધર્મ, તેનાથી (આત્માને) અત્યંત ભાવિત કરે છે તેથી પણ તેઓ વૃષભ કહેવાય છે.
ઉક્ત વ્યાખ્યાઓ સર્વ કોઈ અરિહંતોને લાગુ પડે છે.
વિશેષ અર્થ :- ભગવંત ઋષભનો જન્મ થયો ત્યારે તેમના બંને સાથળોમાં તપાવેલા સોનાની જેવા દેદીપ્યમાન, ધવલ અને એકબીજાની સન્મુખ રહેલા વૃષભનું ચિન્હ હતું. તેથી તેઓ રસમ - ઋષભ કહેવાયા.
– વળી સામાન્યથી તીર્થકરની માતા ગર્ભમાં તીર્થકર આવે ત્યારે પહેલે સ્વપ્ન હાથીને જુએ છે, પણ મરુદેવા માતાએ ભગવંત તેણીના ગર્ભમાં આવ્યા ત્યારે પહેલા સ્વપ્નમાં બળદને જોયેલો તેથી તેનું ઋષભ એવું નામ કરાયું. સાવચક્રવૃત્તિ માં કહ્યું છે કે – ઋષભ અને વૃષભ એકાર્થક શબ્દ છે.
– સકલાર્હત્ ગાથા-3 વાચ્યાર્થ અને રસ્યાર્થ.
(સકલાઉત્ સ્તોત્રમાં ખરેખર તો અરિહંતોના નામોનો અર્થ નથી પણ સ્તુતિ છે. આ સ્તુતિ પ્રત્યેક તીર્થકરને આશ્રીને અલગ-અલગ બનાવેલ છે. તેનો વાચ્યાર્થ અહીં વિશેષ અર્થરૂપે રજૂ કર્યો છે, જે તે-તે તીર્થકરને માટે થયેલ સ્તુતિ મુજબ છે. પણ આ પ્રત્યેક સ્તુતિનો રહસ્યાર્થ સર્વે અરિહંતોને માટે સ્વીકાર્ય બને તેવો છે. તેથી અર્થઘટન સામાન્ય અર્થ રૂપે કરેલ છે.)
– ચોવીસે તીર્થકરોમાં આ વાત સમજી લેવી કે “વાચ્યાર્થ” એ વિશેષ અર્થ છે અને રહસ્યાર્થ એ સામાન્ય અર્થ છે.
૦ વાચ્યાર્થ – પહેલા પૃથ્વીના નાથ (રાજા), પહેલા નિષ્પરિગ્રહી (સાધુ) અને પહેલા તીર્થકર એવા ઋષભ સ્વામીની અમે સ્તુતિ કરીએ છીએ.
૦ રહસ્યાર્થ – પોતપોતાના શાસનની અપેક્ષાએ અરિહંતો પ્રથમ રાજા, પ્રથમ