SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ શિષ્યને કેવલી બનાવી દીધા. માટે ઉપાધ્યાયને નમસ્કાર. આ રીતે ઉપાધ્યાયને કરેલો નમસ્કાર (આવશ્યક નિર્યુક્તિ ૯૯૯ની વૃત્તિ મુજબ-) જીવને હજારો ભવોથી મૂકાવે છે. બોધિબીજના લાભ માટે થાય છે. ભવક્ષય કરતા જ્ઞાનાદિ ધનવાળા આત્માને અપધ્યાનથી અટકાવીને ધર્મધ્યાનમાં સ્થાપિત કરે છે. એ પ્રમાણે નિશ્ચયથી ઉપાધ્યાયને કરેલો નમસ્કાર મહા અર્થવાળો છે. મૃત્યુ સમીપ આવે ત્યારે વારંવાર કરવા યોગ્ય છે. આવો ઉપાધ્યાયના કરાયેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વ મંગલમાં પ્રથમ કે ઉત્કૃષ્ટ મંગલરૂપ છે. • ઉપાધ્યાય ચોથે કેમ ? દેવ તત્ત્વમાં અરિહંત અને સિદ્ધને નમસ્કાર કર્યા પછી ગુર તત્ત્વમાં ત્રીજા ક્રમે અરિહંતને નમસ્કાર કર્યો કેમકે તેઓ અરિહંતના સીધા પ્રતિનિધિ રૂપ છે. ત્યારપછી ચોથો નમસ્કાર ઉપાધ્યાય મહારાજાને કરાય છે – કેમકે અરિહંતો પ્રણિત અને ગણધર ગુંથીત શ્રુતજ્ઞાનનું યથાર્થ અધ્યયન કરી અન્ય સાધુઓને તેમનું શિક્ષણ આપે છે, તેનો યોગ્ય વિનિમય કરે છે. વળી તેઓ આચાર્ય ન હોવા છતાં આચાર્યના સહાયક છે અને આચાર્ય પદની યોગ્યતા ધરાવે છે, માટે આચાર્ય પછીનો અર્થાત્ ચોથો ક્રમ મૂક્યો. • સિદ્ધચક્રમાં ઉપાધ્યાયનું સ્થાન : સિદ્ધચક્ર યંત્રને સ્મરણસ્થ કરો ઉપાધ્યાય પદની પૂર્વે યંત્રમાં કયું પદ છે ? - જ્ઞાનપદ - કેમકે જ્ઞાન એ અધ્યયન-અધ્યાપનનો પાયો છે. ઉપાધ્યાયપણાની પણ પૂર્વ શરત શું છે ? દ્વાદશ અંગનો સ્વાધ્યાય કરે, ધારણ કરે અને વાંચનાદિ થકી ભણાવે. માટે જ તેમની પૂર્વે જ્ઞાન પદની સ્થાપના કરાઈ છે. વળી જ્ઞાનપ્રાપ્તિની ઝંખના છે ? તો ઉપાધ્યાયને પૂજો. જો કે અહીં તો યંત્રમાં ઉપાધ્યાયની પછીનું પદ પણ સાર્થક જ છે. કેમકે પછીનું પદ છે ચારિત્ર જ્ઞાન પ્રાપ્તિનું ફળ શું? વિરતિ, અર્થાત્ ચારિત્ર-આચરણ કે ક્રિયા. સમ્યક્ જ્ઞાનની પ્રાપ્તિથી સમ્યક્ ચારિત્ર સુધી પહોંચવા માટેનો પુલ તે ઉપાધ્યાય છે. કેમકે તે જ્ઞાન પણ શીખવે અને વર્તન પણ શીખવે છે. વળી તે અરિહંતની ધરી ઉપર ચાલતા આરા સમાન છે માટે “નમો અરિહંત ઉવઝાયાણં. એમ સમજવું કેમકે કેન્દ્રમાં અરિહંત છે. તેમના પ્રરૂપેલા શ્રતનો જ ઉપાધ્યાય સ્વાધ્યાય કરે છે. • અંતિમ પ્રાર્થના :શ્રી રત્નશેખરસૂરિજીએ શ્રીપાલચરિત્રમાં જણાવ્યું છે કે જેઓ ગચ્છને સારણાદિ આપવા માટેના અધિકારી છે. સૂત્ર-અર્થના અધ્યયને ઉદ્યમવંત છે અને સ્વાધ્યાયમાં લીન જેનું મન છે. તેવા ઉપાધ્યાયનું સમ્યક્ પ્રકારે ધ્યાન ધરવું જોઈએ. --—X —X— — - સાધુ :નવકાર મંત્રનું પાંચમું પદ છે - નમો લોએ સવ્વસાહૂણં – સંસ્કૃતમાં તેને માટે
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy