SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ નવકાર મંત્ર-ઉપાધ્યાયના ગુણો ૯૫ તો “ઉપાધ્યાયને નમસ્કાર થાઓ” એવો અર્થ થાય છે. તો પ્રશ્ન એ થાય કે ઉપાધ્યાયને નમસ્કાર કરવાની જરૂર શી ? – ઉપાધ્યાય ભગવંતો સુસંપ્રદાયથી આવેલા જિનવચનોનું અધ્યયન કરાવી ભવ્યજીવોને વિનયમાં પ્રર્વતાવે છે. એ ઉપકારીપણાને લીધે નમસ્કાર કરવો. – ઉપાધ્યાયજી સર્વ પ્રકારે ઇષ્ટ ફળોનો સમુદાય કહેવાય છે. તેની નિકટતાની પ્રાપ્તિ પણ ઉપકારક છે. કેમકે અધ્યયન કર્યું. આવડ્યું પણ ચિત્ત ચગડોળે ચડી ગયું તો ? ચગડોળે ચડેલા ચિત્તને ઠેકાણે લાવવાનું કામ ઉપાધ્યાય કરે છે. તેથી તો ભગવતીજી વૃત્તિમાં તેમને મનની પીડાનો નાશ કરનાર કહ્યા છે. માટે જ તે નમસ્કારને યોગ્ય પણ છે. – જ્ઞાનની પ્રાપ્તિ કરાવનાર હોવાથી પણ નમસ્કરણીય કહ્યા. કેમકે સખ્ય દર્શન હશે, પણ જ્ઞાન નહીં તો ચારિત્ર ક્યાંથી આવશે? સભ્ય જ્ઞાનની પ્રાપ્તિ માટે ઉપાધ્યાયને નમસ્કાર કરવો જ પડે. – એકાદ પદ પણ જો કોઈની પાસેથી શીખીએ તો તેને મહાન ઉપકારી ગણવાનું શાસ્ત્રકાર કહે છે. તો પછી સમગ્ર આગમ સૂત્રનો સ્વાધ્યાય કરનાર - વાંચના આપનાર કેટલા ઉપકારી ગણાય ? માટે તેમને નમસ્કાર કરવો. – ઉપાધ્યાય માત્ર શિક્ષક જ નથી, તે સાથે વર્તન પણ શીખવે છે. શાસ્ત્રીય ભાષામાં કહીએ તો ગ્રહણ અને આસેવન બંને પ્રકારની શિક્ષા ઉપાધ્યાય મહારાજા આપે છે. જેમ માતા બાળકના શિક્ષણની અને ઉછેરની બંને કાળજી રાખે તેમ ઉપાધ્યાય પણ સાધુ-સાધ્વીની સર્વ પ્રકારે કાળજી રાખે છે માટે તેમની પૂર્વે “નમો” કહ્યું - છેલ્લી વાત. ઉપાધ્યાય યશોવિજયજીની પંક્તિ યાદ કરો“મુરખ શિષ્ય નિપાઈ જે પ્રભુ, પાહાણને પલ્લવ આણે; તે ઉવજ્ઝાય સકલ જન પૂજિત, સૂત્ર અર્થ સવિ જાણે રે... ઉપાધ્યાય મહારાજા જૈન શાસનમાં અધ્યાપકને સ્થાને છે. તેઓ પત્થર જેવા કે મુરખ શિષ્યને પણ શિલ્પીની જેમ મૂર્તિરૂપે ઘડે છે. મોહરૂપી સર્પથી નંખાઈને જેના પ્રાણ નષ્ટપ્રાય થયા છે, તેવા જીવોને પણ જ્ઞાનરૂપી ચેતના પૂરે છે. માટે તેમને નમસ્કાર કરવાનું કહ્યું ૦ લઘુદષ્ટાંત :- કોઈ રબારીએ (અશકટાતા) દીક્ષા લીધી. ઉત્તરાધ્યયન સૂત્રના ત્રણ અધ્યયન પૂરા કર્યા પછી પૂર્વકૃત્ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય થયો. ઘણાં જ પ્રયત્ન છતાં ચોથા અધ્યયનનો એક અક્ષર ન ચડે. ત્યારે ઉપાધ્યાય મહારાજે તે આત્માની યોગ્યાયોગ્યતા વિચારી, રાગ દ્વેષનો નિગ્રહ કરનારું એક પદ આપ્યું “ ૫ સુપ” મુનિએ વિનયપૂર્વક સ્વીકારી આયંબિલના તપ પૂર્વક મોટે મોટેથી ગોખવાનું શરૂ કર્યું. પણ માષતુષ-માષતુષ કર્યા કરે છે. પણ એક પદ ગોખી શકતા નથી. ઉપાધ્યાયના વચને બાર વર્ષ સુધી આયંબિલપૂર્વક ગોખવા છતા પદ ન આવડ્યું, પણ આવરક કર્મોનો ક્ષય થઈ જતાં કેવળજ્ઞાન થઈ ગયું. આવું સુંદર પરિણામ આવશે, તે નક્કી કોણે કર્યું ? ઉપાધ્યાય-ગુરુએ મુરખ
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy