________________
૨૬૮
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
સાવદ્ય યોગની વિરતિ થાય... (પરંપરા એ મોક્ષ પ્રાપ્ત થાય)
- બે ઘડી સમભાવે સામાયિક કરતો શ્રાવક ૯૨ કરોડ, પ૯ લાખ, ૨૫ હજાર, ૯૨૫ પૂર્ણાક એક તૃતીયાંશમાં આઠ નવમાંશ ઉમેરો તેટલા પલ્યોપમનું દેવતાનું આયુષ્ય બાંધે છે.
– જે કોઈ મોક્ષે ગયા છે, જાય છે કે મોક્ષે જશે તે સર્વે સામાયિકના પ્રભાવથી જ સિદ્ધિપદને પામ્યા છે તેમ જાણવું.
– એક મનુષ્ય રોજ લાખ ખાંડી સુવર્ણનું દાન કરે અને બીજો માણસ રોજ સામાયિક કરે તો પણ દાન દેનારો (મનુષ્ય) સામાયિક કરનારને પહોંચે નહીં
– કરોડો જન્મો સુધી તીવ્ર તપ તપનારો આત્મા જેટલા કર્મો ખપાવી ન શકે તેટલા કર્મો સમભાવથી ભાવિત ચિત્તવાળો આત્મા અર્ધક્ષણમાં ખપાવી શકે છે. (આ છે સામાયિકનું સાચું મહત્ત્વ અને લક્ષ્યાંક)
– તીર્થંકરપણાની જો કોઈ જડ હોય તો તે છે સામાયિક પરત્વે પ્રીતિ. તે સિવાય કોઈ તીર્થંકર થઈ જ ન શકે.
– બે ઘડીનું સામાયિક આચરતા શ્રાવકને દ્રવ્યાદિકના વ્યય વિના પણ ખરેખર કેટલું મોટું પુણ્ય થાય છે.
– કોઈ પુરુષ કરોડ જન્મો સુધી તીવ્ર તપસ્યા કરવા વડે જેટલા કર્મોને હણી ન શકે તેટલા કર્મોને સમતામય સામાયિકનું આલંબન કરનાર પુરુષ અર્ધક્ષણમાં હણી શકે છે.
– સો રૂર્વ સવિયો હોવું – સામાયિકમાં રહેલો શ્રાવક સાધુ સમાન થાય છે (માટે વારંવાર સામાયિક કરવું જોઈએ)
– અહો ! આ કોઈ અમૂલ્ય ખરીદી છે, કે જેમાં હોમ, તપ કે દાન, કાંઈ જ કરવું પડતું જ નથી, માત્ર સમભાવ (સામાયિક)થી જ મોક્ષ મેળવી શકાય છે.
(સામાયિકનું ઉક્ત મહત્ત્વ સંબોધ પ્રકરણ, ઉપદેશ પ્રાસાદ, શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર-વૃત્તિ, આવશ્યક નિર્યુક્તિ આદિમાંથી ઉદ્ભૂત કરેલ છે.)
– સામાયિકમાં રહેલાને કર્મોની મહાનિર્જરા થાય છે. તેમ કહીને યોગશાસ્ત્રના ત્રીજા પ્રકાશમાં બ્લોક-૮૩માં દૃષ્ટાંત આપેલ છે કે
ગૃહસ્થ હોવા છતાં પણ સ્થિર મનવાળા સામાયિક કરનાર ચંદ્રાવતંસક રાજા માફક પૂર્વનાં એકઠાં કરેલાં કર્મનો ક્ષય કરે છે.”
સાકેતનગર નામે નગર હતું. ત્યાં ચંદ્રાવતંસ નામનો રાજા હતો. તે ચાર કઠોર તીર્ણ શિક્ષાવ્રતોને ધારણ કરતો હતો. મહા મહિનાની કોઈ રાત્રિના પોતાના વાસભવનમાં તેણે એવો સંકલ્પ કર્યો કે, જ્યાં સુધી દીવો સળગતો રહે ત્યાં સુધી હું સામાયિકમાં રહીશ. આ પ્રમાણે પોતાના સંકલ્પ મુજબ સામાયિક લઈ કાયોત્સર્ગ કરવા લાગ્યા.
આ તરફ શય્યાપાલિકાએ વિચાર્યું કે સ્વામીને અંધારૂં ન થાઓ. એમ સમજીને રાત્રિના પ્રથમ પ્રહરે દીવામાં તેલ રેડ્યું. એ પ્રમાણે બીજા પ્રહરમાં પણ સ્વામીની ભક્તિથી જાગતી રહી દાસીએ ફરીથી તેલ પૂર્યું. તેવી જ રીતે રાત્રિના ત્રીજા પ્રહરે પણ સ્વામીના અભિગ્રહનો ખ્યાલ ન હોવાથી દીપકના પાત્રમાં તેલ પૂર્યા કર્યું રાત્રિ