________________
કરેમિ ભંતે સૂત્ર-વિશેષ કથન
૨૬૯
પૂર્ણ થઈ, સવાર પડી ત્યારે શ્રમથી થયેલી વ્યથાથી પરેશાન રાજા દીપકની માફક ઓલવાઈ ગયો અર્થાત્ મૃત્યુ પામ્યો. સ્વર્ગે ગયો.
જેમ સામાયિક વ્રત પ્રાપ્ત કરી કર્મને વિનાશ પમાડી ચંદ્રાવતંસક રાજા સ્વર્ગે ગયા. તેવી રીતે ગૃહસ્થ પણ જો સામાયિક વ્રતને અંગીકાર કરે તો તત્કાલ કર્મસમૂહનો ક્ષય કરી સદ્ગતિને મેળવે છે.
૦ સામાયિક પર ઉપલબ્ધ વિવેચન સાહિત્ય –
આવશ્યક સૂત્ર નામક ચાલીશમાં આગમસૂત્રનું આ સૂત્ર-૨ છે. તેના પર આવશ્યક નિર્યુક્તિ, આવશ્ય, ચૂર્ણિ, ભાષ્ય, વિશેષાવશ્યક ભાષ્ય, આવશ્યક સૂત્રની હારિભદ્રીય વૃત્તિ, આવશ્યક સૂત્રની મલયગીરી વૃત્તિ, યોગશાસ્ત્ર સ્વોપજ્ઞ વિવરણ, ધર્મસંગ્રહ, સંબોધપ્રકરણ, તત્ત્વાર્થાધિગમ સૂત્ર ટીકા, શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ, આચાર દિનકર, ધર્મબિંદુ, પંચાશક આદિ અનેક શાસ્ત્રો તથા ગ્રંથોમાં સામાયિક સૂત્ર પર વિવેચન મળે છે. તેમજ તેના કેટલાંક શબ્દો કે પદો ઉપર પણ ભગવતીજી, પત્રવણા, દસવેયાલિય આદિ અનેક આગમોમાં વિશિષ્ટ માહિતી ઉપલબ્ધ છે.
૦ સામાયિકનો ઉલ્લેખ વિવિધ સ્વરૂપે
(૧) આવશ્યક રૂપે – છ આવશ્યકોમાં પહેલું આવશ્યક ‘સામાયિક' છે. ત્યારપછી ચતુર્વિશતિ સ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પચ્ચક્ખાણ એ પાંચ આવશ્યકો આવે છે.
(૨) એક ચારિત્રરૂપે ચારિત્ર પાંચ પ્રકારે છે (૧) સામાયિક, (૨) છેદોપસ્થાપનીય, (૩) પરિહાર વિશુદ્ધિ, (૪) સૂક્ષ્મ સંપરાય, (૫) યથાખ્યાત ચારિત્ર. આ પાંચ ચારિત્રો મુજબ સામાયિક એક ચારિત્ર છે.
(૩) સામાયિક-શ્રાવકોનું એક વ્રત :- શ્રાવકોના બાર વ્રત કહ્યા છે, તેમાંથી નવમું વ્રત સામાયિક છે. ‘આરંભના કાર્યો છોડી જે સામાયિક કરાય છે તેને વ્યવહારથી નવમું વ્રત કહ્યું છે અને જ્ઞાનાદિ મૂળ સત્તા ધર્મ વડે સર્વજીવાને સમાન જાણી સમભાવ રાખવો તે નિશ્ચયથી નવમું વ્રત એટલે કે સામાયિક વ્રત કહ્યું છે.
(૪) સામાયિક-શિક્ષાવ્રત કે શિક્ષાપદ :- શ્રી હરિભદ્રસૂરિજીએ ધર્મબિંદુના અધ્યાય-૩ના સૂત્ર-૧૮માં જણાવ્યા મુજબ - સામાયિક, દેશાવકાસિક, પૌષધોપવાસ, અતિથિસંવિભાગ એ ચાર શિક્ષાપદો છે. ‘શિક્ષાપદ’'નો અર્થ સાધુ ધર્મનો અભ્યાસ થાય છે. આ રીતે સામાયિક એક શિક્ષાપદ છે. જ્યારે વંદિત્તુસૂત્ર તથા ગ્રંથ આદિમાં ચાર શિક્ષાવ્રતોનો ઉલ્લેખ છે. જેમાંનું એક શિક્ષાવ્રત તે આ સામાયિક (શિક્ષાપદ) જાણવું. (૫) સામાયિક એક પડિમા – શ્રાવકોની અગીયાર પડિમાઓનું કથન સમવાય નામક ચોથા આગમ સૂત્રમાં અગીયારમાં સમવાયમાં છે. તે મુજબ સામાયિક એ શ્રાવકોની ત્રીજી પડિમા છે.
-
-
(૬) વિરતિ પ્રતિજ્ઞારૂપે – ‘કરેમિ-સામાઇયં' શબ્દોથી સ્વીકારાતી પ્રતિજ્ઞા શબ્દોથી થોડી-થોડી ભિન્ન છે. પણ તેમાં વિરતિનો સ્વીકાર બે સ્વરૂપે થાય છે. (૧) સર્વ વિરતિ પ્રતિજ્ઞારૂપે, (૨) દેશવિરતિ પ્રતિજ્ઞારૂપે.