________________
૮૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
બધાનું અંતિમ ધ્યેય સિદ્ધો જ છે. માટે તેમને નમસ્કાર કરવો જોઈએ
આ પ્રમાણે સિદ્ધને નમસ્કાર મહાર્થથી વર્ણવ્યો. મરણ સમીપ આવે ત્યારે આ નમસ્કાર વારંવાર કરવો જોઈએ. કેમકે (આવશ્યક નિર્યુક્તિ ૯૨૬માં કહ્યું છે કે–) સિદ્ધ ભગવંતને કરેલ નમસ્કાર સર્વ પાપનો નાશક છે અને સર્વે મંગલોમાં પહેલુપ્રધાન કે ઉત્કૃષ્ટ મંગલ છે.
• પંચ પરમેષ્ઠીમાં સિદ્ધને નમસ્કાર બીજે પદે કેમ ?
બીજો નમસ્કાર સિદ્ધ ભગવંતોને કરવાનું કારણ એ છે કે આત્મવિશુદ્ધિનો અંતિમ આદર્શ તેઓ છે. અરિહંત ભગવંતો પણ નિર્વાણ પછી એ જ અવસ્થાને પ્રાપ્ત થાય છે. સામાન્ય ભાષામાં કહીએ તો દેવતત્ત્વ જ પરમ નમસ્કરણીય છે. દેવતત્ત્વમાં અરિહંત અને સિદ્ધ બંનેનો સમાવેશ થાય છે. અરિહંતોએ જે માર્ગ પ્રગટ કર્યો અને દેખાડ્યો તે માર્ગે ચાલીને સર્વ (ભવ્ય) જીવો કર્મમુક્ત થઈ શકે છે. તેથી તે માર્ગે ચાલીને સિદ્ધ થયેલાને બીજા ક્રમે નમસ્કાર કરાય છે.
આપણે જે અરિહંતપણાની સ્થાપના રૂપ મૂર્તિના દર્શન કરીએ છીએ તેની મુખ્ય વૃત્તિએ બે આકૃતિ જ જોવા મળે છે. પદ્માસનસ્થ અથવા તો કાયોત્સર્ગમુદ્રા. કેમકે જગમાં કોઈપણ અરિહંત આ બેમાંથી કોઈ એક મુદ્રાએ સિદ્ધત્વ પામે છે. એ રીતે મૂર્તિ સિદ્ધપણાંની સ્થાપના અને ધ્યેય આપણી સામે રજૂ કરે છે. કારણ કે અરિહંતપણામાં પણ ધ્યેય તો સિદ્ધદશાનું જ રાખવામાં આવે છે. તેથી જ અરિહંત પછી બીજે ક્રમે સિદ્ધને “નમો” કહ્યું
• સિદ્ધચક્રમાં સિદ્ધનું સ્થાન :
સિદ્ધ પદના રહસ્યને પામવા માટે ક્રમની સાથે તેનું સિદ્ધચક્ર યંત્રમાં સ્થાન પણ સમજવું જરૂરી છે. સૌ પ્રથમ તો કેન્દ્રમાં રહેલા રિહંત પદને યાદ કરીએ. કેમકે બાકીના બધાં પદોની ધરી રિહંત છે. તે અરિહંતે બતાવેલા છે. માર્ગે ચાલીને સિદ્ધપણું પામે છે. (એટલે નમો રિહંતસિદ્ધાણં સમજવું)
વળી સિદ્ધચક્રમાં સિદ્ધ પદ ટોચ ઉપર છે. કેમકે અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ બધાંનું અંતિમ ધ્યેય શું? સિદ્ધપદની પ્રાપ્તિ. આ રીતે સિદ્ધનું સ્થાન લક્ષ્ય નિર્દેશ કરનાર દીવાદાંડી સમાન છે.
સિદ્ધચક્ર યંત્રમાં સિદ્ધની પૂર્વેનું પદ છે “તપ”. કેમ ? તત્ત્વાર્થ સૂત્રકારે કહ્યું છે કે તપના નિર્નર તપ વડે કર્મોની નિર્જરા થાય છે. જ્યારે સર્વ કર્મો નિર્જરી જાય અર્થાત્ ક્ષય પામે ત્યારે કર્મરહિત એવી જે અવસ્થા તે જ સિદ્ધ છે. આ રીતે પૂર્વપદ તપ એ સાધન છે અને સાધ્ય છે સિદ્ધત્વ જગનો કોઈ જીવ અંતે શુક્લધ્યાન અને ઉત્સર્ગ એ તપ વિના સિદ્ધ થયો નથી, થતો નથી અને થશે પણ નહીં
• સિદ્ધ સંબંધી કેટલાંક પ્રશ્નો :
-૧- સિદ્ધોને કર્મ કેમ ન લાગે? જ્યાં સિદ્ધો રહેલા છે ત્યાં પણ કર્મવર્ગણાનો મોટા જથ્થો તો રહેલો જ છે.
– જેમ લખોટી કે કાચનો ગોળો બાજરીમાં બાર વર્ષ ગદોળાય તો પણ