SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ નવકાર મંત્ર-સિદ્ધચક્રમાં સિદ્ધનું સ્થાન ૮૧ બાજરીનો એક દાણો તેને ચોટે ખરો ? સિદ્ધ ભગવંતો લોકાંતે રહેલા છે. ત્યાં કર્મવર્ગણાના ઢગલા રહેલા છે, છતાં લખોટીને જેમ બાજરો ન ચોટે તેમ સિદ્ધના આત્માને કર્મો ચોંટતા નથી. કારણ કે તેણે કર્મના બીજને સર્વથા બાળી નાંખેલ છે, બીજ જ ન હોય તો છોડ ક્યાંથી થાય બીજું રાગ-દ્વેષરૂપી ચીકાશ સિદ્ધના આત્મામાં લેશમાત્ર હોતી નથી. તેથી કર્મોને ચોંટવાનું કારણ નથી. -૨- સમયે સમયે એક સિદ્ધ થાય તેવું કહેવાય છે. જો જગતુના બધાં જીવો આ રીતે પોતાના કર્મોને બાળીને સિદ્ધ થશે, તો સંસારમાં રહેશે કોણ ? – દરિયાકિનારે બેઠેલા કોઈ માણસ એક ટાંકણી દરિયામાં બોળે, ટોપકાં પરનું પાણી બહાર ખંખેરે. આ ક્રિયા સતત કરતો હોય, તેને જોઈને કોઈ એવું પૂછે કે અલ્યા આ શું કરે છે ? આમ તો દરિયો ખાલી થઈ જશે તો તે વાત કેવી લાગે? તે રીતે અનંતા કાળથી જીવો મોક્ષે જાય છે, ગયા છે અને જશે. તે બધાંને એકઠાં કરીએ અને પાણીમાં બાઝતી લીલ-ફૂગને એક સોયની અણી ઉપર લઈએ, પછી જ્ઞાનીને પૂછીએ. કે સિદ્ધના જીવો વધારે કે આ સોયની અણી પર રહેલા સંસારી જીવો વધુ? તો ત્યારે જ્ઞાની ભગવંત ખુલાસો આપશે કે સોયની અણી પર રહેલા જીવોના અનંતમાં ભાગ જેટલા જીવો મોક્ષે ગયા છે. અસંખ્યાતમાં ભાગ જેટલા પણ મોક્ષે ગયા નથી, પછી સંસારમાં રહેશે કોણ ? તે પ્રશ્ન જ ખોટો છે. • અંતિમ પ્રાર્થના : જેઓએ પ્રાચીન સમયથી બંધાયેલા કર્મને બાળી નાંખેલા છે. જેઓ મોક્ષરૂપી મહેલની ટોચ ઉપર રહેલા છે, તેમનું શાસન પ્રવર્તનરૂપ છે. જે સંપૂર્ણપણે કૃતકૃત્ય છે. તે સિદ્ધ ભગવંત મને મંગલને કરનારા થાઓ. આવી જ પ્રાર્થના લોગસ્સ સૂત્ર અને સિદ્ધાણંબુદ્ધાણં સૂત્રને અંતે પણ કરેલી છે. સિદ્ધ સિદ્ધિ મમ ફિરંતુ - હે સિદ્ધો ! મને મોક્ષ આપો. આ સિદ્ધો - કર્મક્ષયથી સિદ્ધ થયા છે. “બુદ્ધ' - સર્વજ્ઞ છે “પારગત” સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી ફરી પાછા આવવાના નથી. “પરંપરાગત” આવી સ્થિતિ તેમણે ગુણસ્થાનકોની પરંપરા વડે પ્રાપ્ત કરી છે. લોકના અગ્ર ભાગે રહેલા છે. તે સર્વ સિદ્ધોને સદા મારા નમસ્કાર થાઓ. –x —– ૦ આચાર્ય : નવકાર મંત્રમાં ત્રીજા પદમાં “નમો” સાથે “આયરિયાણ” જોડાયેલ છે તેને સંસ્કૃતમાં ગાવાગ્ય: કહે છે. અહીં મા નો અર્થ છે “મર્યાદાપૂર્વક” વર અર્થાત્ જવું, વર્તવું. તેની ક્રિયા તે “આચાર" આવા આચારને જે પાળે (અને પળાવે) તે આચાર્ય કહેવાય. વ્યવહારમાં માર: શિક્ષતિ તિ કવાર્ય એમ કહેવાય છે. પણ આ વ્યાખ્યાને જૈનદર્શન અપૂર્ણ વ્યાખ્યા ગણે છે. જૈનદર્શન તો “પાળે-પળાવે પંચાચાર' વ્યાખ્યા જણાવે છે. (આવશ્યક નિર્યુક્તિ ૯૯૪માં ભદ્રબાહુ સ્વામી જણાવે છે કે-) પાંચ [1| 6]
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy