SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ નવકાર મંત્ર-સિદ્ધની વિશેષતા નમો શબ્દ સાથે સંકડાયેલ બીજું પદ છે “સિદ્ધાણં” અર્થાત્ સિદ્ધોને મારા નમસ્કાર થાઓ. પણ સિદ્ધોને નમસ્કાર શા માટે કરવો ? નિગોદની અવ્યવહાર રાશિમાંથી છુટકારો અપાવનાર સિદ્ધ છે. માટે તેને નમસ્કાર કરવો જોઈએ. નિગોદના જીવોને અસંખ્યાતા કે અનંતાપુદ્ગલ પરાવર્તન કરવા પડે છે. અનંતકાળ સુધી જીવને માત્ર જન્મ-મરણનો ધંધો ચાલે. આવા જન્મમરણ કેટલાં? અને તેનું દુઃખ કેટલું ? એક માનવશરીરમાં કોઈ દેવપ્રયોગથી સાડા ત્રણ કરોડ સોય ગરમ કરી બધી સોય સાથે ઘોંચી દે ત્યારે જે વેદના થાય તેના કરતા આઠગણી વેદના એક જન્મમાં થાય. મૃત્યુમાં તેના કરતા અનેકગણી વેદના થાય છે. નિગોદના જીવને તો આખો દિવસ જન્મ-મરણનો જ ધંધો છે. તો તે જીવોને કેટલું દુઃખ થાય ? અસંખ્યાત સમયની એક આવલિકા, ૨૫૬ આવલિકાનો એક લુલ્લક ભવ, એ નિગોદનો જીવ જીવે, તો નિગોદના જીવનું આયુ કેટલું અલ્પ થયું ? એક માનવ શ્વાસોચ્છવાસમાં ૪૪૪૬II થી વધુ આવલી થાય તેમાં નિગોદનો જીવ વધુમાં વધુ ૧૭ના અને ઓછામાં ઓછા ૧૭ ભવ કરે. અંતર્મુહૂર્તમાં (૪૮ મિનિટમાં) ૬પપ૩૬ ભવ નિગોદના થાય તો તેને જન્મ મરણની કેવી દારુણ વેદના ભોગવવી પડતી હશે ? - તેમાંથી છુટકારો અપાવનારા સિદ્ધ ભગવંતો છે. એક જીવ સિદ્ધ થાય ત્યારે અવ્યવહારરાશિ નિગોદમાંથી એક જીવ બહાર નીકળે છે. માટે આવા ઉપકારીને નમસ્કાર કરવો જોઈએ. તેથી “નમો સિદ્ધાણં'. – સિદ્ધોને નમસ્કાર આપણને સ્વરૂપદર્શન કરાવે છે. આપણું અને સિદ્ધોનું સ્વરૂપ એક જ છે. માત્ર કર્મના વાદળોએ આપણાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતશક્તિ, અનંતચારિત્રએ ઢાંકી દીધેલા છે. સિદ્ધોના નમસ્કાર દ્વારા આપણે પણ આવું કર્મમુક્ત સ્વરૂપ પ્રાપ્ત કરવાનું ધ્યેય નિશ્ચિત્ થાય છે. સિદ્ધોને દ્રવ્ય અને ભાવપૂર્વક કરાયેલ નમસ્કાર જ આપણને સિદ્ધશિલારૂપી ઘર માટે મમત્વ પ્રગટાવશે. – સિદ્ધને કરાયેલો નમસ્કાર જીવને હજારો ભવોથી છુટકારો અપાવે છે. ભાવથી કરાયેલ એવો એક નમસ્કાર પણ જીવને બોધિપ્રાપ્ત કરાવવા સમર્થ છે. - સિદ્ધને કરાયેલો નમસ્કાર જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ધની આત્માને ભવષયનું નિમિત્ત બને છે. તેમજ હૃદયમાં રહેલા અપધ્યાનનું નિવારણ કરીને ધર્મધ્યાનનું આલંબન કરાવે છે. – સિદ્ધ ભગવંતને નમસ્કાર કરવાનું કારણ એ છે કે પૂગલની સત્તામાંથી જીવાત્માને સદાને માટે દૂર રાખનાર જો કોઈ સત્તા હોય તો તે સિદ્ધ છે, નિગોદના અનંત દુઃખમાંથી છોડાવનાર જો કોઈ હોય તો તે સિદ્ધ છે, જન્મ, જરા, મરણાદિમાંથી છુટી એક શાશ્વત સ્થળે કાયમી રજિસ્ટ્રેશન મેળવવાની કોઈ ઓફિસ હોય તો તે સિદ્ધ ભગવંતની ઓફિસ છે, કાળને પણ જો કોઈ ખાઈ જનાર હોય તો માત્ર સિદ્ધો જ છે. કેમકે સિદ્ધોનું સુખ શાશ્વત છે. અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy