SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ સમિતિથી સમિત, મનોગતિ, વચન ગુપ્તિ, કાયમુર્તિ વડે ગુપ્ત; ગુપ્ત ઇન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી થાય છે. ક્રોધ, માન, માયા, લોભથી રહિત હોય છે. શાંત, પ્રશાંત, ઉપશાંત હોય છે. સર્વ સંતાપ, આશ્રવ, મમત્વ, દ્રવ્યાદિથી રહિત હોય છે. - કાંસાનું પાત્ર જેમ જળથી લેવાતું નથી. તેમ અરિહંત પરમાત્મા સ્નેહ આદિ જળથી નિર્લેપ હોય છે, શંખ પર જેમ કોઈ રંગની અસર થતી નથી તેમ અરિહંત રાગદ્વેષાદિથી ન રંગાતા નિરંજન હોય છે. તેઓ જીવ માફક અપ્રતિહત ગતિવાળા, આકાશ માફક આલંબન રહિત, વાયુ પેઠે અપ્રતિબદ્ધ વિહારી, શરદઋતુના જળ જેવા નિર્મળ હૃદયી, કમળપત્ર માફક નિરૂપલેપ, કાચબા જેવા ગુણેન્દ્રિય, ગેંડાને જેમ એક જ શીંગડુ હોય છે તેમ રાગદ્વેષ રહિત એકાકી, પક્ષી જેવા અપ્રતિબદ્ધ, ભારંવપક્ષી જેવા અપ્રમત્ત, કર્મ શત્રુને હણવામાં હાથી જેવા શૂરવીર, મહાવ્રતરૂપી ભાર સહન કરવામાં વૃષભ સમાન, સિંહ માફક પરાભવ ન પામનારા, મેરૂપર્વત જેવા નિશ્ચલ, સાગર જેવા ગંભીર, ચંદ્ર જેવા સૌમ્ય, સૂર્ય જેવા દેદીપ્યમાન, સુવર્ણ જેવા દીસકાંતિવાળા, પૃથ્વી પેઠે સર્વ સ્પર્શને સમભાવે સહેનારા, અગ્નિ માફક જ્ઞાન અને પરૂપ તેજ વડે દીપતા એવા અરિહંત હોય છે. • અરિહંતનો પ્રતિબંધ અભાવ :– અરિહંતો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી પ્રતિબંધ-આસક્તિ રહિત હોય છે. – દ્રવ્યથી - સચિત્ત, અચિત્ત કે મિશ્ર એ ત્રણમાંથી કોઈ પણ પ્રકારે આ દ્રવ્યો મારા છે એવો આશયરૂપ પ્રતિબંધ અરિહંતને હોતો નથી. જેથી આ મારો ભાઈ, બહેન, માતા, પિતા, સ્વજન, સંબંધી કે પરિચિત છે, આ મારું સોનું, રૂપુ કે પશુધન આદિ છે, આ મારા ઉપકરણ છે, તેવો કોઈ ભાવ તેમને હોતો નથી. – ક્ષેત્રથી - ગામ, નગર, અરણ્ય, ખેતર, ખળા, ઘર, આંગણુ કે આકાશમાં તેમને કોઈ મમત્વ હોતું નથી. તેથી મારું ગામ, મારું ઘર, મારું સ્થાન એવો સંસારનો બંધ કરનાર આશયરૂપ કોઈ ભાવ અરિહંતને હોતો નથી. - કાળથી – સમય, આવલિકા, શ્વાસોચ્છવાસ, સ્તોક, લવ, મુહૂર્ત, અહોરાત્ર, પક્ષ, માસ, અયન, સંવત્સર ઇત્યાદિ કોઈપણ સમય માટે અરિહંતને અનુકૂળ કે પ્રતિકૂળપણાનો કોઈ ભાવ હોતો નથી. – ભાવથી - ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, શોક, રતિ-અરતિ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, પરંપરિવાદ, મિથ્યાત્વ, માયામૃષાવાદ ઇત્યાદિ કોઈપણ ભાવમાં અરિહંતોને કોઈ પ્રકારે પ્રતિબંધ હોતો નથી. • અરિહંતની વિહાર ચર્યા અને સંયમ વૃત્તિ : અરિહંત પરમાત્મા હાસ્ય, શોક, રતિ, અરતિ, ભય, ત્રાસ આદિથી મુક્ત થઈને, મમત્વ અને અહંકાર રહિતપણે, નિર્લોભી થઈને, પરિગ્રહ રહિતપણે વિચરે છે. દેવતાદત્ત વસ્ત્ર કેટલોક કાળ તેમના ખભે હોય છે, પછી વસ્ત્રરહિતપણે વિચરતા હોય છે. તેમનું અભિવાદન કરનારને આશીર્વચન કહેતા નથી કે કષ્ટ પહોંચાડનારને શ્રાપ આપતા નથી. પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય, બીજ તથા વિવિધ વનસ્પતિ
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy