________________
ઈચ્છકાર સૂત્ર-વિવેચન
૧૪૯
૦ ઇચ્છકાર :- સ્વકીય ઇચ્છા, આપની ઇચ્છા (હોય તો)
વંદન વિધિમાં વર્તમાનકાળે બે ખમાસમણ (પંચાગ પ્રણિપાત કર્યા) પછી ઉભા થઈ જિનમુદ્રા સાચવી, યોગમુદ્રાએ બંને હાથ જોડીને શિષ્ય કે શ્રાવક આ સૂત્ર બોલે છે ત્યારે પ્રથમ શબ્દ “ઇચ્છકાર” મૂક્યો. (જો કે પ્રબોધટીકામાં અહીં છઋાર એવો પાઠ પણ જણાવેલ છે. તેનો અર્થ “સ્વકીય ઇચ્છા કરવાવાળા” એ પ્રમાણે કરેલ છે.)
ભાવાર્થ વિચારીએ તો – આ સંબોધનવાચક શબ્દ છે. જેમાં ભગવંત અથવા ગુરુજી શબ્દ અધ્યાહાર સમજવાનો છે અને પૂછનાર વ્યક્તિ શિષ્ય કે શ્રાવક છે તે વાત સ્વીકારીને આ સૂત્રપાઠનો આરંભ થાય છે - હે ભગવન્! અથવા હે ગુરુવર્ય! આપની ઇચ્છા હોય તો પૂછું. અર્થાત્ આપ આપની ઇચ્છાએ કરીને મને જણાવો.
– આ પ્રમાણે કહ્યા પછી શિષ્ય નીચેના પ્રશ્નો પૂછે છે.
• સુતરાઈ/સહદેવસિ:- (આપની) રાત્રિ કે દિવસ સુખપૂર્વક (પસાર થયો?) જેમાં સુહ શબ્દનો અર્થ સુખ છે. રા કે ફેવસિ શબ્દ વિકલ્પ છે. મધ્યાહ્ન સુધીમાં જો સુખશાતાદિ પૂછે અર્થાત્ મધ્યમ વંદન કરે તો સુરરૂિ શબ્દ બોલે, મધ્યાહ્નથી સંધ્યા (મધ્યરાત્રિ) સુધીમાં સુખશાતા પૂછે તો સુદણિ શબ્દ બોલે. જોકે પસાર થઈ કે પસાર થયો એવા કોઈ શબ્દો અહીં લખ્યા નથી પણ તેને અધ્યાહાર સમજી લેવાના છે.
• સુખતપ :- આપને તપ સુખે કરીને થાય છે ? અહીં તપ શબ્દ નવો છે. તપનો અર્થ માત્ર આયંબિલ કે ઉપવાસ આદિ અનશન રૂપ સમજવાનો નથી. કેમકે તપ બાર પ્રકારે છે. જેમાં છ તપ બાહ્ય કહેવાય છે અને છ તપ અત્યંતર કહેવાય છે. (૧) અનશન, (૨) ઉણોદરી, (૩) રસત્યાગ, (૪) વૃત્તિસંક્ષેપ, (૫) કાયકુલેશ અને (૬) સંલીનતા. આ છ બાહ્ય તપ છે. (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવચ્ચ, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન અને (૬) ઉત્સર્ગ-ત્યાગ. આ છ અત્યંતર તપ છે. આ બારે પ્રકારના તપ સંબંધે પૂછે છે કે આપનો તપ સુખપૂર્વક થાય છે ?
• શરીર-નિરાબાધ ? શરીર પીડા-વ્યાધિ રહિત છે ? નિરવાદ અર્થાત્ જેમાંથી આબાધા અર્થાતુ વ્યાધિ, રોગ, પીડા આદિ ચાલી ગયા હોય તે. આપને શરીરમાં કોઈ રોગ-પીડા આદિ તો નથીને ?
• સુખ સંયમયાત્રા નિર્વહો છો જી ? આપની સંયમ રૂપી યાત્રાનો નિર્વાહ સુખપૂર્વક થઈ શકે છે ને ? આપ ચારિત્રપાલન સુખપૂર્વક કરી શકો છો ને ? અહીં સંયમ શબ્દથી ચારિત્ર ગ્રહણ કરેલ છે. સાધુ-સાધ્વીને તીર્થયાત્રાદિ સંબંધી પ્રશ્ન કરતા નથી કેમકે સાધુ-સાધ્વીને મુખ્યતાએ સંયમયાત્રા જ કરવાની છે. તીર્થયાત્રા, વિહારયાત્રા આદિ તો તેના ભાગરૂપે છે. સંયમને ગૌણ કરીને તીર્થયાત્રાદિ કરવાના નથી. “નિર્વડો છો જી”. અર્થાત્ નિર્વાહ કરો છો ? – પાલન કરી શકો છો ?
• સ્વામી શાતા છે જી? સ્વામી એટલે કે હે ગુરુ મહારાજ ! આપને શાતા છે ? અર્થાત્ સર્વ પ્રકારે સુખ-શાતા વર્તે છે ? કોઈ તકલીફ તો નથી ને ?