________________
૧૪૮
= સૂત્ર-વિષય :- આ સૂત્ર વડે ગુરુ મહારાજને તેમના તપ, શરીર શાતા, સંયમ યાત્રા અને શાતા વિશે પૂછીને આહાર આદિ માટે નિમંત્રણા કરાય છે. તેથી તેનું નામ “સુગુરુ સુખશાતા પૃચ્છા'' રખાયેલ છે. તેનું સામાન્ય જનસમુદાયમાં પ્રચલિત નામ “ઇચ્છકાર સૂત્ર” છે. તેમાં આહાર આદિ માટે નિમંત્રણા કરાતી હોવાથી ‘ગુરુ નિમંત્રણા સૂત્ર' પણ કહેવાય છે.
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
સૂત્ર-૪
ઇચ્છકાર-સૂત્ર
સુગુરુ સુખસાતા પૃચ્છા
- સૂત્ર-મૂળ :
ઇચ્છકાર સુહ-રાઈ (સુહ-દેવસિ) ? સુખ-તપ ? શરીર નિરાબાઘ ? સુખ-સંજમ-યાત્રા નિર્વહો છો જી ? સ્વામી શાતા છે જી ? ભાત-પાણીનો લાભ દેજોજી.
-
= સૂત્ર-અર્થ :
– (શ્રાવક કે શિષ્ય ગુરુ મહારાજને સુખશાતાદિ પૂછવા માટે બોલે કે–) હે ગુરુજી ! આપની ઇચ્છા હોય તો હું પૂછું કે, (આપની) રાત્રિ સુખપૂર્વક પસાર થઈ ? અથવા (આપનો) દિવસ સુખપૂર્વક પસાર થયો ? (આપનો) તપ સુખપૂર્વક ચાલે છે ? (આપનું) શરીર તો પીડા રહિત છે ને ? (આપની) સંયમયાત્રાનો નિર્વાહ સુખ કરી થાય છે (આપને સર્વ પ્રકારે) સુખશાતા વર્તે છે ?
ભાત પાણીનો (આહાર-પાણીનો) લાભ દેજોજી.
-
– શબ્નાન :
ઇચ્છકાર
સ્વકીય ઇચ્છા, ઇચ્છા હોય તો. (‘ગુરુજી'' સંબોધન સમજી લેવું) સુહ - સુખ (“તે પૂર્વક પસાર થવું' - એ શબ્દો અધ્યાહાર સમજવા) રાઈ - રાત્રિ દેવસિ - દિવસ
નિરાબાઘ - પીડારહિતપણે
નિર્વહોછોજી - નિર્વાહ, પાલન ગુરુનું સંબોધન
સ્વામી
તપ
તપ
સંજમજાત્રા - ચારિત્રરૂપ યાત્રા શાતા - સુખ (શાતા) ભાત-પાણી - આહાર-પાણી
-
# વિવેચન :- આ સૂત્ર મિશ્ર ગુજરાતી ભાષામાં છે. તેથી તેના પરની કોઈ પૂર્વાચાર્યની વૃત્તિ કે ચૂર્ણિ આદિ વિવેચનનો સંભવ નથી. આ સૂત્રના શબ્દોને ભાવાર્થથી સમજવાની દૃષ્ટિએ જ વિચારવાના રહેશે. તેમજ આ પ્રકારની જ વાતો જે પછીપછીના ગ્રંથોમાં ગુંથાયેલી હોય તેને આધારે સૂત્રનો વિશેષ ભાવ પ્રગટ થઈ શકશે.