SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ નિવારણના ઉપાયો પણ કરે. (૨) “ભાત-પાણીનો લાભ દેજોજી"નો અર્થ સાધુ મુનિરાજને માત્ર આહાર અને પાણી માટે જ નિમંત્રણા કરવી તેમ નથી. તે સાથે શ્રાદ્ધવિધિ આદિમાં કહ્યા મુજબ બીજી તમામ આવશ્યક વસ્તુ (ઉપકરણ આદિ) માટે નિમંત્રણા કરે. i વિશેષ કથન : – થોભ કે મધ્યમ વંદનની વર્તમાનકાળે સ્વીકૃત પરંપરા મુજબ પહેલા બે પંચાંગ પ્રણામ (ખમાસમણ) દઈ પછી આ પાઠ બોલાય છે. – સુખ સંયમ યાત્રાની પૃચ્છા કરતો શ્રાવક ગુરુમહારાજના મુખને જોઈને તેમની ગ્લાની કે વ્યાધિનું માપ કાઢી લે. કેમકે શ્રાવક હંમેશા લાભનો અર્થી હોય. ગુર મહારાજ તો ધર્મલાભ કે દેવ-ગુરુ પસાય જ બોલે પણ શ્રાવક તો એક જ વાત વિચારે કે ગુરુ મહારાજની સંયમયાત્રા સુખપૂર્વક કઈ રીતે વીતે? તે માટે આવશ્યકતા હોય તો ઉપયોગ પણ રાખે. કેમકે આ રીતે સાધુની સંયમ યાત્રાની ચિંતા તે શ્રાવકને મહાનિર્જરાનું કારણ છે. તેમજ ચારિત્રના ભાવોને આત્મસાત્ કરવા માટેનું ઉચ્ચતમ નિમિત્ત બને છે. - સાધુ મુનિરાજને પક્ષે કહીએ તો – શ્રાવક દ્વારા આવી નિત્ય શાતા પૃચ્છા અને તે મુજબ ઉપાયો કરવાની વૃત્તિ તથા પ્રવૃત્તિથી સાધુ-સાધ્વીના સંયમમાં નિશ્ચલતા આવે છે. તેઓનું સંયમયાત્રામાં લક્ષ્ય બંધાયેલ રહે છે. તેમજ પરિણામોની સ્થિરતા ટકી રહે છે. v સૂત્ર-નોંધ : – આ સૂત્રના આદિમાં “ઇચ્છકાર સુતરાઈ (સુદેવસિ) પદ ગુજરાતી નથી પછી તો આખું સૂત્ર ગુજરાતીમાં છે. - મુખ્યતાએ આ સૂત્ર મધ્યમવંદન કરતી વેળા તેમજ રાત્રિ પ્રતિક્રમણમાં રાઈ પડિક્કમણ” સ્થાપના પૂર્વે બોલાય છે. – આ સૂત્રનું સ્પષ્ટ આધાર સ્થાન અમને મળેલ નથી, જે કંઈ સંબંધિત પાઠો મળ્યા તે વિવેચનમાં આપેલ છે. - સૂત્રના ઉચ્ચારણમાં “ઇચ્છકાર” શબ્દમાં જોડાક્ષરનો ચું છે તે બોલતી વેળા ઉડી જતો જોવા મળે છે. ત્યાં શુદ્ધ ઉચ્ચારનું ધ્યાન રાખવું બીજું આ આખું સૂત્ર પ્રશ્ન સ્વરૂપે હોવાથી પ્રશ્ન પૂછતા હોઈએ તેમ છૂટું પાડીને બોલવું.
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy